Dharti Sharma

Inspirational Others

2.0  

Dharti Sharma

Inspirational Others

બંધારણ

બંધારણ

2 mins
217


આજે કનકબેન સવારથી જ બહુ ખુશ હતા અને હોય પણ કેમ નહીં આજે એમની દીકરી પ્રિશા આવવાની હતી. તુલસી આજે થોડું વધારે રાંધજે આજે તારી નણંદ આવવાની છે, આજે સવારે ફોન આવ્યો હતો,હા મમ્મીજી પ્રિશાબેનને ભાવતું ભોજન બધું જ બનાવીશ.

    કનકબેન તો કાગડોળે દીકરીની વાટ જોતા હરખભેર આમતેમ આંટા મારવા લાગ્યા,પ્રિશાને દરવાજે આવતા જોઈ હરખના આંસુ સાથે દીકરીને ભેટી પડ્યા. તુલસી પણ નણંદને પ્રેમથી ભેટી પડી,બધાં જમીને શાંતિથી બેઠાં બેઠાં વાર્તાલાપ કરવા લાગ્યા, પ્રિશા આ જીન્સમાં તું બહું જ સુંદર લાગે છે,તારે આવાં જ કપડાં પહેરવાના,જમાના પ્રમાણે રહેવું જ પડેને અને આમ પણ તારી આ જ તો ઉંમર છે મોજશોખ કરવાની, હરવાફરવાનો બરાબરને ?હમમમ કહીં પ્રિશા અંદરની રુમમાં ગઈ.

   થોડીવારમાં પ્રિશા સાડી પહેરીને બહાર આવી, મમ્મી જો હું કેવી લાગું છું, મારી દીકરી તો બધાં જ કપડાંમાં સુંદર જ લાગે છે પણ, તને જીન્સનો શોખ છે તો એ જ પહેરવાનાં અને આપણે આપણા પતિને જે ગમતું હોય એજ પહેરવાના.

   હા મમ્મી ! મેં પણ ભાભીને એજ કહ્યું કે તમે પણ જીન્સ પહેરી બતાવો પણ એ નથી પહેરતા, હા બેટા ! પણ એ કેવી રીતે પહેરી શકે એ તો વહુ છે, હા મમ્મી પણ મે પહેર્યું જ હતું ને?

હા બેટા પણ તું તો દીકરી છે ને એ વહુ છે,પણ મમ્મી દીકરી તો હું આ ઘરની છું પણ ત્યાંની તો હું પણ એ ઘરની વહુ જ છું ને મારા મોજશોખ, હરવુંફરવું, જમાના પ્રમાણે રહેવું, પતિને ગમતું કરવાનું તો મમ્મી ભાભીને આ બધું કેમ નહીં, કેમ એમને જમાના પ્રમાણે નહીં રહેવાનું, બધાં બંધારણ વહુને જ કેમ, શું વહુ દીકરી ન બની શકે ?

    કનકબેન તો આંખમાં આંસુ સાથે દીકરી તરફ જોઈ રહ્યા, પ્રિશા બેટા આજે તે મને એ હકીકત બતાવી છે જે હું વર્ષો સુધી જોઈ ન શકી, મેં એને વહુ નહીં પણ દીકરીની નજરે જોઈ હોત તો એને પણ આ બંધારણમાં ન રહેવું પડત એણે તો હંમેશા મને મા ની જેમ જ રાખી છે,હું જ સાસુ બનીને બેઠી છું એની મા ન બની.

   કનકબેને તુલસીને બોલાવી તૈયાર થવા કહ્યું અને તૈયાર થઈ કનકબેન, તુલસી અને પ્રિશા પહેલીવાર એકસાથે ખરીદી કરવા ગયા. કનકબેને તુલસીને એનાં પસંદની ડ્રેસ, જીન્સ વગેરેની ખરીદી કરી તુલસીને દરેક બંધારણમાંથી મુક્ત કરી.

  કનકબેન સાસુમાંથી મા બન્યા અને એકમાંથી બે દીકરીના મા બની બહુ જ ખુશ થઈ ખુશી મનાવવા લાગ્યા.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational