Exclusive FREE session on RIG VEDA for you, Register now!
Exclusive FREE session on RIG VEDA for you, Register now!

Dr.Riddhi Mehta

Drama


3  

Dr.Riddhi Mehta

Drama


અતૂટ દોરનું અનોખું બંધન -૧

અતૂટ દોરનું અનોખું બંધન -૧

3 mins 588 3 mins 588

પરી...ઓ પરી...!!! જલ્દી કર મોડું થાય છે, રિક્ષા આવી જશે...કરતી એક નાનકડી ઢીંગલી બુમો પાડી રહી છે. તે છે સાચી.

જ્યારે સામે તો કંઈ ફેર જ ના પડતો હોય તેમ ગોલુમોલુ અને ક્યુટી એવી પરી કહે છે આવુ છું થોડી શાંતિ રાખ....

એમ કહીને થોડી વારમાં પરી બે ચોટલામા મસ્ત ક્યુટી લાગતી પરી બેગ લઈને ભાગતી ભાગતી આવે છે...અને કહે છે તું બહુ ઉતાવળ કરે છે...કંઈ મોડુ નથી થયું !!

પરી તેના સ્વીટ શબ્દોમાં આવુ કહે છે એટલે તેની મમ્મી હસવા લાગે છે...કારણ કે આ તેનું રોજનું હતું.


ખરેખરમાં આ પરી સવારમાં ઉઠે જ નહી પરાણે ઉઠે એટલે મોટે ભાગે તેની આંખો બાથરૂમમાં નહાવા એની મમ્મી બેસાડે એટલે જ ખુલે.....!!!

પછી બંને જાય છે નીર્વી ના ઘરે તેને બોલાવવા માટે...તે તો ગેટ પાસે બંનેની રાહ જોતી ઉભી જ હતી.


નીર્વી નાની હતી પણ એકદમ પરફેક્ટનિસ્ટ હતી...ટાઈમ માં, કામમાં, બધામાં જ તે એકદમ સુઘડ અને પરફેક્ટ રહેતી. તે થોડી ઘઉવર્ણી હતી પણ મસ્ત ઘાટીલી અને સારી હાઈટ અને મિડિયમ બાંધાવાળી હતી. તેને એક વાર કહો એટલે કામ થઈ જાય જ...બીજી વાર યાદ કરાવવાની જરૂર પણ ન પડે.


પછી ત્રણેય સાથે રીક્ષા માં બેસી ને સ્કૂલમાં જાય છે. આ ત્રણેય બેસ્ટ ફ્રેન્ડસ છે. પણ ત્રણેય વચ્ચે બહેનો કરતાં પણ વધારે પ્રેમ છે..સ્કુલ થી માડીને ઘરે બધીજ જગ્યાએ બધા સાથે જ હોય.


ત્રણેય પાચમા ધોરણમાં ભણે છે. સ્કૂલમાં પણ ભણવામાં ત્રણેય એકથી ત્રણમાં જ હોય. સાથે બીજી બધી જ એક્ટિવિટીમાં પણ અવ્વલ નંબરે જ હોય. આખો દિવસ સાથે રમે.


રાત્રે લેસન પતાવીને રમતા રમતા કોઈ પણ એકના ઘરે ત્રણેય સુઈ જાય આ તેમનો નિત્યક્રમ છે. તેમના ફેમીલીમાંથી પણ કોઈ તેમને તેમની આવી સારી મિત્રતાને લીધે ના નથી પાડતા. બધાં એક જ સોસાયટીમાં રહે છે એટલે તેમની પર દેખરેખ પણ રહે.


નીર્વીના ફેમિલીમાં તેના નાની છે તે જ તેને સાચવે છે. તેના માતા પિતા તે બે વર્ષની હતી ત્યારે એક અકસ્માતમાં મૃત્યુ પામ્યા હતા. અને તેમાં નીર્વીનો ચમત્કારિક રીતે બચાવ થયો હતો. પછી તેના પરિવારમાં બીજુ કોઈ નહોતું તેથી તેના નાની તેને અહી લઈ આવ્યા છે. તેના નાનાને સરકારી નોકરી હતી તેથી તેમના મૃત્યુ પછી તેના નાનીને પેન્શન આવે છે અને સોસાયટીમાં પોતાનુંં ઘર છે આમ તેમનું ગુજરાન ચાલ્યા કરે છે.


જ્યારે પરીના પેરેન્ટ્સના ડિવોર્સ થઈ ગયા હતા તેથી તે તેના મમ્મી પાસે જ રહે છે. પણ એની મમ્મી ને ગવર્મેન્ટ ટીચરની જોબ હતી. તેથી તેમની આર્થિક પરિસ્થિતિ સારી છે

જ્યારે સાચી એ તેના માતા પિતા નું એક માત્ર સંતાન છે. પણ તે લોકો તેમની સ્થિતિ સારી હોવાથી ત્રણેય ને પોતાની દીકરીઓની જેમ જ રાખતા. સાચી એકદમ ચુલબુલી, થોડી બિન્દાસ પણ કેરિગ અને સુંદર અને નમણી છે. તેને ડાન્સ નો બહુજ શોખ છે.

ઘણીવાર તે નીર્વી પાસે કોઈ વસ્તુ ના હોય તો પણ તેઓ તેને ગિફ્ટ તરીકે લાવી ને આપી દેતા. જેથી એને જરાપણ ખરાબ ના લાગે.

આમ જ દિવસે દિવસે તેમની દોસ્તી મજબૂત બનતી જાય છે...અને તેઓ મોટા થતા જાય છે...

                 *    *    *    *    *    *


.......સાત વર્ષ પછી,

કળીઓ જેમ મોટી થઈને સુંદર પુષ્પ બનતા વાર નથી લાગતી તેમ દીકરીઓ પણ જેટલી દિવસે ના વધે એટલી રાત્રે મોટી થાય છે...એમ જ આ નાનકડી ઢીગલીઓ આજે મોટી થઈને સુંદર અપ્સરાઓ બની ગઈ છે.

ત્રણેય કોલેજમાં આવી ગઈ છે પણ તેમની દોસ્તી હજુ પણ એવી જ છે એના કરતાં વધી ગઈ છે...અને કોઈ પણ વાત એવી ના હોય જે ત્રણેય ને એકબીજા થી છુંપી હોય.

નીર્વી અને પરીને M.Sc.It કરવુ છે જ્યારે સાચી M.B.A. કરીને બિઝનેસ કરવા માંગે છે. પણ ત્રણેય કોમર્સ લાઈનમાં સારા ટકાએ પાસ થયેલા છે એટલે એક સારી કોલેજમાં ત્રણેય અભ્યાસ કરે છે.

હવે ત્રણેય ફાઈનલ કરે છે કે આપણે મેરેજ એક ઘરમાં કરીશું જ્યાં ત્રણ ભાઈઓ હોય..!


ક્રમશઃRate this content
Log in

More gujarati story from Dr.Riddhi Mehta

Similar gujarati story from Drama