Dr.Riddhi Mehta

Drama

3  

Dr.Riddhi Mehta

Drama

અતુટ દોરનું અનોખું બંધન - ૧૦

અતુટ દોરનું અનોખું બંધન - ૧૦

6 mins
550


નીર્વી ને આજે સવારથી બહું વોમિટીગ થઈ રહી છે. આમ તો તેને એટલો પ્રોબ્લેમ નહોતો થતો એટલે નિસર્ગ તેને ડોક્ટર પાસે લઈ જાય છે. સાથે સાચી પણ જાય છે.

ડોક્ટર ચેક અપ કરે છે અને કહે છે બધુ નોર્મલ છે. કોઈ વાર એવુ થાય એમ કહે છે અને ડોક્ટર મેડિસિન લખી આપે છે એટલે ત્રણેય પછી ઘરે આવે છે.


નિસર્ગ આવીને નીર્વી ને મેડિસિન આપે છે અને તેને નાસ્તો લાવી આપે છે. એટલે તેના મમ્મી કહે છે નિસર્ગ તારે ઓફિસ જવુ હોય તો જા હું નીર્વી નુ ધ્યાન રાખુ છું એટલા માં નિસર્ગ નીર્વી ને ધ્યાન રાખજે એવુ કહીને ઓફીસ જવા બેગ લેવા તેના રૂમમાં જતો હોય છે ત્યાં જ પાછળથી પ્રથમ ગુસ્સામાં બુમ પાડે છે, નિસર્ગ ઉભો રહે....નિસર્ગ ત્યાં પાછળ ફરીને શાંતિથી કહે છે હા ભાઈ બોલ ને ?


પ્રથમ ( મોટેથી ) : તું શું સમજે છે તારી જાતને ? તું બહારથી બહું ભોળો બની રહ્યો છે. તું મારા પપ્પાને ભોળવી અમારો બિઝનેસ હડપ કરી લેવા માગે છે?? એમના વિશ્વાસનો તું ફાયદો ઉઠાવી રહ્યો છે...

નિસર્ગ : મને તો કંઈ સમજાતું નથી તું કેમ આવુ કહી રહ્યો છે. મારી પાસે ભલે નાનો તો નાનો પણ મારો પોતાનો બિઝનેસ છે. અને હું અને મારો પરિવાર તેનાથી ખુશ છીએ. અને તું મારો ભાઈ.છે હું શું કામ તારી સાથે આવુ કરૂ???

પ્રથમ : એવુ તો હું પણ આજ સુધી માનતો હતો પણ એ મારો વહેમ હતો. મને ખબર છે કે આ બધુ તું તારા આવનારા બાળક માટે ખોટું કરી રહ્યો છે. કારણ કે તારા આ નાના બિઝનેસમાં તો તું એના સપના પુરા નહી કરાવી શકે એટલે !!


નિસર્ગ તો સ્તબ્ધ થઈ જાય છે તેને થાય છે કે આવુ બધુ તો તેને સપનામાં પણ વિચાર્યું નથી તો પ્રથમ કેમ આવુ કહે છે.આ બધુ સાંભળી ને ઘરના બધા ભેગા થઈ જાય છે. નીર્વી ને પણ કંઈ સમજાતું નથી...તે શું કરે ??


કોઈ કશું બોલતું નથી. આજ સુધી સગા ભાઈઓની જેમ રહેનારા ચારેય ભાઈઓ ક્યારેય નાના હતા ત્યારે પણ ઝગડ્યા નથી. બધા એકબીજાને બધી જ વાતો શેર કરતાં. એટલે વડીલો પણ અચાનક પ્રથમ ના આવા વર્તનથી અચંબામાં પડી જાય છે.

અને પછી પ્રથમ છેલ્લે કહે છે, હું તારી આ મુરાદ પુરી નહી થવા દઉ અને હું તને જોઈ લઈશ.....કહીને ગુસ્સામાં ગાડી લઈને ઓફીસ જવા નીકળી જાય છે.

