Dr.Riddhi Mehta

Drama Romance

3  

Dr.Riddhi Mehta

Drama Romance

અતુટ દોરનું અનોખું બંધન -૬

અતુટ દોરનું અનોખું બંધન -૬

4 mins
582


નીર્વી તેના નાનીના ખોળામાં માથુ રાખી ને નાની બાળકીની જેમ સુતી છે અને કહે છે હું તમને છોડીને ક્યાંય નથી જવાની...તેના નાની કહે છે તું મારી ચિંતા ના કર હજુ તો હું મારૂ કરી શકુ તેવી છું અને નહી થાય ત્યારે તારા ઘરે આવી જઈશ.

અને તને જો છોકરો ના ગમતો હોય કે બીજું કોઈ ગમતું હોય તો કહે. એના માટે હું બનતું કરીશ.

નીર્વી કહે છે એવુ કંઈ નથી નાની પણ બસ મને તારી ચિંતા થાય છે એટલે જ ના પાડુ છું.


તે લોકો વાત કરતા હોય છે એટલામાં પરી અને સાચી ત્યાં આવે છે. એટલે નીર્વીના નાની કહે છે બેટા તમે લોકોએ શું વિચાર્યુ છોકરાઓ વિશે, કાલે આપણે હા કે ના નો જવાબ આપવાનો છે.

પરી તો આ સાંભળીને શરમાઈ જાય છે. કારણ કે તેને તો પ્રથમ ગમી જ ગયો છે. અને સાચીના તો દિલની વાત કહ્યા વિના શાશ્વત સમજી ગયો છે એટલે તો ના કહે એમ નથી.

હવે વાત અટકી છે નીર્વી પર. તેના નાની કહે છે આ છોકરી ને સમજાવો મારૂ તો એ નહી માને...

પછી ત્રણેય જણા એક રૂમમાં બેસે છે અને બંને નીર્વી ને પૂછે છે તું કેમ ના કહે છે ? નીર્વી તેમને કારણ જણાવે છે અને સાથે નિસર્ગ એ કહેલી વાત પણ કહે છે. તો બંને કહે છે એમાં શું છે જો નિસર્ગની હા હોય તો એ બધુ તો સેટ થઈ જશે. અને આપણે ભણેલા ગણેલા છીએ તો કંઈ પણ જરૂર હોય તો આપણે તો તેમને હેલ્પ કરી જ શકીશુંં ને!! અને આપણે સાથે છીએ તો કોઈ પણ પ્રોબ્લેમ દૂર થઈ જશે.

              *       *        *       *       *


આ બાજુ શાશ્વત અને પ્રથમ તો તૈયાર છે આ નવા સંબંધો માટે. પણ હજુ નિસર્ગ હા કે ના નથી કહેતો.

તેના દાદી તેને પાસે આવીને બેસાડે છે . તે દાદીનો સૌથી વ્હાલો દીકરો છે કારણ કે તે બધી જ બાબતોમાં બહું જ સમજુ, વ્યવહારિક, કોઈની પણ લાગણીને સમજી શકે તેવો છે એટલે દાદી તેને પૂછે છે દીકરા શું કારણ છે કે તું આ સંબંધ માટે હજુ હા નથી કહેતો?


નીર્વી મને તો તારા માટે એકદમ યોગ્ય લાગે છે તને ના ગમતી હોય તો કહે...નિસર્ગ દાદીને વચ્ચે અટકાવીને કહે છે તે તો સારી જ છે મને તેના માટે કોઈ ના નથી પણ.....

દાદી: પણ શું? તો બીજું શું કારણ છે?

નિસર્ગે જે નીર્વી ને વાત કરી હતી તે બધી દાદીને કહે છે.

દાદી : તને ખબર છે હું જ્યારે તારા દાદા સાથે વિવાહ કરીને આવી ત્યારે અમારી પાસે કંઈ જ નહોતુંં અત્યારે તો તારી પાસે ફેમિલી પણ છે અને નીર્વી બહું સમજુ છે એટલે કોઈ વાંધો નહી આવે. હવે તું જે હોય તે આજે રાત્રે મને કહેજે એટલે આપણે તેમને જણાવી દઈએ.

