STORYMIRROR

Zalak bhatt

Inspirational

4  

Zalak bhatt

Inspirational

“ બાપ એ બાપ ”

“ બાપ એ બાપ ”

6 mins
161

“બાપ એ બાપ”

મુખ્ય પાત્ર

કમલેશ કાકા : રીટાયર્ડ શિક્ષક

કુંદન કાકી : કમલેશ કાકાના વહુ

અમન : તેમનાં પુત્ર

Annnie – અમનની વહુ

રાઘવ : અમનનો મિત્ર


સવાર થઈ હતીને પંખીઓનો કલરવ સંભળાતો હતો.ને ઘરમાં “जीना यहाँ मरना यहा . . .” ગીત ગાતા કમલેશ કાકા રસોડામાં મસ્ત આદુ વાળી ચા બનાવી રહ્યાં હતાં. ચા બન્યાં બાદ બહાર આવીને હાથમાં રહેલ ટ્રેને ટેબલ પર મૂકીને હેલો પાડે છે. ”ચાલો, શેઠાણીજી ચા તૈયાર છે.” ને આ સાદ સાંભળીને રૂમમાં અગરબત્તી ફેરવતાં કુંદન કાકી બહાર આવે છે. તે જરાં અચકાયને બોલે છે “લો,તમે ભી શું પણ !”

કમલેશ કાકા: સાચે જ કુંદન,ટીચરની સર્વિસ કરતાં-કરતાં હું ક્યારે ડટીચર બની ગયો ખબર જ ના પડી હા, એ છે કે મારા વિદ્યાર્થીઓને મેં મારા દિકરા-દિકરી તરીકેજ ભણાવ્યાં છે. પણ,સ્ટાફમાં એક આદર્શ શિક્ષક તરીકે રહેવું એ ભી આજના સમયમાં મુશ્કેલ છે. આજના દિવસે હું ખુદને પૂર્ણ પણે મુક્ત અનુભવ કરું છું. ને હવે તો આપણા અમનનું ભાવિ ભી ઉજ્જવળ છેને ? કેમકે,ઇટલીને અમેરિકામાં પોતાના પ્રોજેકટનું પ્રદર્શન કરવા જાય છે.

કુંદન કાકી: તમને તેનું ભવિષ્ય ઉજ્જવળ દેખાય છે પણ,મને જરાં ભય છે. કે ત્યાંની વેશભૂષામાં જો તે અટવાયો તો પછી આપણું કોણ ?

કમલેશ કાકા : કુંદન, યુ છેને વિચારે છે વધુ વિચારવાનું છોડને લે, આ મસ્ત ચા પી’લે માઈન્ડ ફ્રેશ થઈ જશે.

(કાકા-કાકી ચા પીવે છે)

ત્યાં જ અમનનો ફ્રેન્ડ રાઘવ ત્યાં આવે છે. ને કાકા-કાકીને અમન આવવાનો છેની ખબર આપે છે. કમલેશ કાકા રાઘવને ભી ચા પીવડાવે છે. ચા પી’ને રાઘવ અમનને તેડવા જાય છે. ત્યાં જ કાકી કહે છે

કુંદન કાકી : જોયું મેં કહ્યું હતુંને ? જો અમન આવવાનો હતો તો આપણને ખબર કેમ ના કરી? ને હમણાં ફોન ભી નથી કરતો.

કમલેશ કાકા: જો કુંદન તું ઘરમાંથી બહાર નથી નીકળી એટલે એજ – કાલના છોકરાને તું ના સમજી શકે. એમાં-બાપને ઈશ્વર માનવાના જમના હવે ગયાં. હવે,આ રીતે અચાનક કોઈ વાવડ આપેને એને સરપ્રાઈઝ કહેવાય. આપણે તો ખુશ થવું જોઈએ કે આપણો અમન આપણને સરપ્રાઈઝ આપી રહ્યો છે.

કુંદન કાકી : ઠીક છે, તમે કહો છો તેમ હશે, પણ મારા માટે આ મોટી સરપ્રાઈઝ છે.

