Ayushi Selani

Others

0  

Ayushi Selani

Others

રામીમાંનું ઋણ

રામીમાંનું ઋણ

6 mins
521


“એ દળાવતા જાવ... બાયું બધીય દૈણા દળાવતા જાવ..!”

અમદાવાદનો એ પોળ વિસ્તાર અને તેમાં ઘંટી ચલાવતા રામીમા.

રામીમા ને એક જ દીકરો.. નામ તેનું રૈવત. તેમના વર ગોપુભાભા તો દસ વર્ષ પહેલા જ દેવ થઇ ગયેલા. એ પછી રામીમા તેમના છોકરા 

સાથે અહીં પોળમાં રહે. ગોપુભાભા હતાત્યારે એ રીક્ષા ચલાવતા ને રામીમાને આ પોળમાં જ નાનકડી દુકાન લઇ દીધી હતી. તે સમયે 

રૈવત દસ વર્ષનો હતો. તે આખો દિવસ સ્કૂલે જાય એટલે રામીમાઘરમાંકંટાળીજાય! ગોપુભાભાને વિચાર આવ્યો કે રામી કંઈક કરે તો ઘરમાં પૈસાય આવે ને એનો કંટાળો પણ દૂર થાય.

તે સમયે આ દુકાન બે હજાર ભાડે મળતી. ને વેચાતી વીસ લાખની 

હતી..! ગોપુભાભાએ પોળનું પોતાનું મોટું મકાન વેચીને નાનું એક 

ઓરડી વાળું મકાન લઇ લીધુંને વધેલાપૈસામાંથી આ દુકાન ખરીદી 

લીધી..!

હવે વારો હતો રામીમાનો. દુકાન શેની કરવી એ વિચારમાંને વિચારમાં તે આખો દિવસ ગુંથાયેલા રહેતા. એક  દિવસ  બાજુવાળા  રંભાકાકી  તેમન  ઘરે આવ્યા.

“એ રામી, તારી ઘીરે મકાઈનો લોટ પૈડો છ કે..? આ જો ને અમારે મેહમાન આઇવા છ તી વહુને કંઈક નવીન બનાવું છ.. ને ઈ હાટુ મકાઈનો લોટ જોય છ. માર છેક બે કિલોમીટર જાવું પડે તયે ઘંટીવાળો ને લોટવાળો આવે છ.આય કરિયાણા વાળો તો બહુ મોંઘા ભાવે આપે છ..! એટલે તારી પાહે હોય તો દે."એ સમયે રામીમાઁએ રંભાકાકીને મકાઈનો લોટ તો આપ્યો પણ તેમના મનમાં ઘણા દિવસોથી ચાલતી ગડમથલ દૂર થઇ ગઈ.. 

 

બીજા જ દિવસે ગોપુભાભા સાથે જઈને મોટી ઘંટી લઇ આવ્યા અને દુકાનમાં દૈણા દળવાનું શરૂ કર્યું.. સાથે સાથે જ બધી જ જાતના તૈયાર લોટ પણ રાખવાના જ..!! 

 

એટલું જ નહિ રામીમાઁ લોટનો ભાવ સાવ સસ્તો રાખતા.. બજારમાં જે બાજરાનો તૈયાર લોટ ચાલીસ રૂપિયે કિલો હોય, રામીમાઁને ત્યાં એવો જ સરસ બાજરાનો લોટ ખાલીત્રીસ રૂપિયામાં મળે.. કોઈનું લઇ લેવાની વૃત્તિ તેઓ ક્યારેય ના રાખતા... તેમની પાસે દરેક પ્રકારના તૈયાર લોટ મળે.. અને દૈણુ પણ સાવ સસ્તામાં જ દળી દે..!! 

 

આખો દિવસના થાકેલા રામીમાઁ સાંજે આઠ વાગ્યે ઘંટી બંધ કરીને ઘરે જાય ને પછી ગોપુભાભા ને રૈવત માટે જમવાનું બનાવ.. રૈવત પહેલેથી જ ભણવામાં હોશિયાર એટલે એનેનદીપાર મોટી સ્કૂલે ભણવા બેસાડ્યો હતો..!! 

 

ધીમે ધીમે રામીમાઁની ઘંટી જામતી ગઈ.. હવે આજુબાજુની કેટલીય પોળમાંથી લોકો રામીમાઁ પાસે જ દૈણુ દળાવવા ને લોટ લેવા આવતા.. 

