બદલાયો છે 21મી સદીનો પુરુષ
બદલાયો છે 21મી સદીનો પુરુષ
હા, બદલાયો છે 21મી સદીનો પુરુષ. એક સરખું માન, હક, હોદ્દો આપતા શીખ્યો છે આજ નો પુરુષ. આજે સ્ત્રી જ્યારે પુરુષની સમોવડી બની છે ત્યારે પુરુષ પણ ક્યાં પાછળ હટ્યો છે. બદલાઈ છે હવે વિચારસરણી. થોડો વ્યવહારુ બન્યો છે. પોતાની પત્ની ને કે બીજી સ્ત્રીને સમાજવા લાગ્યો છે.
પહેલાંના જમાનામાં પ્રેમિકા મેનકા અને પત્ની સીતા જેવી, ધરતીમાં સમાઇ જાય એવી જોઈતી. હવે તો પ્રેમિકા ગણો કે પત્ની બંને મેનકા જેવી જ જોઈએ છે. પુરુષ પોતાની પત્ની વિશે વિચારતો થયો છે. એને ગમતું- ન ગમતું, ભાવતું -ન ભાવતું બધું જ વિચારતો થયો છે. બંને જણા સરખું કમાય ને ઘરમાં લાવે હવે ક્યાં કોઈ ભેદભાવ રહેવાનો. એ પોતાની સ્ત્રી ને બંધનમાં નથી રાખતો પૂર્ણ સ્વતંત્રતા આપી છે. એની પત્ની ને ઘરકામમાં મદદ કરવી, એના માતા પિતા ને સારી રીતે રાખવા કે સાચવવામાં હવે એને કોઈ નાનમ નથી લાગતી. એની પત્ની એના સંતાન ને જન્મ આપી મા બને છે તો.એ કામ ઉપર ગઈ હોય છે ત્યારે એ મા બની જતો હોય છે. અરે પોતાની પત્ની સ્કુટર ચલાવતી હોય તો મોજથી પાછળ બેસી જાય છે અને રાતે બંને ગીત ગાતા ગાતા દૂર સુધી ફરી આવે છે. પોતાના દિકરાની સામે પણ પોતાની વ્હાલીને આઈ લવ યુ કહેવાનું નથી ભૂલતો. અને મારું પોતાનું કહું તો અમે ક્રાઈમ પાટનર છીએ.
કદાચ પહેલાના જમાનામાં પણ પુરુષ પોતાની સ્ત્રી ને આજની જેમ જ રાખવા માંગતો હશે પણ સમાજનાં ડરથી એ કંઈ કરી ન શક્યો હોય એવું બનવા જોગ છે. પણ આજે સમય બદલાઈ ગયો છે.
થોડાંક કહેવાતા રાક્ષસો ને લીધે આખી પુરુષ જાતિને વગોવી ન શકીએ.