બાર રાજકુમારી
બાર રાજકુમારી


બાર રાજકુમારી
પ્રાચીન કાળની આ વાત છે. એક રાજ્યનો એક રાજા હતો. આ રાજાને બાર દીકરીઓ હતી. આ બારેય દીકરીઓની વાત જ શું કરવી ! એટલી તો સુંદર કે ના પૂછો વાત. એક કરતાં એક ચડિયાતી. સમય વહેતો ગયો. આ રાજકુમારીઓ હવે યુવાન થઈ ગઈ હતી. હવે આ રાજાને પોતાની દીકરીઓના લગ્નની ચિંતા થવા લાગી હતી. એટલે તેણે પોતાની રાજ્કુમારીઓના લગ્ન કરવાનું નક્કી કર્યું.
પણ લગ્નમાં એક સમસ્યા હતી. તે એ હતી કે આ બારેય રાજકુમારીઓ રાત પડે એટલે આખી રાત નાચતી હતી. કોઈને ખબર પણ ન પડતી કે આ રાજકુમારીઓ ક્યાં જતી હતી. આ વાતથી રાજા તો હેરાન પરેશાન થઈ ગયો હતો. તેણે રાજ્કુમારીઓને બહાર જતી અટક્વા રાજમહેલના દરવાજા બંધ કરાવ્યા. જેથી રાજકુમારીઓ બહાર ન જઈ શકે. આ કોશિશ પણ નાકામ રહી. તેણે જોયું કે રાજકુમારીઓ કાણું પાડીને તેમાંથી બહાર જતી રહેતી હતી. હવે રાજાને ખુબ જ ચિંતા થવા લાગી. એટલે તેણે પોતાના પ્રધાન સાથે આ વાતની ચર્ચા કરી. તેમના પ્રધાને એક ઉપાય બતાવ્યો.
તે મુજબ રાજાએ પોતાના રાજ્યમાં ઘોષણા કરી કે જે કોઈ યુવાન આ રાજ્કુમારીઓનું નાચવાનું રહસ્ય બતાવશે તેને મનગમતી રાજકુમારી સાથે પરણાવવામાં આવશે. અને રાજાના મરણ પછી તે વારસદાર રાજા બનશે. પણ જો યુવાન પડકાર સ્વીકાર્ય પછી ત્રણ દિવસમાં આ રહસ્ય નહિ શોધી શકે તો તેને મૃત્યુદંડ આપવામાં આવશે. આ સમાચાર બધે જ ફેલાઈ ગયા.
આ જાહેરાત સાંભળી બાજુના રાજ્યમાંથી એક રાજકુમાર આ આ નગરમાં આવ્યો. તેણે રાજાના આ પડકારનો સ્વીકાર કર્યો. કે હું આ રાજ્કુમારીઓના નાચાવનું રહસ્ય શોધી કાઢીશ. રાજાએ ખુશ થઈને તે યુવાનું ભવ્ય સ્વાગત કર્યું. રાજા એ તે યુવાને પોતાની સાથે જમવા બેસાડયો. ભોજન બાદ રાજમહેલના આલીશાન કક્ષમાં તેની વસવાટની વ્યવસ્થા ક
રી હતી. આ કક્ષ રાજ્કુમારીઓના રૂમની બાજુમાં જ હતો. જેથી રાજકુમાર રાજ્કુમારીઓના નાચવાનું રહસ્ય શોધી શકે.
હવે રાત પડી રાજકુમારીઓના રૂમનો દરવાજો ખુલ્લોજ રાખવામાં આવ્યો હતો. રાત પડી એટલે રાજકુમારે રાજ્કુમારીઓની ચોકી કરવાનું શરુ કર્યું. તેમની પર નજર રાખવા લાગ્યો. એક રાજકુમારી આવીને રાજકુમારને શરબત પાવી ગઈ. શરબત પીવાથી તેને ઊંઘ આવી ગઈ અને તે સુઈ ગયો. આ બાજુ રાજકુમારીઓ બહાર નાચવા ચાલી ગઈ. સવારે રાજકુમાર જાગ્યો તો તેણે જોયું કે રાજકુમારીઓ બહારથી આવી રહી હતી. તેની એક રાત તો આમ જ જતી રહી. આવું બે રાત સુધી ચાલ્યું. રાજકુમાર રાજ્કુમારીઓનું રહસ્ય હજી સુધી જાણી શક્યો નહિ. આમને આમ ત્રણ દિવસ પુરા થયા. અને ચોથા દિવસે રાજકુમારને મૃત્યુદંડ આપવામાં આવ્યો.
હવે રાજા નીરસ થઈ ગયા. રાજ્કુમારીઓનું રહસ્ય હતું. વળી મૃત્યુદંડના ડરથી કોઈ આ સમસ્યાનો ઉપાય શોધવા ન આવતું હતું.
હવે એક દિવસ રાજ્યનો એક સૈનિક રાજા પાસે આવ્યો. તેણે રાજાને હાથ જોડીને કહ્યું. મહારાજ આપણી રાજકુમારીઓ કયા જાય છે તે મને ખબર છે. એ વખતે રાજકુમારીઓ પણ ત્યાં દરબારમાં હાજર હતી. રાજાએ સૈનિકને પૂછ્યું , ‘ક્યાં જાય છે મારી દીકરીઓ ?’ ત્યારે સૈનિકે કહ્યું, ‘મહારાજ આપણી દીકરીઓ મહેલના ભોયરામાં જાય છે.’ રાજકુમાંરીઓએ સૈનિકને પૂછ્યું, આ વાતની તમારી પાસે શું સાબિતી છે ? ત્યારે સૈનિકે પોતાની પાસે રહેલું એક ઝાંઝર બતાવ્યું. જે એક રાજકુમારીના પગમાંથી તૂટીને ત્યાં ભોયરામાં પડ્યું હતું. પછી રાજ્કુમારીઓએ સૈનિકની વાત સ્વીકારી લીધી.
રાજાએ પણ પોતાની શરત મુજબ તેની ગમતી એક રાજકુમારી સાથે તે સૈનિકના લગ્ન કરાવ્યા. અને પોતાના મૃત્યુ પછી એ સૈનિક જ આ રાજ્યનો રાજા બનશે તેવી જાહેરાત કરી.