Dr.Riddhi Mehta

Drama Thriller

0.2  

Dr.Riddhi Mehta

Drama Thriller

અતુટ દોરનું અનોખું બંધન -૧૧

અતુટ દોરનું અનોખું બંધન -૧૧

4 mins
547


રાતના દસ વાગી ગયા છે. નીર્વી નિસર્ગની રાહ જઈ રહી છે. તેણે સાજે સાત વાગે અડધો કલાકમાં આવવાનું કહ્યુ હતું પણ હજુ તે આવ્યો નથી.

નિર્વી એ તેને બહું ફોન કરી જોયા પહેલા એકવાર તો રિગ વાગી પણ કોઈએ ઉપાડ્યો નહી અને બીજીવારમાં તો સ્વીચ ઓફ આવવા લાગ્યો.

નીર્વી બહું ટેન્શનમાં આમતેમ હોલમાં આંટા મારી રહી છે. એક તો પ્રથમ સાથેના ઝઘડાથી તે બહું અપસેટ હતો. એટલે નીર્વી ને વધારે ચિંતા હતી તે ટેન્શનમાં કંઈ કરે નહી.

ત્યાં સાચી આવીને તેને પૂછે છે શું થયું કેમ આટલી ચિંતામાં છે?? તારી તબિયત તો સારી છે ને ??

નીર્વી : હા તબિયત તો સારી છે પણ યાર મને નિસર્ગની ચિંતા થાય છે તે હજુ સુધી નથી આવ્યા અને ફોન પણ સ્વીચ ઓફ છે.

સાચી : તો ઓફીસ ફોન કરને??

એ પણ કર્યો તો ત્યાંથી એવુ કહ્યું કે "મારે ઘરે કામ છે એટલે હું જલ્દી જાઉ છું "કહીને સર ઓફીસથી સાત વાગ્યાના નીકળી ગયા છે.

સાચી : નીર્વી ચિંતા ના કર આવી જશે નિસર્ગભાઈ. તારી તબિયત બગડશે વધારે ચિંતા કરીશ તો....

                *       *       *       *       *


આ બધી વાત પરી સાંભળે છે તે તેમની પાસે આવે છે ત્યાં કોઈ હતું નહી એટલે થોડી વાર વાત કરીને કહે છે નીર્વી તું ધ્યાન રાખજે પણ આ સચ્ચાઈ જાણવા માટે આપણે હમણાં અલગ રહેવુ પડશે બકા. અને નિસર્ગભાઈ આવી જશે ભગવાન પર ભરોસો રાખ.

મે કાલે પ્રથમ સાથે વાત કરવા પ્રયત્ન કર્યો પણ તે કાલે રાત્રે પણ ગુસ્સામાં જ હતો એટલે એ બહું વાત કર્યા વિના સુઈ ગયો અને મે પણ એની સાથે તેનો મુડ નહોતો એટલે વાત કરવાનો પ્રયત્ન ના કર્યો.

પણ આજે હમણાં તે આવશે એટલે રાત્રે શાંતિથી તેને સમજાવી ને વાત કરીશ.

              *       *       *       *      *


રાતના બાર વાગ્યા છે. હવે તો બધાને ખબર પડી ગઈ છે કે નિસર્ગ આવ્યો નથી. બધા જ ચિંતામાં હોલમાં બેઠા છે બધી જ જગ્યાએ પુછી જોયુ હતું કે જ્યાં તે હોવાની થોડી પણ સંભાવના હતી. તેની ફેવરિટ રેસ્ટોરન્ટમાં પણ તપાસ માટે જઈ આવ્યા જ્યા તે જ્યારે પણ અપસેટ હોય ત્યાં જઈને બેસતો.

ત્યાંથી કહ્યું કે સર તો હમણાંથી અહીંયા આવ્યા જ નથી. કદાચ થોડા દિવસ પહેલા તે મેડમ સાથે આવ્યા હતા હવે તે ક્યારેય એકલા આવતા જ નથી.

હવે પોલીસ કમ્પલેઈન કર્યા સિવાય કોઈ વિકલ્પ નહોતો પણ ચોવીસ કલાક પહેલાં તો તે પણ ફરિયાદ ના લખે.


પ્રથમ પણ ઘરે આવ્યો નથી તેને ફોન કર્યો તો તે એક બિઝનેસ પાર્ટીમાં હતો તો કહે મને વાર લાગશે અને અવાજ બહું હતો તેની સાથે બહું વાત ના થઈ. આમ તો તે હંમેશા પરીને પાર્ટીમાં સાથે લઈ જતો પણ આજે તેને પાર્ટીનુ પરીને પણ કહ્યુ નહોતુંં.

