Mittal Purohit

Inspirational

3.5  

Mittal Purohit

Inspirational

બંધાયો સૂરજ મુઠ્ઠીમાં

બંધાયો સૂરજ મુઠ્ઠીમાં

1 min
241


  બધાંનો જીવ તાળવે ચોંટી ગયો જ્યારે નાનકડી દીકરી કિરણે જાહેરમાં સરપંચ સૂરજ સિંહની મૂછો મરડીને કાલી બોલીમાં કહ્યું કે, 'બાપુજી, આ મૂછો તો લાવન (રાવણ) જેવી છે.'

  સૂરજ સિંહ એટલે ભારે કદાવર શરીર, લાલઘુમ આંખો, સિંહ જેવી ગર્જના અને સૌથી વધુ એનાં લક્ષણો સાબિત કરતો એનો સ્વભાવ.... ગામમાં તો ઠીક ઘરમાં ય બધાં સૂરજ સિંહથી બીતાં. પત્ની, ભાઈ કે પિતાની હિંમત પણ એની સામે આંખ ઊંચી કરીને જોવાની ન હતી, નામ એવાં જ ગુણ, બધાં એની છત્રછાયામાં સુરક્ષિત પણ નજીક કોઈ જવાની હિંમત ન કરે, પણ આ નાનકડી કિરણે..

    નાનકડું ફૂલ આજે ખીલતાં પહેલાં જ મુરઝાઈ જશે એમ બધાને લાગ્યું પણ, આ શું ? 

કિરણને પ્રેમથી ખોળામાં બેસાડી એ કહેવા લાગ્યો, 

 " આ સૂરજને એની કિરણ જ બાંધી શકે બેટા, લે આ સૂરજ તારી નાનકડી મુઠ્ઠીમાં બંધાયો !"


Rate this content
Log in

Similar gujarati story from Inspirational