Pramod Mevada

Inspirational Classics Tragedy

3  

Pramod Mevada

Inspirational Classics Tragedy

અપૂર્ણતાનો અહેસાસ ભાગ – ૧૦

અપૂર્ણતાનો અહેસાસ ભાગ – ૧૦

3 mins
14.6K


તૃપ્તિએ દરવાજો ખોલ્યો તો સામે એક કુરિયરબોય ઊભો હતો એક પેકેટ લઈને. તૃપ્તિએ પેકેટ લઈ લીધું. નિશાંતનું નામ હતું એટલે તેણે ખોલ્યું નહિ અને બીજા કામમાં પરોવાઈ ગઈ. સાંજે નિશાંત આવતા જ તેણે તે પેકેટ નિશાંતના હાથમાં આપ્યું. નિશાંતએ કહ્યું, "આ પેકેટ તારા માટે જ છે તું જોઈ લે ખોલીને." તૃપ્તિએ કહ્યું, "પછી જોઇશ." પણ માની જાય તો નિશાંત શેનો! એણે કહ્યું, "અત્યારે જ જોઈ લે." તૃપ્તિએ સાવ સહજતાથી કોઈ જ ઉત્સુકતા વગર પેકેટ ખોલવાનું શરૂ કર્યું. જેમ જેમ રેપર અલગ થયું તેમ તેમ તે આશ્ચર્ય અનુભવતી ગઈ. નિશાંતએ તેના માટે તેનો ફેવરિટ કેમેરો મંગાવ્યો હતો. જે તૃપ્તિને ઘણા સમયથી લેવાની ઈચ્છા હતી. હમણાં હમણાં તૃપ્તિ ખૂબ રાહત અનુભવતી હતી જીવનમાં. કોઈ નવી ઘટનાઓ આકાર લે તો પણ તેને દુઃખી કરે એવું કંઈ બનતું ન હતું. જીવન સરળતાથી વહી રહ્યું હતું. એને ક્યાં ખબર હતી કે નિયતિ કૈંક જુદી જ તૈયારી કરી રહી એના માટે. એક કહેવત છે ને કે "સારા દિવસો ચપટી વગાડતા વીતી જાય અને ખરાબ દિવસો કાપ્યા ન કપાય."

આસ્થાની તબિયત અચાનક જ ખરાબ થઈ ગઈ. ડોક્ટરે તપાસ કરી બધા રિપોર્ટ્સ કરાવ્યા અને નિદાન આપ્યું. આસ્થાને બ્લડ કેન્સર છે એ પણ શરૂઆતી તબક્કામાં જો સારવાર કરાવીશું તો કદાચ બચવાની શક્યતાઓ છે પણ ખર્ચો પુષ્કળ થશે અને જો સારવાર નહિ કરાવો તો કદાચ આસ્થા પાસે એકાદ વર્ષથી વધુ સમય નથી. નિશાંત અને તૃપ્તિ દ્વિધામાં આવી ગયા અને વિચારવા લાગ્યા કે શું કરવું. દીકરી બન્નેને જીવથીય વ્હાલી હતી. આખરે એની સારવારમાં કોઈ જ કચાશ ન રાખવી એમ નક્કી થયું. ડોક્ટરે પણ પૂરતી કાળજી રાખવાની તકેદારી સાથે આસ્થાને ઘરે લઈ જવા પરવાનગી આપી પણ દર અઠવાડિયે એને ડાયાલીસીસ માટે હોસ્પિટલ લઇ આવવાનું કહ્યું.   

તૃપ્તિ હવે આખો દિવસ આસ્થાનું ધ્યાન રાખતી. એ જે પણ ફરમાઈશ કરે એ પુરી કરતી. નાનકડો હર્ષ પણ જાણે કે વગર કહે સમજી ગયો હોય એમ બેનની પાસે જ રમતો રહેતો.

એક દિવસ આસ્થાએ જીદ પકડી નિશાંત આગળ. "પપ્પા મારે ફરવા જવું છે."

નિશાંતે કહ્યું, "હા દીકરી બોલ તારે ક્યાં જવું છે ફરવા? તું જ્યાં કહે ત્યાં લઈ જઈશું." આસ્થાએ કહ્યું, "પપ્પા મારે મારે ક્યાંય દૂર નથી જવું પણ આપણાં ગામડે જવું છે." નિશાંતની આંખો ભરાઈ આવી. બે દિવસ પછી જવાનું નક્કી થયું. આસ્થા અને હર્ષ બન્ને ઉત્સાહમાં શું લઈ જવું, કેવી મસ્તી કરવી તેના પ્લાનીંગમાં લાગી ગયા. બીજા જ દિવસે સવારે આસ્થાની તબિયત બગડતા એને હોસ્પિટલાઈઝડ કરવી પડી અને બે દિવસની સારવાર બાદ તેને ઘરે લવાઈ.

આસ્થા હમણાં હમણાંથી રોજ ડાયરી લખતી. તૃપ્તિએ વાંચવા માંગી તો આસ્થાએ ના કહી અને કહ્યું કે "મમ્મી મને ખબર છે હું થોડાક દિવસની જ મહેમાન છું. હું જાઉં પછી આ ડાયરી તું વાંચજે એ પહેલાં ન વાંચતી." તૃપ્તિએ પ્રોમીસ કર્યું, "હા બેટા તું જેમ કહીશ એમ જ થશે." આસ્થાની બધી ફ્રેન્ડસ તેને મળવા આવતી. આસ્થા પણ એની ફ્રેન્ડસ સાથે થોડીક પળ હસી ખુશી વિતાવતી.

નિશાંત એક દિવસ આસ્થાને ગામડે લઈ ગયો. ગામમાં પ્રવેશતા જ આસ્થા જાણે કે અજીબ રાહત અનુભવવા લાગી. કોઈ અટકેલું કામ પૂરું થયું હોય એવી નિરાંત અનુભવી. એ દિવસ તે લોકો ખૂબ ફર્યાં. હર્ષ સતત એની વ્હાલી દી, સાથે જ રહ્યો ક્યાંય પણ એક મિનિટ માટે ખસ્યો નહિં. આખરે મોડી રાત્રે સહુ થાકીને સુવા ચાલ્યા. તૃપ્તિ અને નિશાંત આજે ઘણા સમય પછી શાંતિથી સૂતા હતાં પણ એમને ક્યાં ખબર હતી કે આવનારી સવાર એમના માટે ગોઝારી અને એક નવી મુસીબત નીવડશે...

(ક્રમશઃ)


Rate this content
Log in

Similar gujarati story from Inspirational