Dr.Riddhi Mehta

Drama Romance

3  

Dr.Riddhi Mehta

Drama Romance

અતુટ દોરનું અનોખું બંધન- ૪

અતુટ દોરનું અનોખું બંધન- ૪

4 mins
697


પ્રથમ અને નિસર્ગ બંને ફટાફટ નીચે આવે છે. તે આવીને ત્યાં બેસે છે. ત્યાં તેમના વડીલો ત્રણેયના ફેમિલીનો એકબીજા સાથે પરિચય કરાવે છે.

પરીની મમ્મી સાચીની મમ્મી ને ઈશારામા કહે છે કે આ તો બે જ છોકરા છે ત્રીજો ક્યાં છે??

તેમના દાદી બહું જ ચાલાક છે તેમને કોઈ ના પણ હાવભાવ કે ઈશારાથી પણ બધી વાત સમજી જાય છે. તે તરત કહે છે અમારા એક દીકરા ને ઓફિસમાં થોડું અરજન્ટ કામ આવી ગયુ છે તેથી તે અત્યારે નથી પહોંચી શક્યો અહી.


તે કહે છે તેનુ આજે બાકી રાખીને પ્રથમ અને પરીને, નીર્વી અને નિસર્ગ ને વાત કરાવી દઈને એમનો નિર્ણય તો જાણી લઈએ.

જાણે એમના ઘરે તો બધુ ફિક્સ અને બધાને સારી રીતે જાણે જ છે એવું લાગી રહ્યું છે. એટલે આ લોકો નવાઈથી એકબીજાની સામે જુએ છે.

પછી પ્રથમ અને પરી પ્રથમ ના રૂમમાં અને નીર્વી અને નિસર્ગ એ નિસર્ગના રૂમમાં જાય છે.

પ્રથમ અને પરી બંને બેસી ને થોડી વાતો કરે છે. પ્રથમ તેના પપ્પાનો જ્યુસ મેકિંગનો બિઝનેસ સંભાળે છે. તેની એક બહેન છે જે તેનાથી નાની છે કોલેજ કરે છે. બાકી તેની થોડી વાતો અને ફ્યુચરમાં તેની ઈચ્છા વિશે વાત કરે છે. અને પરી પણ તેના વિશે બધી વાત કરે છે.


દેખાવમાં તો પરી જેટલી દેખાવડી હતી તેટલો જ પ્રથમ પણ હટકે હતો. પ્રથમ કહે છે મે એવુ સાભળ્યુ છે કે તમને ત્રણેય ને ગમશે તો જ તમે મને પણ હા પાડશો?? ત્રણેય એક જ ઘરમાં મેરેજ કરશો?? પણ ધારો કે કોઈ એક ને નહી ગમે તો??

પરી : એતો અમે હાલ વિચાર્યું નથી. એવુ કંઈ હશે તો વિચારશું આગળ....

પછી બંને રૂમમાંથી બહાર આવે છે. બંનેને તો એકબીજાને પસંદ આવી ગયા છે.

              *     *      *      *      *


નિસર્ગ ( તેના રૂમમાં નીર્વી સાથે બેઠો છે.) : તારી અત્યારે મેરેજ કરવાની ઈચ્છા છે?? એવો ડાયરેક્ટ પ્રશ્ન પૂછે છે.

નીર્વી : કેમ તમારે નથી કરવા મેરેજ ??

નિસર્ગ : ના એવુ નથી. પણ હું તને કોઈ અંધારામાં નથી રાખવા ઈચ્છતો. અમે બધા એક સાથે એક ઘરમાં રહીએ છીએ પણ અમારા બધાના બિઝનેસ અલગ છે. અમારા ફેમિલીમાં મમ્મી, પપ્પા, અને મારો એક નાનો ભાઈ છે. ભાઈ કોલેજ કરે છે અને પપ્પાની તબિયત એટલી સારી નથી રહેતી તેથી તે ઘરે જ છે અને મે એક વર્ષ પહેલાં જ કોલેજ પુરી કરીને મારો સોફ્ટવેરનો બિઝનેસ ચાલુ કર્યો છે તેમાં સારૂ છે પણ હજુ કદાચ સ્ટેબલ થઈને સેટલ થતા મને બે વર્ષ તો લાગશે. જેથી આપણા લગ્ન થાય તો પણ હું ઈકોનોમિકલી રીતે એટલા તારા સપના હાલ પુરા ના કરી શકુ.


ઘરની બધી જવાબદારી મારા માથે છે. પછી કદાચ તમે ત્રણેય ફ્રેન્ડ મેરેજ પછી સાથે હોય અને તને એમ થાય કે મારી પાસે એટલા પૈસા નથી જેટલા તારી બીજી બે ફ્રેન્ડ પાસે છે એટલે હું સુખી નથી. એવુ તને ના લાગે. બાકી મને તારી સાથે કોઈ પ્રોબ્લેમ નથી.

