Thakkar Hemakshi

Romance Inspirational

4.4  

Thakkar Hemakshi

Romance Inspirational

બે એનોખી જુડવા બહેનો -૩

બે એનોખી જુડવા બહેનો -૩

1 min
160


મહાવિદ્યાલયમાં ચેસની પ્રતિયોગિતાનું આયોજન કરેલું એમાં સંધ્યાને રીમાએ ભાગ લીધો. બંને રોજ સાથે ચેસની પ્રેકટીસ કરવા લાગ્યા. 

ટીનાને લાગ્યું રીમાને ક્યાં એટલું સરસ ચેસ રમતા આવડે છે. તેનામાં ક્યાં હોશિયારી છે.

તેનામાં આવડત પણ નથી.તે તો ક્યાંથી જીતશે.તે ભલેને ભાગ લેતી પણ તે જીતશે નહીં.તેના તો નક્કી કરીને બેઠી હતી રીમા હારશે તો મને મજા આવશે. તે હમણાંથી જ ખુશ થઈ ગઈ.

તેની બેન વિષે આવું વિચારતા એને જરા પણ શરમ આવી નહીં.તે હંમેશા રીમા માટે ખરાબ જ વિચારતી.એની જાણ રીમા ને પણ હતી. તેને અંદરથી બહુ દુઃખ થતું પણ તે બોલતી નહીં.

રીમાને એના આવા વ્યહારની આદત થઈ ગઈ હતી એટલે તે તેની વાતો પર ધ્યાન ન આપતી.

એવું નથી કે રીમા એને કહેતી નહીં. રીમા તો ઘણી વાર કહેતી તારું વર્તન સુધાર પણ તે સુધરવાની કોશિશ પણ ન કરતી એટલે રીમાને થતું ફાલતુ સમય બગાડવાનો મતલબ નથી.

 તેને જે ગમતું તે કરતી.

પ્રતિયોગિતાનો દિવસ આવી ગયો ને ચેસની પ્રતિયોગિતા મહાવિદ્યાલયમાં શરૂ થઈ. બધાએ રીમાને સંધ્યાને ઓલ ઘી બેસ્ટ કીધું પણ ટીનાએ ન કહ્યું.

રીમા ને સંધ્યા એક ટીમમાં હતા ને બીજી ટીમમા નીના ને રમા હતા. 

 ચેસની રમતની પ્રતિયોગિતા શરૂ થઈ.

રીમા એ પેહલો દાવ ધ્યાનપૂર્વક શરૂ કર્યો.

હવે સામેની ટીમ નો દાવ હતો. એમણે પણ સરસ દાવ ચાલ્યો.

બંને ટીમ બુદ્ધિપૂર્વક દાવ ચાલવા લાગી. હજી એક પણ મોહરો બંને ટીમનો પડયો ન હતો.

ચેસ્સની રમત રસપ્રદ થઈ રહી હતી. એટલે ટીના સિવાય બધાને જોવાની બહુ મજા આવવા લાગી 

આવી રીતે રમત ઘણી વાર સુધી ચાલી.

પછી રીમા ને સંધ્યા મળી ને વિચાર્યું ને રીમના દાવથી સામેની ટીમની રાણી પડી ગઈ. તેમણે પણ કોશિશ કરી રીમાના ટીમનો મોહરો પાળવા પણ તે અસફળ રહી.

ફરી રીમાનો દાવ હતો. એને સામેની ટીમનો રાજા પાડી દીધો ને તે જીતી ગયી.

રીમા ને સંધ્યા બહુ ખુશ થઈ ગયા ને ટીનાનું મોઢું પડી ગયું. તે રીમાની ખુશી જોઈ ન. શકી.

મહાવિદ્યાલયમાં રીમાને સંધ્યા બંનેને બધાએ અભિનંદન આપ્યા પણ ટીના તે બાજુથી ચાલી ગઈ. એ જોઈને રીમાને બહુ દુઃખ થયું.

રીમાની જીત જોઈ એના માતા પિતા ખુશ થઈ ગયા ને તે રાત્રે તે લોકો બહાર જમવા ગયા. ટીનાને જવું નહતું પણ તેના માતા પિતા વઢયા એટલે તેને જવું પડયું. તેમને બધા ને મજા આવી બહાર જમવાની પણ ટીનાને ન આવી કેમ કે તેને એની બેનની ખુશી જોવાતી જ ન હતી.

ક્રમશ:


Rate this content
Log in

Similar gujarati story from Romance