રાતની ફ્લાઈટમાં અમન બેસે છેને બીજે દિવસે સવારે એરપોર્ટ પર ઉતરે છે. રાઘવ અમનને લેવા આવ્યો હોય છે. ને સામેનો નજારો જોઈ તે અચંભીત થઈ જાય છે. કે જે તેની સાથે પથ્થરને લખોટીથી રમતો હતો તે એકદમ શૂટ-બુટને ટાઈ તથા ગોગલ્સમાંને વળી, એની સાથે આ અજાણી બાઈ કોણ છે ?ગોરી છે, સારી છે ,પણ આવું ટૂંકું પહેરાતું હશે ? એ હશે કોણ ?રાઘવે આવતાં વિચારને રોક્યો. પછી આગળ વધ્યો ઓ અમન... અમન. આમ અમન ભી રાઘવને જોઈ ખુશ થયો. પછી રાઘવે અમનને ઈશારાથી પૂછ્યું આ કોણ ?ત્યારે અમન કહે છે તારી ભાભી. રાઘવનો વિચાર ખરેખર સાચો પડ્યો. તેણે ભાભીને નમસ્તે કર્યું. અમનને કાનમાં કહ્યું કે ‘કાકી-કાકાને ભી જાણ ના કરી ?’ અમન કહે છે ‘હમણાં પહોંચીએ એટલે ખબર પડશેને ‘

અમન : બોલ,ટારુ શું ચાલે છે ?

રાઘવ : હા,ભાઈ રાઘવને શું જોઈએ ? “થાળી,વાટકીને કલશો રોજ રાઘવનો જલશો” મારી ભાભી સાથે ઓળખાણ તો કરાવ

અમન: Ok, meet my friend Annie who is my childhood friend

(ઍની, આને મળો જે મારા બાળપણના મિત્ર છે)

ઍની : oh, indeed childhood seems more in them

(ઓહ,સાચે જ તેમનામાં બાળક પણું વધારે લાગે છે.)

રાઘવ ,અમનને રસ્તામાં હોલ્ડ કરવાનું કહે છેને તે સમયે જ રાઘવ કાકાને બધી વાત કરે છે. આ સાંભળી કાકાને શોક જરૂર લાગે છે પણ,બીજી જ ક્ષણે બાજી પલટાવવાનું વિચારે છે. ને આ બાબતની જાણ તે કાકીને કરે છે. ને પછી, ધીમે થી કાકીના કાનમાં કાંઈ કહે છે. ત્યારે કુંદન કાકી ખુશ થઈ જાય છે. ને પછી અમન,રાઘવ તથા ઍની ઘરના આંગણે આવી પહોંચે છે.

કમલેશ કાકાને કુંદન કાકી મસ્ત રેડી થઈને હિંચકા પર બેઠાં હોય છે. જ્યારે રાઘવ, અમન અને ઍનીને લઈને અંદર આવવા જાય છે ત્યારે કાકા તેને રોકે છે રાઘવ અને અમનને અંદર આવવા દે છે. પણ,ઍનીને ત્યાંજ રોકે છે ઍની વિચારમાં પડી જાય છે. ત્યાં જ કાકી આરતીની થાળી લઈને આવે છે. જેમાંથી ઍનીને કંકુનો ચાંદલો કરે છે, ચોખા ચોળે છે. ને લોટાથી નજર ઉતારે છેને લીંબુના ચાર કટકા કરી તેને ચાર દિશામાં ફેંકે છે. આંખે આંજેલા આંજણનું એક ટીલું તે ઍનીના કાન પાછળ કરે છે. પછી,ફુલોથી વધાવી દઈને ઍનીના કંકુ પગલાં કરાવે છે. અમન તો વિચારમાં જ પડી જાય છે કે આ શું થઈ રહ્યું છે ?

હવે,કાકી,અમનનું હેમ-ખેમ પુછીને ઍનીને રમમાં લઇ જાય છેને તમારી આવવાની ખુશીમાં આપણે પાર્ટી રાખી છે તેથી ફ્રેશ થઈને પાર્ટીવેર પહેરી રેડી થઈ જવાનું ઍનીને કહે છે. અહીં કાકા પણ અમનને પાર્ટી માટેનો શૂટ આપે છે.  જોત-જોતાંમાં તો નજીક રહેતા કાકા-મામાના ઘર આવવા લાગે છેને. પાર્ટીમા ભી અમન માટે ગીત ગવાઇ છે” મોર તારી સોનાની ચાંચ. . . મોર તારી રૂપાની ચાંચ. . . . .” ઍનીને અમને માઈન્ડથી રેડી રાખી હતી કે ઘરમાં આ વાતની કોઈને ખબર નથીને અહીં,આવડો ઉત્સાહને સરળતા જોઈ ઍની અમનથી નારાજ થઈ જાય છે. પણ,પાર્ટીને તે પૂર્ણ પણે માણે છે. ને અમન પોતાના લોકો વચ્ચે ભી એકલો થતો જાય છે. કાકા આ વાત જાણતાં હોય છે. છતાં,તે ઍનીની નજીક જઈને કહે છે

કાકા: For you we have ordered a set from Tanishq which is small but you need to like it. Yes, the design is selected by Aman(તમારા માટે અમે તનિષ્કમાંથી સેટ મંગાવ્યો છે.જે નાનો છે પણ તમને ગમશે જરૂર,હા,ડિઝાઇન અમન દ્વારા સિલેક્ટ થયેલી છે)