              *       *       *      *       *


સવારે સાચી શાશ્વતને ફોન કરે છે કે નીર્વી નિસર્ગને મળવા ઈચ્છે છે જો તારા ઘરે વાંધો ના હોય તો?? શાશ્વત દાદીને કહીને નિસર્ગને નીર્વીને મળવાનો પ્લાન બનાવે છે. સાથે એ લોકો પોતાનું પણ સેટિંગ કરી દે છે.

એટલે છ એ જણા એક નજીકના ગાર્ડન રેસ્ટોરન્ટમાં મળે છે. ત્રણેય થોડીવાર વાતો કરે છે કપલમા અને પછી બધા સાથે આવીને જમવા બેસે છે અને સાચી કહે છે મેરેજ ત્રણેયનું સ્ટડી પતે પછી અને મેરેજ પછી અમારી ઈચ્છા હોય તો અમને જોબ કરવાની કે તમારી સાથે ઓફીસ જોઈન કરવાની છૂટ હોય તો અમે આ સંબંધ માટે તૈયાર છીએ.

શાશ્વત હસે છે સારૂ મેડમ, અમારા ત્રણેય તરફથી તમને ત્રણેય ને બધી જ છૂટ છે. અને તમે તો દાદીની લાડકી અત્યારથી થઈ ગઈ છો એટલે તો અમારે તમને કંઈ ના કહેવાય નહી તો અમારૂ આવી બનશે...એટલે બધા હસવા લાગે છે.

રાત્રે બંને જગ્યાએથી ત્રણેયના સંબંધ માટે હા પડી જાય છે... આજે ત્રણેય ફ્રેન્ડ એક નવા સંબંધોમાં બંધાઈ ગયા છે....હવે હાલ તો ત્રણેયનું ભણવાનું ચાલુ છે. એટલે બધા ફરી એમાં લાગી જાય છે.

કોલેજમાં સાચી અને શાશ્વત તો રોજ મળે જ છે. હવે થોડા દિવસોમાં તેમની સગાઈ ફાઈનલ થાય છે. અને ધુમધામથી સગાઈ પણ થઈ જાય છે.

             *      *       *       *       *


આજે સાચી અને શાશ્વત ને M.B.A.ની ડિગ્રી મળી ગઈ છે જ્યારે પરી અને નીર્વી ને Ms c. I T ની ડિગ્રી મળી ગઈ છે. એક મહિના પછી બધાના લગ્નની વાત થાય છે. પ્રથમ લોકોને ઘરમાં આર્થિક રીતે સૌથી વધુ સારૂ હતું. એટલે તેના મમ્મી બધાના એક સાથે લગ્ન માટે ના પાડે છે. તેમને તેમના દીકરાના શાહી ઠાઠમાઠ સાથે મેરેજ કરાવવા હતા. જે બધાની પોઝિશન સરખી ન હોવાથી તે બધાના સાથે મેરેજ થાય તો શક્ય નહોતુંં.


પ્રથમના ઘરે તેની બહેન અને મમ્મી સિવાય બધાના સાથે મેરેજ કરવામાં પરિવારમાં કોઈને વાંધો નહોતો.

આ વાત ની પરીને જાણ થતા તે કહે છે જો આવી રીતે અલગ કરવા હોય તો મારે આ લગ્ન નથી કરવા પ્રથમ તું તારા મમ્મીને સમજાવ.....


શું અત્યારથી જ ત્રણેયની દોસ્તીમાં દરાર પડવા લાગશે? કારણ કે પરી પ્રથમ ને છોડવા પણ નથી માંગતી ? કે પછી ત્રણેયની જીદ સામે પ્રથમની મમ્મીએ નમતું મુકવું પડશે??



Rate this content
Log in

Similar gujarati story from Drama