Kalpesh Patel

Horror Thriller

5.0  

Kalpesh Patel

Horror Thriller

બચાવો - 1

બચાવો - 1

4 mins
1.4K


"બચાવો ... . આ..આ... ઓહ...ઓહહ... ડરામણો ચહેરો, જોઈ ધ્રૂજતા અવાજે " રીંકલ દર્દથી કાણસતી બોલી. તેની ચીખથી આસપાસનું વાતાવરણ બિહામણું થઈ ગયું. તેની પાસે ઊભેલો તેનો ભાવિ પતિ આકાશ પોતે કોઈ ઊંડા કૂવામાં હોય તેવું લાગતું હતું. અચાનક હોરર સ્ટોરીમાં આવતું જીવડું આકાશની પાસેથી ઘસાઈને ઊડીને ગયું. આકાશને તે હવામાં ઊડતા આગિયા જેવુ લાગ્યું, અને આઘાત નિંદ્રામાં સરી પડ્યો.

રીંકલ અને આકાશની સગાઈ થઈ હતી, આજે તેઓ કાળા ડુંગર ઉપર આવેલી ગુલમહોર હવેલીએ પિકનિક માટે આવ્યા હતા, બીજા બધા જમી પરવારી ને પાછા વળી ગયા હતા, નવલું જોડું હવેલીમાં મુક્ત હતું. રીંકલ શહેરના રસીકલાલ જ્વેલરની દીકરી હતી, તો આકાશ સોહનલાલનો એક માત્ર વારસ હતો.

સોહનલાલે રીંકલના મમ્મીને કહ્યું હતુકે કે તમે લગ્ન તમારા બજેટ પ્રમાણે જ કરજો અમને સારૂં લાગે એટલે આમ આવું કરવું જ પડે એવું નહીં. આપણે દુનિયાને નથી દેખાડવાનું. તમને તો ખબર જ છે ને આજકાલના લગ્નમાં દેખાડો કેટલો હોય છે. આકાશના પપ્પાની વાતથી રીંકલના મમ્મી તો એટલા ટેન્શન ફ્રી થઈ ગયા હતા અને, અને ખુશ પણ એટલાં જ થયા કે આપણા વિચારો જેવા જ વેવાઈના વિચારો છે અને આજકાલના દંભ દેખાડા વાળી લાઈફ નથી ગમતી. આજે સોહનલાલે તેઓની કાળા ડુંગર ઉપર આવેલી પુરાણી હવેલીએ એક પાર્ટી રાખેલી તેમાં તેઓના અંગત સર્કલના મિત્રો અને રીંકલના મમ્મી અને તેઓના કુટુંબના નજીકના સભ્યો પાર્ટીમાં આવ્યા હતા.

સોહનલાલના પત્નિ સજનબાની મરજી વિરુદ્ધ યોજાયેલ પાર્ટી પત્યા પછી,રાત્રિના બે વાગ્યા છતાં આકાશ પાછોના આવ્યો એટલે આકાશના મમ્મી હવે અકળાયા,તેઓને ચોવીસ વરસ પહેલાની તેઓના બાપદાદાના જમાનાના ડુંગર ઉપરના ઘરમાં ઘટેલી ઘટના યાદ આવતા ભયનું લખલખુ આવિ જતા, કપાળે પરસેવો નિતરી આવ્યો. ભૂતકાળની કોઈ બિહામણી યાદે તેમના પુરખોની આ "ગુલમહોર હવેલી" તેઓ માટે "ભૂતિયા મહેલ" થી વિશેષ નહતી, કારણ કે પરની અહીં આવ્યા ત્યારથી તેઓ આ ગુલમહોર હવેલી સાથે અગણિત સંકળાયેલી ડરામણી વાર્તાઑ સાંભળી ચૂક્યા હતા. તેઓના એકના એક પુત્રના વિવાહની પાર્ટી શાપિત ભૂતિયા ઘેર આયોજિત થઈ ત્યારે તેઓ આજે પણ તેઑ કોઈ અગમ્ય ડર મહેસુસ કર્તહોવાથી ભૂતિયા મહેલ જવાથી દૂર રહ્યા હતા. 

