અતુટ દોરનું અનોખું બંધન -૨૬
અતુટ દોરનું અનોખું બંધન -૨૬


પ્રથમ અને પરી બંને શ્લોકના ઘરે જાય છે. શ્લોક બંનેને આવકારે છે. અને પુજાને કહે છે તું પહેલા મીઠાઈનું બોક્સ લાવ અને પ્રથમ અને ભાભીને મો મીઠું કરાવ.
પ્રથમ કહે છે શું થયું તું કેમ આટલો ખુશ છે ??
શ્લોક : લે આ પહેલાં મીઠાઈ ખા. પછી હું બધી વાત કરૂ છું. આજે હું બહું ખુશ છું.
પરી : પ્રથમ તું પહેલાં શ્લોકભાઈને પેલો તેમનો ફોટો આપ નહી તો વાતોમાં ભુલાઈ જશે.
પ્રથમ શ્લોકને ફોટો આપે છે.
શ્લોક : પ્રથમ મે તને કહ્યું હતું ને કે મારી એક મોટી બહેન હતી. હું તેને બહું યાદ કરતો હતો .
પ્રથમ : પણ એ તો આ દુનિયામાં નથી ને ?
શ્લોક : ના એવુ નથી. એચ્યુલીમા હું તને એ સમયે એટલું જાણતો નહોતો એટલે સાચી હકીકત નહોતી. મને એમ કે તું શું વિચારીશ.
અને શ્લોક તેના પરિવારની સાચી વાત કરે છે બધી જ. તે મારી બહેન મને પાછી મળી છે.
પ્રથમ : એ આટલા વર્ષે ? કેવી રીતે ?
શ્લોક બધી વાત કરે છે કૃતિની. તેની સાથે શું બન્યું છે એ બધુ જ અમુક વાતો સિવાય. પણ કૃતિ જ તેની બહેન વિશ્વા એમ નથી જણાવતો.
શ્લોક : પણ મારે હવે તેની પોતાની ઓળખ અપાવવી છે અને આ બધી કઠપૂતળીની જિંદગીમાંથી છોડાવીને તેને આપણા જેવી એક સામાન્ય ખુશાલ જિંદગી અપાવવી છે. માટે તું મારો ખાસ ફ્રેન્ડ છે અહીં માટે હું તારી સલાહ લેવા માંગુ છું.
થોડી વાર વિચારીને,
પરી : સૌ પ્રથમ તમારે તેના પતિને વાત કરવી જોઈએ. તો આગળ એનો પરિવાર તો પછી સ્વીકારશે જ.
શ્લોક : પણ મને એ ચિંતા છે કે તેનો પતિ અને તેનો પરિવાર તેની આ હકીકત સાંભળી ને તેને સ્વીકારશે ?
પ્રથમ : કેમ ના સ્વીકારે ? તે પોતે કોઈના ચક્રવ્યુહમાં ફસાયેલી છે એટલે આ બધુ કરે છે બાકી તેની પોતાની તો એવી કોઈ ઈચ્છા તો નથી જ ને.
શ્લોક : પણ એ તેના પતિ અને પરિવાર ને બહું પ્રેમ કરે છે તેને એજ ડર છે કે એ લોકો તેને નહી અપનાવે તો ? એ તેને છોડવા નથી માગતી. અને એ લોકો હવે એ સાચી છે એવો તેના પર વિશ્વાસ ના કરે તો ?
પરી : અપનાવવુ જ જોઈએ શ્લોકભાઈ. એવુ હોય તો અમે પણ તમને મદદ કરશું. આખરે એક છોકરીની જિંદગીનો સવાલ છે.
શ્લોક : મને તો એમ પણ વિચાર આવે છે કે એને તે દુષ્ટ લોકોની ચુંગાલમાથી તો તેને છોડાવી દઉ, કારણ કે હવે તો હું છું ,અમારો પરિવાર છે તેની સાથે. પણ તે લોકો તેના સાસરીયા ને જઈને બધુ કહી દે તો. અને પછી તો એ લોકો કંઈ પણ આડુંઅવળું કહી શકે છે તેની સાથે બદલો લેવા માટે.
