kusum kundaria

Inspirational

3  

kusum kundaria

Inspirational

.બહેનનો પ્રેમ.

.બહેનનો પ્રેમ.

1 min
461


ધર્મેશની બંને કીડની ફેઈલ હતી. ડાયાલીસીસ પર દિવસો કાઢી રહ્યો હતો. ડોક્ટરે ઝડપથી કીડની બદલવી પડશે એવું કહ્યું હતું. પેપરમાં જાહેરાત આપી અઠવાડિયું થવા છતાં કીડની મળી ન હતી. આખો પરિવાર ખૂબ ચિંતિત હતો, ધર્મેશની હાલત ખૂબ ખરાબ હતી. તેના મમ્મી-પપ્પાની કીડની મેચ થતી ન હતી.

ધર્મેશની નાની બહેનને જ્યારે આ વાતની જાણ થઈ ત્યારે તેણે મક્કમતાથી કહ્યું,"મારા ભાઈને હું મારી એક કીડની આપીશ અને એનું જીવન બચાવીશ. અને હા મારી કીડની ચોક્કસ મેચ થશે." ઘરના બધાએ ખૂબ સમજાવી. પણ તે પોતાના નિશ્ચયમાં અડગ રહી. ડોક્ટરે તપાસ કરી. રાધાની કીડની બરાબર મેચ થતી હતી. આખરે રાધાની એક કીડનીથી ધર્મેશની જીંદગી બચી ગઈ.!

ઓપરેશન પછી જ્યારે ધર્મેશને ખબર પડી કે પોતાની વહાલસોઈ બહેને એક કીડની આપી પોતાનું જીવન બચાવ્યું છે. ત્યારે તેની આંખમાંથી આંસુની ધાર વહે છે. અને રાધાનો હાથ પકડી કહવા લાગ્યો,, "બહેન હું તારો જીવનભર ઋણી બની ગયો. માતા-પિતાએ મને જન્મ આપ્યો. પણ તે તો માર જીવન બચાવ્યું છે." ખરેખર જગતમાં ભાઈ-બહેનનો પ્રેમ નિસ્વાર્થ છે. તેનું આ ઉદાહરણ છે.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational