bhatt bhushan

Classics Romance Fantasy

1.0  

bhatt bhushan

Classics Romance Fantasy

બાગબાન - એક ફૂલનો નિર્ણય

બાગબાન - એક ફૂલનો નિર્ણય

1 min
15K


એક સુંદર મજાનો બગીચો હતો. એમા કેટલાય સુંદર ફૂલ. હવે એ બગીચામાં તો ઘણાં માળી હતા પણ આપણી વાર્તામાં અહીંયા બે માળીની વાત છે. એક માળીનું નામ પ્રેમજી અને બીજા માળીનું નામ મેઘજી. નામ મુજબ જ બંનેના ગુણ. એક ખુબજ પ્રેમાળ અને બીજો બિનજરૂરી વરસ્યા જ કરે. એજ બગીચામાં એક સુંદર મજાનું ફૂલ હતું.

પ્રેમજીને આ ફૂલનું જતન કરવાની તેમજ તેને ખૂબજ પ્રેમ કરવાની તાલાવેલી લાગેલી. પ્રેમજી એ ફૂલની એટલી ધગશથી માવજત કરતો કે એ ફૂલને પણ પ્રેમજીથી પ્રેમ થઈ ગયો તો. અને એક બાજુ મેઘજી જેને એ ફૂલ ગમતું તો હતું પણ તે એ ફૂલને ચૂંટી લેવા માંગતો. હવે એ ફૂલને પણ મેઘજી સાથે તો ખાલી મિત્રતાના જ સંબંધ. પણ એ મિત્રતાને મેઘજી પ્રેમ સમજી બેઠેલો.

એક દિવસ એ ફૂલ અને પ્રેમજીએ હંમેશ માટે સાથે રહેવાનું નક્કી કર્યું. આ વાત જરા મેઘજીને ખટકી તો ખરા પણ તે કરે તો પણ શું? તેની પાસે પ્રેમજી અને આ ફૂલનો પ્રેમસંબંધ જોવા સિવાય બીજો કોઈ વિકલ્પ નહોતો. જોકે તે આ જોઈ નહોતો શકતો. પણ બીજી બાજુ પેલું ફૂલ મેઘજીને હજી પણ એજ મિત્ર સમજતું જે તે બહુ સમય પહેલાં હતો. ભલે મેઘજીનું પ્રેમજી સાથેનું વર્તન અત્યંત ખરાબ હોય પણ એ ફૂલને મનતો મેઘજી હજી એવોજ હતો જે તે પહેલાં હતો. પ્રેમજીને પણ મેઘજી માટે અત્યંત નફરત પણ એ ફૂલ ખાતર પ્રેમજી મેઘજી સાથે સંબંધ જાળવી રાખતો. 

એ ફૂલ એ મેઘજીને ઘણી વાર પૂછવાનો પ્રયત્ન કર્યો તો કે સાચે તારા મન છે શું? પણ મેઘજી જેનું નામ... ગાજ્યા મેઘ વરસે નહીં એમ આ મેઘજી પણ દર વખતે સાચું બોલવાના બદલે પાણીમાં બેસી જતો કે ના હું તો ખાલી મિત્ર જ છું... મારા મનમાં એવું કંઈજ નથી... સાચું બોલવાના બદલે તે હંમેશા વાતને ટાળતો. પ્રેમજીને આ જરા પણ ના ગમતું. અલબત્ત હવે તો પ્રેમજી મેઘજીને એટલી નફરત કરતો કે મેઘજી એ ફૂલ પાસે જાય તો પણ તેને તકલીફ થતી. આ વાતની જાણ પેલા ફૂલને હતી પણ એ ફૂલને પણ મેઘજી પ્રત્યે મિત્રતાની લાગણીઓ હજી અકબંધ હતી. 