નિસર્ગ તો જાણે એક સોફા પર ફસડાઈ પડે છે...તેના મમ્મી , નીર્વી અને દાદી તેની પાસે આવે છે અને કહે છે મને તારા પર વિશ્વાસ છે બેટા તું ક્યારેય ખોટું કામ ના કરે !!!


દાદી કહે છે આ શબ્દો પ્રથમ ના નહોતા કોઈએ તેના કાનમાં ઝેર રેડ્યુ છે કહીને દાદી ત્યાંથી જતા રહે છે. પછી નીર્વી નિસર્ગ ને લઈને રૂમમાં આવે છે. તે કહે છે અમે બધા તમારી સાથે છીએ. તમારી મહેનત અને પ્રામાણિકતા પર મને મારા કરતાં પણ વધારે તમારા પર ભરોસો છે. ચિંતા ના કરો બધુ સારૂ થઈ જશે....


પરી પણ પ્રેગ્નન્ટ છે તે અત્યારે તેના મમ્મીના ઘરે ગઈ છે તેની મમ્મીના ઘરે રહેવા. તેને તો આ કોઈ વાતની જ ખબર નથી.તે એમ જ સાચીને ફોન કરે છે તો તે પરીને આજની બધી વાત કહે છે પરી કહે છે પ્રથમ આવુ કેવી રીતે કહે નિસર્ગ ને?? શું થઈ ગયુ અચાનક એને ??

સાચી કહે છે તું એને શાંતિથી બધુ પુછજે કે આખરે શું ચાલી રહ્યું છે તેના મગજમાં.

પરી કહે છે , હું આજે જ ઘરે આવુ છું..પણ અહી હું કોઈ ને કંઈ કહેતી નથી. નીર્વી ને પણ કહેજે કે તમે બંને અહી કોઈને ના કહેતા.

               *      *       *      *      *


અચાનક પરી બેગ પેક કરતી હોય છે એટલે તેની મમ્મી આવીને કહે છે કેમ અત્યારે પેકિંગ કરે છે. તું તો એક અઠવાડિયુ રહેવાની હતી ને હજુ તો ત્રણ દિવસ જ થયા છે તને આવ્યા ને તો કેમ પેકિંગ કરે છે.

પરી : મમ્મી પ્રથમ ને કાલનો તાવ આવ્યો છે પણ આ તો મને ટેન્શન ના થાય એટલે તેને મને કહ્યું પણ નહી પણ આ તો સાચી સાથે વાત થઈ એટલે તેણે મને કહ્યું. રહેવા માટે તો ફરીથી પણ આવીશ. અત્યારે તેને મારી જરૂર છે. બપોરે સાચી મને લેવા આવે છે.


પરીની મમ્મી : સારૂ બેટા ફરી તને સેટ થાય ત્યારે આવજે. હવે એ તારૂ પહેલુ ઘર છે.ત્યાં પ્રથમ અને પરિવાર ને જરૂર હોય ત્યારે ત્યાં જવુ તારી પહેલી ફરજ છે.

પરી (મનમાં) :સાચી વાત છે મમ્મી. મારે એટલા માટે જ ત્યાં જવુ છે અને આ મારા પરિવારની વાત છે એટલે જ મારે તને ખોટું બોલવું પડે છે..સોરી મમ્મી..


બપોરે સાચી આવતા ત્યાં બધાને મળીને બંને ઘરે જવા નીકળે છે. રસ્તા માં બન્ને વાત કરે છે. પરી પ્રથમ સાથે બધી વાત કરવા કહે છે.

સાચી કહે છે તું અત્યારે નીર્વી સાથે બહું વાત કર્યા વિના પ્રથમ સાથે પહેલા પ્રેમથી વાત કરીને તેને બધુ પુછ, તે કેમ આવુ કહે છે, તેને કેવી રીતે આવુ લાગે છે અને કોને કહ્યું એ બધુ જ.


