STORYMIRROR

Vijay Ahir

Comedy Drama

3  

Vijay Ahir

Comedy Drama

અપડાઉનનો આનંદ

અપડાઉનનો આનંદ

2 mins
260


એ...એ....એ...

શાંત ચાલી જતી બસમાં ઓચિંતો સળવળાટ થાય ને શરૂ થાય આપણો હાસ્ય દરબાર !

બસમાં બોલબોલ કરતી પત્નીને સાંભળતો એમનો પતિ "કિતને ભી તું કરલે સિતમ હસ હસ કે સહેંગે હમ" ગીતના શબ્દોની જેમ સહન કરતો કરતો સાચે જ પતિ થઈ પતી ગયો હોય એવું લાગે...

શિયાળાની કડકડતી ઠંડીમાં એક વખત પંદર મિનિટ હેરાન થયા પછી ખબર પડી કે ઠંડી હવા તો બસના દરવાજા પાસેના અઢી ઇંચના ખાંચામાંથી આવે છે. પેસેન્જરને જ્યાં ઉતરવું હોય ત્યાં સ્ટોપ ન હોય ત્યારે કંડકટર રોફ જમાવે એટલે પેસેન્જર ઉતરે ત્યારે દરવાજો જોરથી પછાડીને બંધ કરે ત્યારે એમ થાય કે આ ભાઈની જરૂર સ્વાતંત્ર્ય સંગ્રામ સમયે હતી.

હાથ ઊંચો કરો અને બસમાં બેસો એ વાત સારી છે...ગમે ત્યાંથી પેસેન્જર બસમાં બેસી શકે...પણ હાથ નીચો કરોને નીચે ઉતરો એવી વ્યવસ્થા નથી એ વાતની અગવડ ક્યારેક બસ ઊભી ન રાખે ત્યારે સમજાય..

એક વખત ભચાઉ પાસે તુફાન ઍક્સિડન્ટ થતાં બચી..એક ભાઈ બોલ્યા ધીમે ચલાવજે ભાઈ....મારા છોકરાએ કીધું છે આઈસ્ક્રીમ લેતા આવજો...આમ ચલાવીશ તો કેમ લઈ જઈશ આઈસ્ક્રીમ ?...જબરું થઈ ગયું આ તો.

રાજસ્થાન બાજુથી આવતા ખટારામાં લિફ્ટ મળી ત્યારે એમાં વાગતું ગીત "ફાગણ મહિનામાં ભાભી બહુ રૂપાળી લાગે રે" ઠેઠ સામખીયાળીથી ભચાઉ સુધી હસાવતું રહ્યું.

એકવાર સામખીયાળીના પુલથી અમદાવ

ાદ બાજુ જવાની જગ્યાએ રાધાનપુરના રસ્તે વળી ગયેલાં ભાઈ ચિત્રોડ હું ઊભો હતો ને એમણે પૃચ્છા કરી યે રાસ્તા કહાઁ તક જાયેગા...??

મેં કહ્યું દેખદેખકે જાઓગે તો ધોલાવીરા તક જાયેગા ઔર આપ જૈસે આયે હો વૈસે જાઓગે તો પાકિસ્તાન જાયેગા.

અમુક લોકો તો નાના બાળકની અડધી ટીકીટ કઢાવીને આખી સીટમાં બેસાડે ત્યારે એમના મુખ પર જે મરકમરક સ્મિત હોય તેના પર એકાદું વિજયગીત હોવું જોઈએ.

બસ બ્રેકડાઉન થાય ત્યારે પાછળ આવતી બીજી બસના કંડકટર માથે આભ ફાટ્યું હોય એવી સ્થિતિ સર્જાય...ખાયા પિયા કુછ નહીં ગ્લાસ તોડા બારાના જેવું.

સીટ માટે ઝગડતાં પેસેન્જરોને જોઈને લાવારીસનું પેલું ગીત યાદ આવે "અપની તો જૈસે તૈસે, થોડી ઐસે યા વૈસે, કટ જાયેગી, આપકા કયા હોગા જનાબે આલી".

ઘણીવાર તો બસ કરતાં માણસોનો ઘોંઘાટ બહુ લાગે... કારણ વગરનો ઘોંઘાટ ન સાંભળવો હોય ત્યારે એરફોન બહુ ઉપયોગી થાય.

લાકડિયા કે ચિત્રોડનો ફાટક બંધ થતો હોય ત્યારે બસના એન્જીનમાં અચાનક હાઇડ્રોજન બુસ્ટર આવી જાય ને ભમાભમ બસ નીકળી જાય.

એકવાર એક બેનને ઉતરવું હતું ત્યારે બાજુમાં બેઠેલાં મોટી ઉંમરના માજીને મેં પૂછ્યું "તમારે પણ ઉતરવું છે ?"એમનો જવાબ હતો "હું તો તને ઉતારીને ઉતરીશ"...આવી તો કેટલીયે રમુજની ઘટનાઓ ઘટે છે...

રૂકે ના કભી યે સફર, યુહી ચલતા રહે.


Rate this content
Log in

Similar gujarati story from Comedy