Ignite the reading passion in kids this summer & "Make Reading Cool Again". Use CHILDREN40 to get exciting discounts on children's books.
Ignite the reading passion in kids this summer & "Make Reading Cool Again". Use CHILDREN40 to get exciting discounts on children's books.

Dr.Riddhi Mehta

Drama Thriller

3  

Dr.Riddhi Mehta

Drama Thriller

અતુટ દોરનું અનોખું બંધન -૧૮

અતુટ દોરનું અનોખું બંધન -૧૮

5 mins
333


પ્રથમ બેબાકળો થઈને નિસર્ગ ને પુછે છે, ભાઈ ક્યાં હતા તમે આટલા સમય સુધી ? અમે તમને ક્યાં ક્યાં નથી શોધ્યા ? અને તમારી આવી હાલત કોણે કરી ?

નિસર્ગ : ( આંખોમાં આંસુ સાથે ) હા ભાઈ હું તને બધુ કહું છું. પહેલાં તું આ ટેક્સીવાળા ને પૈસા આપ બાકીના છે તે અને પહેલાં તું અંદર લઈ જા મને મેરેજ ચાલે છે ત્યાં.

પ્રથમ : લગ્ન તો લગભગ પતવા આવ્યા હશે પણ તમે આવી હાલતમાં ત્યાં આવશો ?

નિસર્ગ : પણ અત્યારે મારી આ હાલતથી વધારે મારા ભાઈના લગ્ન છે.

પ્રથમ : સારૂ હું તમને લઈ જાઉ.


ત્યાં તે પરીને જુએ છે એટલે બંને તેને અંદર હોલમાં લઈ જાય છે. ત્યાં જ અંદર જતાં જ નિહાર અને કૃતિને લગ્ન પતાવીને બંને ને બધાને પગે લાગતા જુએ છે. આ જોતાં જ જાણે નિસર્ગના પગમાંથી જાણે બધી શક્તિ જતી રહે છે. શું કરવુ તેને કંઈ જ સમજાતું નથી.

તે મહાપરાણે પોતાની જાતને સંભાળે છે. એટલામાં જ સામે નીર્વી ત્યાં સામે મોઢું નીચુ રાખીને ખુરશીમાં બેઠી છે. તેને જતાં જ નિસર્ગ તેની પાસે જાય છે અને પાસે જઈને તેના માથા પર હાથ મુકે છે એટલે નીર્વી તરત ઉપર જોવે છે. અને તેને જોતાં જ તે ઉભી થઈ જાય છે અને નિસર્ગ ને ભેટી પડે છે. બંને પાચેક મિનિટ સુધી એકબીજાને હગ કરીને આંસુ વહાવી રહ્યા છે.


આ બધુ જ ત્યાં રહેલા મહેમાનો જોઈ રહ્યા છે. સાથે જ કેટલાક સવાલો તો ક્યાંક ઘણા લોકો જે નીર્વી માટે ખોટી વાતો કરી રહ્યા હતા તેમની તો બોલતી જ બંધ થઈ ગઈ...

ત્યાં જ બધા ઘરના બધા ભેગા થઈ જાય છે બધાની આંખોમાં ખુશીના આંસુ આવી જાય છે. આ બાજુ નિહાર ને લોકો ત્યાં જમવા માટે જતાં રહે છે એટલે તેમને ખબર નથી. પણ કૃતિ ના મમ્મી તેને જોઈને કંઈક ચિંતામાં આવી જાય છે.

પ્રથમ અને શાશ્વત ને તેને ત્યાં ચેન્જીગ રૂમમાં લઈ જાય છે ત્યાં પ્રથમ ના એક એક્સટ્રા કપડાં હતા તે આપે છે. અને તે પછી તે પહેરીને તૈયાર થઈ જાય છે.

બધા તે લોકોનો વ્યવહાર પતાવે છે. અને છેલ્લે બધું પત્યા બાદ વિદાય પછી બધા ઘરે આવે છે. નિસર્ગ હાલ કોઈને કંઈ જ કહેતો નથી.

               *       *      *      *      *


રાત્રે બધુ પતાવીને બધા સુવા જાય છે. ત્યાં જ નીર્વી અને નિસર્ગ તેના રૂમમાં જાય છે.બંને બેસે છે અને નિસર્ગ બધી જ વાત કરે છે નીર્વીને.

નિસર્ગ : મને કિડનેપ કરનાર બીજું કોઈ નહી પણ કૃતિ જ છે.

નીર્વી : તે શું કામ આવુ કરે ?? એની સાથે તમારે શું દુશ્મની છે ??

નિસર્ગ : મે તને કહ્યું હતુંં કે નિહાર ને કૃતિ સાથે લગ્ન માટે ના પાડી હતી. એ દિવસે સાજે હું ઘરે આવતો હતો ત્યારે મારી ગાડી ખરાબ થઈ ગઈ હતી રસ્તામાં. ત્યારે હું તેને મિકેનિક પાસે નજીકમાં લઈ ગયો.પણ તેને કહ્યું કે એમાં વાર લાગશે એટલે મે પ્યુનને ગાડી લઈ જવા કહયું અને હું બસમાં જવા નીકળ્યો હતો.