નીર્વી : હું પણ મારા નાનીને કારણે જ અત્યારે ના પાડુ છુ એમ કહીને તેની બધી વાત કરે છે.

બંને બધાના જવાબ આવ્યા પછી ફરી એકવાર મીટીંગ કરીને નક્કી કરશે એમ કહીને નીચે હોલમાં આવે છે.

                *     *     *     *     *


હવે હોલમાં બધા બેઠા છે ત્યારે એવુ નક્કી થાય છે કે પરમદિવસે સવારે છોકરાઓના ફેમિલીવાળા બધા સાચી એ લોકોના ઘરે જશે...સાચી ને પણ એમનો દીકરો એ દિવસે મળી લેશે. અને પછી બધા ચા નાસ્તો ને ઔપચારિકતા પતાવીને છુટા પડે છે.

                 *      *     *      *     *


આજે સાચી કોલેજમાં બ્રેકમા એકલી બેઠી છે અને મોબાઈલમાં સોન્ગ સાંભળી રહી છે. પાછળથી શાશ્વત આવીને સાચીની બાજુમાં બેસે છે પુછે છે શું થયું કેમ આમ મો લટકાવીને બેઠી છે. કંઈ નહીં યાર કેટલા મોટા થઈ ગયા. કેટલી મસ્ત લાઈફ હતી...અને હવે આ શુંં સગાઈ ને....બોલતા બોલતા અટકી જાય છે.

શાશ્વત : શું થયુ ? કોની સગાઈ થવાની છે ? કેમ બોલતા બોલતા અટકી ગઈ?

સાચી : કંઈ નહીં એમ જ.

શાશ્વત : કેમ તારે મેરેજ નથી કરવા? કે તને બીજું કોઈ ગમે છે ?

સાચી : એવુ કંઈ નથી. પણ મને બીજું કોઈ ગમે છે એ પણ સમજાતુ નથી. સાચી ગઈકાલે છોકરો જોવા ગયેલા તેની બધી વાત કરે છે.

શાશ્વત : નીર્વી અને પરીને છોકરા ગમ્યા કે નહી?

સાચી : પરીની તો હા છે. નીર્વી ની એમ તો હા છે પણ એ હજુ એક વાર મળવા ઈચ્છે છે. અને મને કાલે જોવા આવાના છે પણ હું શું જવાબ આપીશ?

શાશ્વત : કાલે જોઈને મળી લે પછી ના ગમે તો તારા ફ્રેન્ડ ને વાત કરજે જે તને ગમે છે.

સાચી (મનમાં ) : મને તો લાગે છે કે શાશ્વત ને મારા માટે એવી કોઈ ફિલીગ નથી લાગતી એટલે જ તો હું એને મારી સગાઈ નુ કહું છુ તો પણ કંઈ ફેર નથી પડતો.

સારૂ હવે કાલ પર રાખીએ કહીને બંને લેક્ચર માં જાય છે.

               *      *       *      *     *


આજે દસ વાગે મહેમાનો આવવાના છે એટલે ત્રણેય ના ફેમિલી સાચીના ઘરે સવારે ભેગા થયા છે. એટલામાં અચાનક શાશ્વત સાચીના ઘરે આવે છે મહેમાનો આવે એ પહેલા...

સાચી : આવ. પણ પહેલી વાર અને અત્યારે અહી કેમ?

શાશ્વત : હા એમ જ આવ્યો છું. આ તો હું વિચારતો હતો કે તને છોકરો જોવા આવવાનો છે તો હું પણ એને જોવા આવ્યો કેવો છે. તને પ્રોબ્લેમ હોય તો જતો રહું.

સાચી : ( મનમાં ) હું માડ તારા વિચારોમાંથી બહાર આવવા ઈચ્છુ છું અને તુ મારી સામે આવ્યો છે હું બીજા કોઈને કેવી રીતે હા પાડી શકીશ.

ના વાધો નહી એમ કરીને પરી , નીર્વી અને બધા સાથે બેસીને વાતો કરે છે અને સાચી એના પેરેન્ટ્સને શાશ્વતને તેના ફ્રેન્ડ તરીકે ઓળખાણ કરાવે છે.

એટલામાં બધા મહેમાનો આવે છે. અને પ્રથમ અને નિસર્ગ પણ આવ્યા છે પણ આજે પણ બધા સાથે ત્રીજો કોઈ છોકરો નથી.

સાચીને જોવા આજે પણ કોઈ આવ્યું કેમ નથી? શું હશે કારણ ? અને શાશ્વત ના મનમાં સાચી માટે પ્રેમ હશે એટલે તેના ઘરે આવ્યો હશે?


Rate this content
Log in

Similar gujarati story from Drama