પરી વિચારે છે બે ત્રણ દિવસમાં હું મમ્મી પાસે ગઈ એટલામાં પ્રથમમાં આટલો બધો બદલાવ કેમ આવી ગયો. મારે કારણ તો શોધવુ જ પડશે પણ ત્યાં તે બધાની વચ્ચે બીજુ કંઈ ન કહેતા કહે છે તે મને કહીને ગયો હતો પણ હું ભૂલી ગઈ હતી.


રાત્રે મોડું થતા નિસર્ગ ના પપ્પા બધાને સુવા માટે કહે છે એટલે બધા સુવા જાય છે.પછી તે, નિસર્ગની મમ્મી, નીર્વી, પરી અને સાચી બેઠા છે.

સાચી પરી પણ પ્રેગનેન્ટ હોવાથી તેને કહે છે તું જઈને આરામ કર .અને તેને ધીમેથી કહે છે તું રહીશ તો તારા સાસુને એમ થશે કે તું પ્રથમનો સાથ નથી આપતી તને આ લોકોની જ પડી છે. એટલે પછી પરી તેના રૂમમાં જતી રહે છે.

               *       *       *       *      *


પરીને રૂમમાં જઈને પણ ઊંઘ આવતી નથી. એકબાજુ પ્રથમ અને આ બાજુ નિસર્ગ. શું કરવુ તેને કંઈ જ સમજાતું નથી. એટલામાં રાત્રે એકવાગે પ્રથમ ઘરે આવે છે તે ઘરમાં આવતા જુએ છે કે બધા હજુ જાગે છે પણ તેના મનમાં નિસર્ગ પર ગુસ્સો હતો એટલે બધાને જોયા છતાં ત્યાંથી કંઈ પણ પુછ્યા વિના તેના રૂમમાં જતો રહે છે.

નીર્વી અને તેના સાસુ સસરાને આ જોઈને દુઃખ થાય છે પણ તેઓ કંઈ બોલતા નથી. પણ સાચી બધુ સાચવી લે છે. તે પરાણે નીર્વી ને પણ જમાડે છે જેથી તેની તબિયત ના ખરાબ થાય.

               *       *       *       *       *


સવારે સાત વાગી ગયા છે. નિસર્ગના કોઈ સમાચાર નથી. નીર્વી અને તેના સાસુ સસરા થાકીને ત્યાં હોલમાં જ સોફા પર સુઈ ગયા છે. નિહાર તેની એક ટુરમા ગયેલો હતો. તે સવારમાં ઘરે આવે છે તે બધાને આમ સુતા જોઈને તેની મમ્મીને જગાડીને પુછે છે શુંં થયું??

નિહાર ને બધી વાતની જાણ થતા તે પણ ચિંતામાં આવી ગયો. પછી તે ફ્રેશ થવા રૂમમાં જાય છે...એટલામાં તે ફ્રેશ થઈ ને રૂમની બહાર આવતો હોય છે ત્યાં જ તેના મોબાઈલમાં રિગ વાગે છે. કૃતિ નો ફોન હતો.....


નિસર્ગના ના પાડ્યા પછી તેને કૃતિ સાથે વાત બહું ઓછી કરી દીધી છે. પણ કૃતિ તેની સાથે વાત કરવા ફોન કર્યા જ કરતી. પણ છેલ્લા બે દિવસથી તેનો કોઈ ફોન નહોતો.

આજે અચાનક ફોન કરીને કહેવા લાગી આપણી સગાઈ માટે તું વાત કરને ??.તારા ભાઈને સમજાવ ને??

નિહાર તેને નિસર્ગ કાલનો નથી આવ્યો એની વાત કરે છે. તો કૃતિ કહે છે તો એના આવે તો ?? આપણી સગાઈ તો થશે જ ને ?આપણી લાઈફ થોડી થંભી જશે ?


આજે પહેલી વાર કૃતિ ને આવુ બોલતા સાંભળી ને નિહાર કહે છે તને અત્યારે સગાઈની પડી છે આ બાજુ મારા ભાઈનો કોઈ પતો નથી..એમ કહીને નિહાર ગુસ્સામાં ફોન મુકી દે છે.

શું ચાલે છે આ બધુ ?? શું થયું નિસર્ગનું ?? તેને કંઈ થયુ હશે કે કોઈ નો આ પ્લાન છે???


ક્રમશઃ


Rate this content
Log in

Similar gujarati story from Drama