પ્રથમ : ના એ બરાબર ના કહેવાય. સાચું તો ગમે ત્યારે બહાર આવ્યા વિના રહેવાનું નથી. અને બીજા ધ્વારા ખબર પડે તો એમને તેના પર વિશ્વાસ પણ ના રહે. માટે મને તો એમ જ લાગે છે કે આ વાત તેના પતિને અથવા તેના પરિવાર ના કોઈ વ્યવસ્થિત માણસને કરવી જોઈએ જે પોતે આખી વાત સમજી શકે અને પરિવાર ને પણ મનાવી શકે. અને પછી અંતે એ લોકોને પકડવા આ મામલો પોલીસને સોંપી દેવાનો.
આ વાત તારે વિશ્વા ને પુછવી પડે. કે કોણ છે એવી વ્યક્તિ. અને અત્યારે એ છે ક્યાં ?
શ્લોક : હાલ તો એ એના સાસરે જ છે. એને તો મને કહ્યું છે પણ એ આ માટે અત્યારે બધા સામે આવવા તૈયાર નથી માટે તેમને મળવા માટે તું મારી સાથે આવીશ ?
પ્રથમ : હા ચોક્કસ. એ કંઈ પુછવાની વાત છે. એ મારી પણ બહેન જ છે ને.
શ્લોક : સારૂ . કાલે સાંજે મળીએ. ક્યાં મળવાનું છે એ હું તને કાલે કહીશ અને તારા ઘરેથી હું તને ત્યાં લઈ જઈશ.
પ્રથમ : સારૂ ચોક્કસ.
પછી પ્રથમ અને પરી શ્લોકના ત્યાં જમીને ઘરે જવા નીકળે છે.
* * * * *
કૃતિ સવારે નીર્વી પાસે આવે છે અને કહે છે ભાભી આજે સાજે તમે ફ્રી છો ?? મારે થોડું કામ છે માર્કેટમાં.
નીર્વી : વાંધો નહી આવીશ.
કૃતિ : અને આપણે કંઈક ખાઈને પણ આવશું બહાર મારી કંઈક સારૂ ખાવાની ઈચ્છા છે. અને પરીભાભી અને સાચીભાભી આવે તો એમને પણ લઈ જઈએ.
નીર્વી : હા તો આવશે હું એમને પણ કહું છું. પણ તમને કેમ આવુ બધુ ખાવાનું મન થયું ? (હસીને ) કેમ કંઈ નવાજુની તો નથી ને ?
કૃતિ : ના હવે ભાભી. એતો ભાભી મને એમ જ મન થયું એટલે.
નીર્વી : હા હવે હું તો મજાક કરૂ છું. ચાલ હું પરી અને સાચીને વાત કરૂ.
* * * * *
પ્રથમ શ્લોકની સાથે જાય છે વિશ્વાના પરિવારમા બધી વાત કરવા માટે. આ બાજુ પરી , નીર્વી અને સાચી કૃતિ સાથે માર્કેટ જાય છે. અને થોડી શોપિંગ કરીને એ લોકો એક રેસ્ટોરન્ટમાં જાય છે ખાવા માટે. અને કૃતિના કહેવાથી શાશ્વત અને નિસર્ગ ને પણ ત્યાં બોલાવે છે. પરી કહે છે પ્રથમ કામથી બહાર ગયો છે તેના ફ્રેન્ડ સાથે તે નહી આવી શકે.
નીર્વી : નિહારભાઈને પણ બોલાવી લે ને ??
કૃતિ : નિહાર ને આજે ઓફીસમા મિટિંગ છે એટલે એ નહી આવે કદાચ વહેલા. છતાં એ ફ્રી થશે તો એનો ફોન આવશે જ તો કહી દઈશ.
સાચી : સારૂ વાંધો નહી . ચાલો આપણે બેસીએ. અને કંઈ ખાઈએ.
* * * * *
પ્રથમ અને શ્લોક એક રેસ્ટોરન્ટમાં આવે છે. અને શ્લોક પહેલા કોઈ સાથે વાત કરે છે અને પ્રથમ ને ત્યાં એક ટેબલ પાસે લઈ જાય છે.
કૃતિને બધા ત્યાં બેઠા છે કોઈનો ફોન આવે છે તે કહે નીર્વી ને કે ભાભી નિહારનો ફોન છે કામ છે અને એ ફ્રી હોય તો હું એને પણ બોલાવુ એમ કહીને હું હમણાં જ આવી એમ કહીને તે બહાર જાય છે
આ બાજુ પ્રથમ ત્યાં ટેબલ પાસે પહોંચતા જ કહે છે તમે અહીં ક્યાંથી ?
પ્રથમ ને કોણ મળશે અત્યારે ? અને કૃતિ ક્યાં ગઈ હશે નીર્વી ને કહીને ?