 ડરામણા વિચારોએ તેમના મગજ નો કબ્જો લઈ લીધો હતો. સતત તેઓની સમક્ષ તેમની નણદ રૂપકુંવરબાનો હાથ ફેલાવી મદદ માંગતો ચહેરો આવતો હતો. સજનબાની ધીરજનો અંત આવ્યો અને કોઈ અમંગળથી તેઓ ભયભીત થવાથી તેઓ તેમનં પતિ સોહનલાલ પાસે દોડી ગયા ત્યારે તેઓના પતિ દીવાન ખંડમાં સિગારેટના ધૂમાડાંમાં ઘેરાયેલા હોઈ, સજનબા તેઓને દૂરથી ઓળખી ના શકયા અને મોટી ચીસ પાડી દીવાન ખંડના દરવાજે ફસડાઈ પડ્યા.

કાતિલ ઠંડીની તે પૂનમની રાત્રિએ, બા એ પાડેલી એકાએક ચીસના અવાજથી સોહનલાલ ધ્રુજી ગયા. અવાજ તરફ નજર જતાં જોયું તો, તેમની આંખે દરવાજે લોહીથી ખરડાયેલા તેમની બહેન રૂપકુંવારબાનો ચોધાર આંસુએ રડતો ડરામણો ચહેરો જોયો, અને કાને કણસતા અવાજે બહેનનો સાદ પડતો હોય તેવો આભાસ થયો ..." સોનું ... સોનું.. તું ક્યાં છે... મ્હારાથી તું આટલો દૂર કેમ રહે છે..? જલ્દી આવ, હું ક્યારની "રાખી" લઈને તારી રાહ જોવુછું, મ્હારા વીરા ...સોહનલાલે તેઓના વારસો પહેલા ગુજારી ગયેલા બહેન અત્યારે હાથ ફેલાવી બોલાવી રહ્યા હોય તેવું લગતા ડરી, હાથમાં રહેલી સિગારેટને ઝડપથી ફૂંકવા માંડ્યા, જ્યારે તેમની આંગળીએ સળગતી સિગારેટના સળગતા ગલથી ( છેડાં) દાઝ્યા ત્યારે તંદ્રા તૂટી અને જોયું તો દરવાજે તો તેઓના પત્ની સાજનબા ફસડાઈ પડેલા હતા, સોહનલાલે દાઝેલી આંગળીને તેઓના મોમાં મુક્તા દરવાજે દોડ્યા. અને રઘુ રસોયાને રાડ પાડી પાણી મંગાવ્યું અને તે છાંટી, સાજનબાને મૂર્છામાંથી જાગૃત કર્યા.

સાજનબાએ કળ વળતાં આકાશ હજુ પહોચ્યો નથી તેની ચિંતા વ્યક્ત કરી, .સોહનલાલે બા ને ગાલે ટપલી થપકારતા બોલ્યા ..ઓહ..ઓહ.. તમે, ભારે અજંપા વારા છો હો ... નાહકની ચિંતા ના કરો ... આકાશ વયસ્ક છે .. યુવાન હૈયા છે ... થાય મોડુ .. તેમાં આપણે ચિંતા નહી કરવાની, તેવું કહેતા બા ને ટેકો આપી દીવાન ખંડમાં લઈ આવી સોફા ઉપર બેસાડી રધુ ને રવના કર્યો, પણ રાયજી (સાજનબા તેમમાં પતિને રાયજી કહેતા) અને  તરત આકાશને મોબાઈલ લગાવ્યો પણ મોબાઈલ "નો" રિપ્લાય આવતો હતો. મોબાઈલ ઉપર આકાશનો સંપર્ક ન થતાં સોહનલાલ પણ મુંઝાયા, કઈ અજુગતું બન્યું હોય તેવી આશંકાએ હવે ડરી ગયા, પણ તેઓએ ડરને ચહેરા ઉપર દર્શાવ્યા વગર, સાજનબાને હયા ધારણ આપી, નાઈટસૂટ ઉપર ઓવરકોટ ચડાવ્યો અને તેમની મર્સિડિજ લઈ ફાર્મ હાઉસ પહોચ્યા, ગેટ ઉપર લખુ-દરવાન ઝોકે ચડેલો એટલે હોર્નના અવાજને પ્રતીભાવ ના આપ્યો છેવટે સોહનલાલે ગાડીમાંથી ઊતારીને ગેટ ખોલ્યો, અને તેટલામાં લખુ-દરવાનનું જોકું પત્યુ, જોયું તો મોટા શેઠ હતા, હાથ જોડતા બોલ્યો બોલો શેઠ આતો જરા ખાવાનું ભારે હોવાથી ... કઈ વાંધો નહીં લખું, અરે તારા નાના શેઠ .. લખુએ વાતને કાપતા બોલ્યો તેઓ અને વહુબા હજુ ફાર્મમાં છે, ગાડી બહાર નથી નીકળી.

