ભીલ
ભીલ


એક નગર માં એક રાજા રાજ કરતા હતા. તેને બે સંતાન હતા. એક કુંવર અને એક કુંવરી. કુંવરને એક કુંભરના પુત્ર સાથે મિત્રતા હતી. તે બંને વહેલી સવારે નદી કિનારે દડો રમવા જતા. નદી કિનારે લીલું ઘાન્સ હતું તેથી ત્યાં ગયો ચરાવવા આવતા. ત્યાં એક દોશી છાણાં વિણતી હતી. ત્યાં એમને કુંવરનો દડો વાગ્યો. અને ડોશીમા એ મેણું માર્યું. મને શુ લેવા દડો મારે છે તારી બેનને તો ભીલ લઇ ગયા, જા એને જઈને માર. આવું સાંભળતા કુંવર રાજમહેલ દોડી ગયો. અને માને પૂછવા લાગ્યો કે આપણે કોઈ બહેન હતી? વારંવાર પૂછવાથી રાણી ની આંખો ભીની થઈ જાય છે. એને વાત કહે છે. કે તે એની સખી જોડે મંદિરે ગયેલી એ વખતે એને ભીલ પકડી ગયેલા.
આ વાત સાંભળી કુંવર રાજા પાસે જઈને કહે છે. મને કાળા કપડાં અને શસ્ત્રો આપો.અને એક ઘોડો આપો. અને માતાને કહે છે. એક દીવો અખન્ડ કરજે. ત્યાં સુધી બહેન ને લઈને પાછો આવીશ. રાહ જોતી રહેજે. અને રામપુર નગર વતાવતા ત્યાં એક કાલી માતાનું મંદિર આવે છે. અને ત્યાં દર્શન કરી ભેળનું માથું મુકવાની વાત કરે છે.
ઘણા ગામ માં ફરી વળ્યો પણ બહેન નો પત્તો ન લાગ્યો. આખરે એક પાદરે કૂવો દેખાય છે. ત્યાં ઘણી બહેનો પાણી લેવા આવેલી. ત્યાં જઈને પૂછતા ખબર પડી કે એક બહેન રાત્રે જ પાણી ભરવા આવે છે. અને એના ઘરના કોઈની રાહ જોતી આંસુ સારે છે. ભાઈ પણ ત્યાં બેસી બહેનની રાહ જુવે છે. બહેન ઘોડા ને જોઈને થોડી ગભરાય છે પણ ભાઈ કહે છે હું મારી બહેન ને પાછી લેવા આવ્યો છું કોઈ ભીલ એને લઇ ગયેલો. અને બહેન ખુશ થઈ જાય છે. અને કહે છે ભીલ આવતા હશે જલ્દી કોઠીમાં છુપાઈ જાઓ. ત્યાં બહેન નો ભાણિયો હતો. તે બોલ્યો મારી માનો ભાઈ આવ્યો, મારા બાપ નો સાળો આવ્યો. કોઠીમાં ચણા ફૂડ ફૂડ ખાય.
ભીલ બોલ્યો આ છોકરો શુ કહે છે. તો કહે વ્યાખ્યાન સાંભળી ને રટણ કરે છે. ભીલ જમીને ગયા પછી એલોકો ભાગી જાય છે. ગામને પાદર આવીને કાલી માતાના મંદિર આવે છે. ત્યાં બહેન અને ભણીયા ને સંતાડી દે છે. અને ભીલ ની રાહ જોવે છે. ખબર પડતા ભીલ ત્યાં આવી પહોંચે છે. અને ભાઈ અને ભીલ વચ્ચે લડાઈ થાય છે. અને ભાઈ ભીલ નું માથું કાપી માતાજીના ચરણો માં ધરે છે. રાજમહેલ આવી બધાને મળે છે. અખન્ડ દીવાના દર્શન કરે છે. ગરીબોને દાન કરે છે. અને પેલી ડોશીને સોનુ રુપુ ભેટ ધરે છે. જેના કારણે તેની બહેન પછી મળેલી. અને કુંવર ફરી નદી કિનારે દડો રમવા જાય છે. સાથે ભણીયાને પણ લાઇ જાય છે. એન સૌ ખુશી થી રહે છે.