ત્યાં બસમાં થોડી ભીડ હતી. પણ હું મોડુ થયુ હોવાથી તેમાં ચડી ગયો. બેસવાની તો જગ્યા નહોતી એટલે હુંં ઉભો હતો.

ત્યાં જ મારી આગળ એક છોકરી મોઢું બાધીને મારી બાજુની સીટ પર બેઠી હતી. તે ફોન પર વાતો કરતી હતી. અનાયાસે જ મે એની વાતો સાંભળી હતી.


તે કોઈને કહેતી હતી કે તું ચિંતા ના કર આ તો આપણો ધંધો જ છે. અમીર ઘરના નબીરાઓને પ્રેમમાં ફસાવવા, જરુર પડે તો લગ્ન અને પછી ત્યાં થોડી ઉથલપાથલ કરી પૈસાને બધુ લઈને ફરાર. અને પછી વધારે માથાકુટ કરે તો છુંટાછેડા માટે કંઈક સજ્જડ કારણ બનાવી દેવાનું અને હમણાં તો એક ભલ્લા ખાનદાનનો નબીરો પકડાયો છે. તે બરાબર મારી મોહજાળમાં ફસાઈ ગયો છે....થોડી વાર પછી કંઈક વાત થઈ અને બોલી કે નિહારના પરિવાર સાથે અઠવાડિયામાં જ મારી મિટિંગ છે એટલે એક પેટી ફરી પાકી.અને આપણો દેખાવ અને વર્તન જ એવુ છે ને કોઈ પકડી ના શકે. આ ક્યાં હું પહેલી વાર કરૂ છું આ તો ત્રીજી વારનું છે એટલે તો હું એમાં એક્કો થઈ ગઈ છું.


અને મને આ વાતથી એની પર શંકા વધી એટલે હું તે જે સ્ટોપ પર ઉતરી ત્યાં હું ઉતરી ગયો અને તેનો પીછો કર્યો પણ એ વખતે તેનુ ધ્યાન કદાચ નહોતુંં કે હું તેનો પીછો કરી રહ્યો છું. એટલે થોડી વાર પછી એ એક નાસ્તાની શોપ પાસે ઉભી રહીને કંઈ લેતી હતી એટલે હું પણ વસ્તું લેવાના બહાને ત્યાં ગયો અને તેને ત્યાં જ તેનુ મોઢુ ખોલ્યું તો એ બીજું કોઈ નહી પણ કૃતિ જ હતી. જે આપણને નિહારે ફોટો બતાવ્યો હતો. પણ કદાચ છેલ્લે હું નીકળતો હતો ત્યારે એને મને જોઈ લીધો હતો પણ મને એવો અંદાજો પણ નહોતો કે તે આ હદ સુધી પણ જઈ શકે.

મે તને ઘરે આવીને આ સંબંધ માટે ના પાડી પણ એ વખતે આ બધું કહ્યું એટલે નહોતુંં કે કદાચ આમાં મારી કંઈ ભુલ થતી હોય. પણ એ દિવસે હું તને કહેવાનો જ હતો અને તેને હું તેના કામ માં કદાચ અડચણ રૂપ લાગ્યો એટલે જ આવુ કર્યું.


નીર્વી : પણ તમારૂ કિડનેપ એને જ કરાવ્યું હતું એ કેમ ખબર પડી ??

નિસર્ગ : ત્યાં મળેલા ફોટા પરથી.

અને પછી તે એને ત્યાં ફોટો મળ્યો હતો તેની વાત કરે છે. અને ત્યારે જ એને સમજાઈ ગયું કે કાવેરી અને કૃતિ એક જ છે.

નીર્વી : (ચિંતા સાથે ) : હવે આગળ શું ??

નિસર્ગ : હા એના માટે હવે કાલે વિચારીશુંં. હાલ આ બાબતની કોઈને ખબર ના પડવી જોઈએ. ખાસ કરીને કૃતિ કે નિહાર સામે તો જરા પણ નહી. કૃતિ ને એમ ના લાગવું જોઈએ કે આ બધુ તેનું જ કામ છે એ મને ખબર પડી ગઈ છે.

એ બધુ કાલે વિચારીશું કહીને તે નીર્વી ને હગ કરીને તેને એક ઉષ્માભર્યું ચુંબન કરે છે. અને તેના ઉદરમાં રહેલા એ નાનકડા બેબીને ચુમી લે છે ને જાણે એ બાળક પણ તેના પિતાની આતુંરતાથી રાહ જોતું હોય એમ કીક મારે છે...!!!


શું થશે હવે ?? કૃતિ તેના પ્લાનમાં સફળ થશે ?? નિસર્ગ તેનુ સત્ય બધાની સામે સાબિત કરી શકશે ??


Rate this content
Log in

More gujarati story from Dr.Riddhi Mehta

Similar gujarati story from Drama