સોહનલાલે મારકો-પોલોની સિગાર પેટાવી એક ઊંડો કસ લેતા એક નજર કાળા ડુંગરની તળેટીમાં નાખી, ત્યારે ચિત્તા, વરુ, શિયાળ, ઝરખ, હાથી,સાપ, કરચલા, જંગલી ઘુવડ, વીંછીઓથી ભરપૂર ડુંગરની તળેટીમાં ... અર્ધ રાત્રિએ તેઓએ એક બિહામણા ઝરખને સાસલા પાછળ દોડતું જોયું, પણ પિસ્તોલ હાથવગી નહતી એટલે તેઓ સસલાને બચાવી ના શકયા. અને સસલાની તીણી ચીસ શમે, ત્યાં તો હવેલીના ટાવર ઉપર લાગેલી ઘડિયાળે રાત્રિ અઢી વાગ્યાનો ડંકો વાગ્યો, ઝરખને સાસલાની ઝ્દપના હોરર સીન જોયા પછી, પોતાની પાસે અત્યારે પિસ્તોલ નથી, તે બદલ રંજ મહેસૂસ કરતાં સોહનલાલના શ્વાસો શ્વાસ એકાએક વધી ગયા, તેઓ તરતજ ગાડીમાં બેઠા અને દરવાજો લોક કરી લીધો અને લખું પણ સાથે ગોઠવાયો. થોડો સમય વિતતા, કોટ ના ખિસ્સામથી ચાંદીની સુરાહી કાઢી અંગ્રેજી દારૂનો ઘૂંટ મારી મન શાંત થતાં... વિચારતા હતા કે પોતાના સમયમાં લગ્ન પછી પણ, પત્ની સાથે નિકટતા મેળવવી કેટલું મુશ્કેલ હતું ! અને આજે લગ્ન પહેલાની મોકળાશ કેટલી સહજ છે ! તેઓએ ગાડીના ડેશ બોર્ડ માથી મારકો-પોલોની સિગાર કાઢી પેટાવી, સિગારના દરેક કસથી ગાડીમા "કેપહચીનો" ની મહેકથી (કડવી કોફીની સુગંધ) ગાડીના ઠંડા વાતાવરણને વધારે અલહાદક બનતું હતું, સોહનલાલની આ માનીતી બ્રાન્ડ હતી જ્યારે હળવા મૂડમા હોય ત્યારે સામાન્ય રીતે અડધી કલાક ચાલતી આ સિગારને તેઓ આંઠ થી દસ મિનિટમા ફૂંકી મારતા. લખું, તેના શેઠના આવા સ્વભાવથી વાકેફ હતો, શેઠ આવે સમયે તેને પણ બચેલા થોડા કસનો લાભ આપતા હતા. સિગારના ઠૂંઠાના કસની આશાએ ગાડી પાસે ઊભો રહ્યો અને તેને આજે શેઠે અડધી પતાવેલી સિગાર તેને હવાલે કરી તો, આજે લખૂના આનંદનો પાર ના હતો. લખું સિગાર બુઝાવા જતો હતો ત્યાં સોહનલાલ બોલ્યા, નહીં લખું ઉતાવળ નથી તું પણ આજની પાર્ટીને સિગારની લેહઝત લઈ યાદગાર બનાવ, તારી સિગાર પતે પછી આપણે બંગલે જઈએ.

ક્રમશ:


Rate this content
Log in

Similar gujarati story from Horror