 

દસ વર્ષ પહેલા ગોપુભાભા દેવ થઇ ગયા ત્યારે રૈવત પંદર વર્ષનો હતો..! ગોપુભાભાના ગયા પછી રામીમાઁએ બધું કુશળતાપૂર્વક સંભાળી લીધું હતું. રૈવતે બાર સાઇન્સ પાસ કર્યુંપછી એને નિરમા યુનિવર્સીટીમાં એડમિશન મળી ગયું.. તેને રહેવાનું યુનિવર્સીટીમાં જ હતું એટલે રામીમાઁને છોડીને તે તો ભણવા જતો રહ્યો.. શનિ-રવિ એક વાર માઁને મળવાઆવી જાય.. તોય રામીમાઁ તો ખુશ જ હતા..!! એમનો દીકરો એન્જીનીયરનું ભણી રહ્યો હતો ને આગળ વધી રહ્યો હતો એ જોઈને એમના દિલને ટાઢક વળતી..

 

આમ ને આમ ચાર વર્ષ વીતી ગયા.. ભણીને રૈવત પાછો પોળમાં આવી ગયો અને રૈવતને અમદાવાદમાં જ ટીસીએસની નવી થનારી ઓફિસમાં સોફ્ટવેર એન્જીનીયર તરીકેનીજોબ મળી ગઈ..!! 

 

જોબ મળ્યાના છ મહિના પછી તેણે રામીમાઁને જણાવ્યું કે તેની સાથે નોકરી કરતી રાવિને તે પ્રેમ કરે છે..! રામીમાઁ તો દીકરાની ખુશીમાં ખુશ..!! બે જ મહિનામાં લગ્ન થઇગયા..!! 

 

પછી શરૂ થયો કંકાસ..!!!! 

 

પહેલેથી જ નવા અમદાવાદમાં રહેલી રાવિને પોળમાં જરાય નહોતું ગમતું.. રોજ ને રોજ તેને રામીમાઁ સાથે જાતજાતના ઝગડા થાય.. રામીમાઁ બિચારા બેય છોકરાઓ નોકરીએજાય એ પહેલા ટિફિન બનાવીને આપે ને રાતના પણ એ આવે ત્યારે જમવાનું તૈયાર રાખે.. કપડાંય જાતે ધોઈ નાખે ને વાસણ રાવિ જે એમનેમ મૂકીને ગઈ હોય તે માંજી લે..પાછા સમયસર ઘંટીએ પણ પહોંચી જાય.. છતાંય રાવિને તેની સાસુની કદર નહોતી.. કે નહોતું તેમના માટે માન..!! 

 

એક દિવસ આ બધા ઝગડાથી કંટાળીને રૈવતે રામીમાઁને બોલાવ્યા..

 

“મમી... મને લાગે છે આ જે બધું થાય છે તે આ પોળના કારણે જ થાય છે.. મેં નદીપાર નવું ઘર જોઈ રાખ્યું છે.. તારી આ દુકાન ને આ પોળનું ઘર વેંચતા પચાસેક લાખ જેવાઆવી જશે.. ને ત્યાં આપણે ત્રણ બેડરૂમનો નવો ફ્લેટ લઇ લઈશું.. એ પણ ક્લબ હાઉઝ વાળો જ.. અને ત્રણ બેડરૂમ હોય તો અમારે ફેમિલી પ્લાન કરવું હોય તો પણ તકલીફના પડે..!!! 

 

એટલે તું બધું પેક કરવા લાગ.. ને હા આ ઘંટી ખરીદવા ઘણાય ઘરાક છે.. કાલે હું મળવા બોલાવી લઈશ..! 

 

તું બસ અહીંથી નીકળવાની તૈયારી કર.. 

 

એટલે તારે ને રાવિને શાંતિ રહે..!!!”

 

રામીમાઁ ઘડીક વાર માટે તો સાવ મૂંગામંતર થઇ ગયા.. શું બોલવું તે તેમને સુજ્યું જ નહિ.. કદાચ તેઓ અંચબિત હતા..! તેમના વહાલા દીકરાને બૈરીનો અને દુનિયાનો રંગ લાગીગયો હતો.. 

 

જરા અમથું હસીને તેઓ બોલ્યા,

 

“દીકરા મારા તારી માઁ આ પોળમાં જ જન્મી છે ને આ પોળમાં જ મરશે..!”

 

તને જો પૈસા ઘટતા હોય તો તું આપણું ઘર વેચીને જે આવે એ બધા રાખ..!! 

 

હું અહીં પોળમાં ઓરડી ભાડે કરીને રહી લઈશ..! 

 

પણ આ દુકાન તો હું નહિ જ વેચું..!”

 

રૈવતને પોતાની માઁ પર ગુસ્સો આવ્યો.. સહેજ તીખા અવાજે તે બોલ્યો,

 

“માઁ, આ દુકાનમાંથી તને શું મળે છે એ મને કહીશ???? શું દાટ્યું છે તારું અહીં?? 

 

એક તો બજારભાવ કરતા પચાસ ગણું સસ્તું તું વેચે.. ને ઉપરથી બધાંય લોટ લેવા આવનારને જરૂર પડે તો મફતમાં દૈણુ પણ દળી આપે..!! 