પ્રેમજીની એ નફરત અકબંધ જ રહેશે. પોતાના જ ફૂલ સાથે મેઘજીનો આવો વર્તાવ પ્રેમજીથી સહન ના થતો. ફૂલને પણ ક્યારેક દુઃખ ચોક્કસ થતું પણ એ મેઘજી સાથે મિત્રતા છોડવા ના માંગતું. જે પ્રેમજીને પસંદ નહોતું. પણ પ્રેમજી જેનું નામ... એનો તો સ્વભાવ જ પ્રેમ કરવાનો, આથી પ્રેમજી કાયમ જ્યારે મેઘજી અને ફૂલ સાથે હોય ત્યારે દુઃખી મને પણ ચહેરા પર હાસ્ય રાખતો અને હજી પણ પ્રેમજી તો આવો જ રેહશે... પણ ફૂલએ મક્કમ મને કંઈક નક્કી ચોક્કસ કરવું પડશે...

ઘણા સમય પછી ફૂલ જ્યારે પ્રેમજી સાથે ખૂબ જ ખૂશ રહેવા લાગ્યું ત્યારે વાત એમ બની કે મેઘજીએ પ્રેમજી સાથે સંબંધો તોડી નાંખ્યા, વાત બંધ કરી દીધી એમ વિચારી ને કે સાલું પ્રેમજી એ તો ફૂલ સુધી પહોંચવા મેઘજી સાથે મિત્રતા કરી. પણ હકીકત કંઈક અલગ છે એ વાત તો ફૂલને પણ ખબર હતી. આથી ફૂલે મેઘજીને સમજાવ્યો અને કીધું કે હકીકત શું છે, પરંતુ ત્યારે તો મેઘજીએ એના કેહવાતા 'દ્રષ્ટિકોણ'ને જ પકડી રાખી પ્રેમજીને ઘણું સારું નરસું કહી દીધું. પણ હવે પ્રેમજી થાકી ગયો હતો. ફૂલ માટે તો બંને બહુ જ અગત્યના હતા કદાચ પ્રેમજી કરતા મેઘજી વધારે એટલે જ તો હજી સુધી કોઈ નક્કર નિર્ણય લેવાના બદલે વાતાઘાટોના સહારે બધુ ચલાવતા હતા... છેવટે મેઘજી નથી જ માનવાનો એવી ખબર હોવા છતા થોડી થોડી વાતો ચાલુ હતી, તેમાં મેઘજીને ખબર પડી કે જો ફૂલ સાથે રહેવું હશે કે ફૂલને ખીલેલું રાખવું હશે તો પ્રેમજી સાથે ના ઇચ્છતા પણ વાતતો કરવી જ પડશે..

સાલુ હંટરની બીકથી તો વાઘ પણ સર્કસની રીંગમાં કૂદે છે... પણ પ્રશ્ન એ છે કે શું સાચે જ વાઘની ઇચ્છા છે? અહીંયા લોકો લાગણીઓ કૂદે છે. 

છેવટે પ્રેમજીને ખબર અને બીક હતી એમજ થયું. આખરે પ્રેમજી હારી ગયો. શું કોઈના દ્રષ્ટિકોણ ક્ષણિક હોય છે? અને તે આટલા જલદી બદલાય ખરી જો તે ખૂબ જ મજબૂત રીતે ઘર કરી ગયા હોય તો? પ્રશ્ન ફૂલને હતો...

પણ પેલું કહેવાય છે ને કે "પિચ્ચર અભી બાકી હે મેરે દોસ્ત !" બસ આવું જ થયું પ્રેમજી અને ફૂલનાં જીવનમાં.

આખરે ફૂલએ નિર્ણય લઈ જ લીધો. ફૂલ પ્રેમજીને હારેલો તથા દુઃખી નોતો જોઈ શકતું. ફૂલ એ નિર્ણય કર્યો અને મેઘજી સાથેના સંબંધો પર પૂર્ણવિરામ મૂકી દીધું, પણ એ પૂર્ણવિરામ મેઘજીની માનસિકતા અને તેની વિચારવાની ક્ષમતા પર પ્રશ્નાર્થ ચિન્હ મૂકી ગયું. 

આજે ફૂલ પ્રેમજી સાથે અત્યંત ખીલીને રહે છે... પ્રેમજીએ ફૂલને પોતના દિલના બગીચામાં સર્વોચ્ચ સ્થાન આપ્યું છે અને પ્રેમજી ફૂલનું દિલથી જતન કરે છે અને તેની પ્રેમથી માવજત કરે છે.


Rate this content
Log in

Similar gujarati story from Classics