Ayushi Selani

Inspirational Classics Drama

4  

Ayushi Selani

Inspirational Classics Drama

બાની ડબ્બી

બાની ડબ્બી

2 mins
14.2K


"શું ખાંખાખોળા કર્યા કરો છો આખો દિવસ બા? કઈ કામધંધો જ નથી તમારે તો બધુંય વિખવા સિવાય, પછી આ બધું સરખું અમારે કરવું પડે. તમે તો ખો-ખો કરતા પડ્યા રહો આખો દિવસ." સાવિત્રી તેની સાસુને "વઢતી" હતી.

વનિતાબાની ઉમર પંચ્યાસી વરસ. જેન્તીકાકા તો પાંચ વરસ જ પેલાં જ ગામતરું કરી ગયેલા ને ત્યારથી વનિતાબાની તબિયત સારી-નરસી રહેતી. જે વનિતાબા કામ કરવામાંથી નવરા ના પડતા એ વનિતાબાએ જ્યારથી કામ કરવાનું બંધ કરી "એક ડબ્બી" ખોજવાનું શરૂ કર્યું હતું, આખું ઘર એમને વઢ્યા કરતું.

દીકરો શિવમ મોટો સાહિબ. તે ઘરે ન હોય આખો દિવસ પણ જેવો ઘરમાં આવે ને જોવે બાને ડબ્બી ખોળતા તો ખીજવાય જાય.

વહુ સાવિત્રી મોટી સ્કૂલમાં અંગ્રેજીની ટીચર હતી. તે એય સવારની જતી રહેતી પણ ઘરમાં પગ મૂકતાવેંત જયારે બાને ડબ્બી ખોળતા જોવે ને વઢવા લાગે. પૌત્ર સમર ને પૌત્રી સમસ્તી પણ બાને પોતાનો રૂમ અસ્તવ્યસ્ત કરતા જોઈ ગુસ્સે થતાં. અધૂરામાં પૂરું હોય તેમ હવે તો કામવાળી ને રસોઈવાળી પણ બાના આ "ગાંડપણ" જોઈને કંટાળ્યા હતા તે બોલવા લાગતાં.

આજ રવિવારની સવારે પેલી વાર બધા ઘરે હતા સાથે, "ડબ્બી પુરાણ"ની ગુત્થી સુલઝાવવા માટે. ડાઇનિંગ ટેબલ પર મિટિંગ હતી ચારેય સદસ્યો હાજર હતા ને ભાભીએ નણંદને નણદોયાજી નેય બોલાવ્યા હતા. બાને ગુનેગારની જેમ ઉભાં રાખ્યાં ને બધાંય ખુરશી પર બેઠાં.

શિવમ બોલ્યો, "બા આજે તો તમારી આ ડબ્બીનું રહસ્ય મને કહેવું જ પડશે તમારે બાકી ત્યાં સુધી કોઈ તમારી સાથે વાત નહિ કરે ઘરમાંથી." સાવિત્રી એ પોતાના પતિની વાતમાં ટહુકો પુરાવ્યો.

બા સહેજ "મૂછમાં હસ્યાં" ને બોલ્યા, "અલ્યા મારા વહાલા, તે તું ક્યે દી વળી તારી મા હારે શાંતિથી વાત કરવા બેસે છે હેં ? તે કે છે કે બોલીશ નહિ. ને વહુ તમેય ક્યાં તમારા ટીચરના "પોરગરામો"માંથી ઊંચા આવો છો. ને મારા રોયાવ સમરયા, ને તું સમતી ક્યે દાડે તમારા મોબાઈલમાંથી ઊંચા આવ્યાં? ઘરના હંધાય આખો દિ મોબાઈલમાં મંડ્યા હોય છે. મારે તમારી હારે બેસીને સુખદુઃખની વાતું કરવી હોય, પછી ભલેને "દસ મિલિટ" કરો. પણ તમે તો આ "મોબલા"માંથી ઊંચા જ નથી આવતા. મોકાણ કરી છે આ મોબાઈલ એ તો. એટલે મેં જ વિચાર્યું કે હવે તો તમે બધાય મારી કને સામેથી આવો ને એવું કઈંક કરવું છે. એટલે આ "ડબ્બી"નું કાવતરું સર્જ્યું... તે તમારું મગજ ગોટાળે ચડે ને તમારી મા તમને "યાદ" આવે."

"બાકી હું કોઈ ડબ્બી નથી ખોજતી મારા વહાલા "ડબ્બા...ઓ."


Rate this content
Log in

Similar gujarati story from Inspirational