 

શું જરૂર છે તારે ઢસરડાની??

 

તું તારે ઘર સાચવ.. અમારા છોકરા આવશે ત્યારે અને સાચવજે.. અમે બેય કમાઈએ જ છીએ..!!”

 

રામીમાઁને દીકરાનો સ્વાર્થ ચહેરા પર ચોખ્ખો વંચાઈ રહ્યો હતો.. 

 

તેને જવાબ આપતા તેઓ બોલ્યા,

 

“બેટા, આ દુકાન મારી જીવાદોરી છે..!! 

 

આ દુકાન થકી હું છું.. મને અહીં ખુશી મળે છે..!! 

 

બસ હવે વાત પુરી..

 

હું નહિ આવું.. તમારે જવું હોય તો કાલે જ મકાન વેચીને જતા રહેજો..!”

 

રૈવત આ સાંભળી પગ પછાડતો ઘરની બહાર ચાલ્યો ગયો.. 

 

પછીના થોડા જ દિવસમાં રૈવતે પોળનું મકાન વેચી નાખ્યું અને તેના પૈસામાંથી નાનકડો ફ્લેટ ખરીદી લીધો..

 

પોતાની ઘરડી માઁને તેના હાલ પર એકલી મૂકીને તે દૂર ચાલ્યો ગયો.. 

 

ઘંટીની દુકાન ના વેચીને, તેની માઁ પર મહેરબાની કરીને તેણે ધાવણની કિંમત ચૂકવી હતી..!!!!!!

 

રામીમાઁ રૈવત ગયો તે રાતે પોતાનો બધો સામાન લઇ દુકાને આવી ગયા... 

 

રાતના બાર વાગ્યા હશે..

 

તેઓ દુકાનના ઓટલે બેઠા હતા.. તેમની આંખમાંથી સતત આંસુ વહી રહ્યા હતા.. 

 

આંખની પાંપણ પર ભીનાશ છવાયેલી હતી.. કે ત્યાં જ તેમણે સામેથી દસ-બાર લોકોને આવતા જોયા.. પાંચ-છ સ્ત્રી અને સાત-આઠ પુરુષ હતા..!! બધા તેમની પાસે જ આવીરહ્યા હતા..!! 

 

રામીમાઁ એ બધાને જોઈને ઉભા થયા..!! 

 

તેમાંથી એક સ્ત્રી નજીક આવીને રામીમાઁને  ભેટી પડી..!! 

 

“અરે આ તો રંભાની વહુ છે..!!”

 

રામીમાઁએ વિચાર્યું..!

 

એક પુરુષ પાણીની બોટલ લઈને આવ્યો અને રામીમાઁને નીચે બેસાડીને પોતાના હાથે પાણી પીવડાવ્યું..!

 

“અરે આ તો પેલો નાનકો છે..!! તેની માઁએ લોટ માટે આપેલા પૈસામાંથી પોતાના માટે ચોકલેટ લાવતો અને મારી પાસેથી મફતમાં લોટ લઇ જતો..!!”

 

ત્યાં જ એક પોતાની ઉંમરની ડોશી શાલ લઈને આવી અને ઓઢાડી દીધી..

 

“લે આ તો જીવી છે..!! હજુય મારી દુકાનમાં એનું ખાતું હાલે છે..!!! કદાચ પચીસેક હજાર જેટલા ઉધાર છે.. છેલ્લા પંદર વર્ષના..!”

 

રામીમાઁ એ બધાને અહીં જોઈ આભા થઇ ગયેલા..! 

 

રંભાકાકીની વહુ સાવિત્રી બોલી,

 

“રામીમાઁ અમને બધી ખબર છે..!! તમારા દીકરા સાથેના અંજળપાણી ભલે ખૂટી ગયા પણ આ પોળ સાથેના અંજળ તમારે સાત જન્મેય નહિ ખૂટે..!

 

અહીં ઉભેલા દરેકના, અહીં રહેતા એકેએક વ્યક્તિના, અરે આજુબાજુની દસ પોળના દરેક વ્યક્તિના પેટમાં તમારો લોટ છે.. તમારું ઋણ છે..!! 

 

તમારે અહીં બેસી નથી રહેવાનું..!

 

ચાલો આજે અમારે ઘેર ચાલો. મહિના પછી તમને કોઈ બીજું તેડી જશે..!! વળી પાછું કોઈક ત્રીજું..! તમને ઘરે લાવવા સૌ આતુર છે..! 

 

અમે સૌ તમારું ખાધેલું અન્ન અને ઋણ ચુકવવા તૈયાર છીએ..!!!”

 

રામીમાઁની આંખમાંથી આ સાંભળી આંસુ વહી પડ્યા.. આ વખતે તે આંસુ હર્ષના હતા..!! 


Rate this content
Log in