સાચી : હું નીર્વી ને વાત કરીને સમજાવી દઈશ જેથી તું હાલ એની સાથે બહું વાત ના કરે તો ખરાબ ના લાગે.. ખાસ કરીને પ્રથમ અને તારા ફેમિલી સાથે તેની સાથે વાત ના જ કરતી તો આપણને સાચુ જાણવા મળશે. નહી તો તેમને લાગશે કે તું એ લોકોનો જ પક્ષ લે છે.

પરી : હા સારૂ. એવુ જ કરીશ પણ તું નીર્વી ને સંભાળજે....

               *     *      *      *     *


પરી અને સાચી ઘરમાં આવે છે ત્યારે બીજું કોઈ બહાર હોતું નથી પણ પરીના સાસુ તેને દેખે છે ને તેનુ મોઢું બગડી જાય છે સહેજ પણ પછી તેને જોઈને કહે છે બેટા તું આવી ગઈ?? તું તો રહેવાની હતી ને અને કહ્યું હોત તો પ્રથમ તને લઈ જાતને આમ આવી રીતે શું કામ આવી. અત્યારે તારા બાળક ને સાચવવું જરૂરી છે.

કંઈ નહી મમ્મી એ તો સાચી ત્યાં આન્ટી લોકોને મળવા આવી હતી તો મને પણ અહી બધાની યાદ આવી ગઈ તો હું આવી ગઈ. તે એવુ જ રાખે છે જાણે તેને કંઈ જ ખબર નથી.

                *      *      *      *     *


નિધિ : (તેની મમ્મી પાસે આવીને) મમ્મી આ ભાભી અચાનક કેમ પાછા આવી ગયા ?? એ તો રહેવાના હતા ને. યાર હવે તે આપણા કર્યા કરાયા પર પાણી ના ફેરવી દે તો સારૂ. આપણે કંઈક કરવુ પડશે.

નીલમ : હા મને તો લાગે છે સાચી એ જ તેને બોલાવી લીધી છે. હવે આપણે બહું ધ્યાન રાખવું પડશે.

નિધિ : હવે આપણે ભાઈ સાથે એકલામાં બહું વાત નહી કરી શકીએ પણ ભાભી તેની સાથે હમણાં આ બધી વાત ન કરે તેનુ ધ્યાન રાખવું પડશે.

                 *      *      *      *      *


નિસર્ગ બીજા દિવસે ટેન્શનમાં હોય છે પણ પરાણે તે ઓફીસ જવા માટે નીકળે છે. તે આખો દિવસ બધુ કામ પતાવે છે અને નીર્વી સાથે વાત કરે છે હું હમણા આવુ છું પછી આપણે જમીને મોડા થોડી વાર બહાર જઈશું ડોક્ટરે તને કહ્યુ છે ને ખુશ અને ફરતા રહેવાનું એટલે.

નીર્વી : સારૂ મારા પતિદેવ. મારી આટલી બધી ચિંતા ના કરો. અને જલ્દી ઘરે આવી જાવ...લવ યુ...


નિસર્ગ : લવ યુ ટુ... કહીને ફોન મુકે છે. અને થોડી વારમાં તે ઓફીસ થી ઘરે જવા નીકળે છે. ત્યાં પાર્કિંગ માં આવતા જ તે કોઈ અજનબી માણસને જુએ છે અને તેની પાસે આવે છે. અને એકદમ તેની પાસે આવીને તેને રૂમાલમાં કંઈ છાંટીને સુંઘાડે છે અને તે થોડી વારમાં બેભાન થઈ જાય છે એટલે તે લોકો તેને ગાડીમાં સુવાડી દે છે અને કોઈને ફોન માં કહે છે ...કામ થઈ ગયુ છે...અને ગાડી ત્યાંથી જતી રહે છે.


કોણ હશે આ લોકો?? કોના માણસો હશે?? આ કોનો પ્લાન હશે ?? પ્રથમ ?? નિધિ ?? કે બીજું કોઈ ??


ક્રમશઃ


Rate this content
Log in

Similar gujarati story from Drama