આ સાંભળી ઍની ખૂબ ખુશ થાય છેને કાકાને thanks papa કહે છે. પણ,અમન સાથે બોલતી નથી પાર્ટી પુરી કરી થાકેલા સૌ સુઈ જાય છે. સવાર પડે છેને ફરીથી કાકા પોતાના મૂડમાં ગીત ગાતા ચા બનાવતા હોય છે. ઍની તો સવારનો આ માહોલ જોઈને જ Excited(ઉત્સાહિત) થઈ જાય છે. કાકી અગરબત્તી લઈને બહાર નીકળે છે અને ઍનીને તેની આરતી લેવાનું કહે છે. સુગંધિત વાતાવરણને ઍની થોડું આંખો બંધ કરીને માણે છે. પછી,તે તુરંત કાકાને કહે છે

ઍની: let me make tea ,dad sit down  (પપ્પા, તમે બેસો હું ચા બનાવું છું)

ને કમલેશ કાકા તેના માથા પર હાથ મૂકીને હિંચકે જઈ બેસે છે. કાકી તરત જ ઍનીને ચા-ખાંડ આપવા આવે છે. ને ઍની ચા બનાવે છે. એ ત્રણેય સાથે ચા પીવા જતાં હોય છે ત્યાં જ અમન આવે છે. આ નજારો જોઈને વધુ ગુસ્સે થાય છે.કમલેશ કાકા સમય જોઈને ઍનીના હાથમાં 501/-નું કવર આપે છે.

ઍની: આશ્ચર્યમાં why ?

કમલેશ કાકા : that mens you made tea in our house for the first time(કેમકે,તે અમારા ઘરમાં પહેલીવાર ચા બનાવી)

હવે,રાઘવ નથી રહી શકતો તે કહે છે

રાઘવ: પપ્પા, what is this ? હું તમારો દિકરો છુંને ઍની તમારી વહુ, તમે ઍનીને કઈ રીતે ઓળખો છો ? ત્યારે ઍની કહે છે.

ઍની: Raghv, what are you staying? I don’t know, but you shouldn’t talk to the elders like this

(રાઘવ તું શું કહે છે ,મને ખબર નથી પણ વડિલોની સાથે આમ વાત ના કરવી જોઈએ)

બસ,પપ્પા,આ જ બાકી હતુંને ? પછી તે ઍનીને કહે છે

રાઘવ : Annie now should go back in flight  (ઍની ,હવે આપણે ફલાઇટમાં પાછા જવું જોઈએ)

ઍની :No, if you want to go, go but i will not leave my parents(ના, તારે જવું હોય તો જા, પણ,હું મારા મમ્મી-પપ્પાને છોડીને નહિ આવું.)

આ સાંભળી કમલેશ કાકાની આંખમાં આંસુ આવી જાય છેને તેઓ રાઘવને કહે છે

કમલેશ કાકા : જો,રાઘવ,આ કાલે જ મળેલી છોકરી જે અમને ઓળખતી નથી અમે તેને નથી ઓળખતા છતાં, લાગણીનો અનુભવ અમે કરી શકીએ છીએ. તું તો અમારો દિકરો છોને ? હું માનું છું કે અત્યાર સુધી કર્યું તે અમે ખોટું કર્યું. પણ,તે શું સાચું કર્યું ?મેરેજ કર્યાને મા-બાપને ખબર નૈ ? જા, હું રિટાયર્ડ થયો છુંને પૈસા લઈ જા પણ... હજુ આગળ બોલવા જાય ત્યાં જ 

રાઘવ તેમના પગે પડે છે ને ધ્રુસકે -ધ્રુસકે રડે છે. i am sorry Papa. મને માફ કરી દો.મારી બહુ મોટી ભુલ થઈ ગઈ. હું એ ના સમજી શકયો કે મારા પપ્પા જે બીજાના છોકરાને સુધારતા હોય તો હું તો તેનો જ દિકરો છું. હવે, હું અહીથી ક્યાંય પણ નહીં જઉને ઍની ભી. આમ કહી ઍનીને બોલાવે છે. ને બંન્ને જણા મમ્મી-પપ્પાને પગે લાગે છે. કુંદન કાકીની આંખમા ભી હર્ષના આંસુ આવી ગયાં. તેઓ બોલ્યાં

કુંદન કાકી : મને થયું અમન કે હવે મને મારો દિકરો પાછો નહિ મળે, પણ,આજ તો મારો દિકરોને સાથે એક દિકરી ભી મળી ગઈ ! ‘હંમેશા ખુશ રહોને બીજાને ખુશ રાખો’ એમ આશિર્વાદ આપે છે.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational