STORYMIRROR

Vijay Ahir

Inspirational Others

3  

Vijay Ahir

Inspirational Others

તણખલાનો તરવરાટ

તણખલાનો તરવરાટ

3 mins
223


ગયા શનિવારે અમારી કોલેજના વિદ્યાર્થી હિતેશ, દિનેશ, હિરેન અને બીજા એક ભાઈ સાથે કોલેજના પાછળના ભાગમાં આવેલા ડુંગર પર રખડવાની મોજ કરી. બીજીવાર કહું રીતસરના રખડયા જ !

કેમ્પસની 6-7 ફુટ ઊંચી દીવાલ ઠેંકી હાથમાં પાણીની બોટલ હતી તેને બાવળમાં સરકતી ફેંકી જેથી ઉતરવામાં એકલાને સવળું પડે. આ બધું ગામડામાં રહેલા એટલે ફાવે બાકી શહેરમાં રહેતાં હોત તો દૂરથી જ ડુંગર જોયા કર્યા હોત. ડુંગરોનું સાચું સૌંદર્ય તો તેની પાસે જતાં જાણવાં મળે. કહેવત છે દૂરથી ડુંગર રળિયામણા ને પાસે આવે અડખામણા. પાસે જાઓ તો ઢેફાં જ હોય. પણ શું આપણે ક્યારેય એ બાજુ ખેંચાયા ? કે ઢેફા છે કે બીજું કાંઈ એની ખાતરી થાય.

મોટા પત્થર પર સમૂહ ફોટો પાડતા હતા ત્યાં દિનેશે નીચેની બાજુ આડા પત્થર મુકેલી જગ્યા જોઈ. અમે ચારે ચોંક્યા. નીચે જઈને પત્થર હટાવીને જોયું તો એકદમ નીરવને નાનકડી ગુફા. પહેલાં પણ અમે ત્રણ -ચાર વખત અહીં આવ્યા હતા. ત્યારે જે જોયું હતું એના કરતાં તદ્દન જુદું આ વખતે જોવા મળ્યું. ટોકીઝમાં શુક્રવારે નવી ફિલ્મ લાગે પ્રકૃતિ તો પળે પળે નવાં દ્રશ્યો રિલીઝ કર્યા કરે, ને ફિલ્મનું નામ "અનંત"

વાગડ જૈવ વિવિધતાની દ્રષ્ટિએ સમૃદ્ધ પ્રદેશ છે. કુદરત કેવી ને કેવી રીતે છુપાયેલ છે. ક્યાંક મોટા પત્થર સ્વરૂપે, તો ક્યાંક સૂકા ઝાંખરાવાળા ઝાડ સ્વરૂપે. ક્યાંક બાવળ ને લીલાં જારાં સ્વરૂપે તો ક્યાંક નાનકડી નદી સ્વરૂપે. ક્યાંક તો નાનકડા પત્થરમાં સુંદર કોતરણીના સ્વરૂપે. જોઈએ ત્યારે થાય ગજબ છે કુદરતની કરામત ને એમની કલાત્મક કોતરણી !

મનમોહક Natural texture હોય એવી ડિઝાઇનવાળા આ પત્થર ક્યાંય એડવરતાઈઝ કરવા નથી ગયા. ક્યાંક ક્યાંક તો વળી બહુ મુશ્કેલીથી જોઈ શકાય એમ બાવળ વચ્ચે છુપાઈને બેઠા છે જાણે. દૂરથી જે દેખાય તે નજીક જવાથી કંઈક અલગ સ્વરૂપમાં મળે એમાં નવાઈ

નહીં. ને એવું જ હતું કાંઈક અહીંયા. થોડે દુર સંભળાતો ધડાકાઓનો અવાજ સહજ ચિંતાજનક લાગે. કુદરતી સૌંદર્ય આમને આમ ડુંગરોમાંથી ખાણ બની ગયું છે. એક પર્યાવરણ પ્રેમીએ બહુ સરસ વાત કરી છે "સ્વચ્છ હવા અને તંદુરસ્ત વાતાવરણ ઉપર આવનારી પેઢીઓનો પણ આપણાં જેટલો જ હક્ક છે. એક સમયે અડીખમ ઉભેલા ડુંગરો આજે ભૂતળમાં ગરકાવ થયેલાં દેખાય છે. માણસ તો મૂડીવાદી છે ને !

યાદ આવે કાર્લ માર્ક્સ "તમારા ખિસ્સામાં 100 રૂપિયાની નોટ છે અને સામેવાળાના ખિસ્સામાં નથી તેથી તમે પૈસાદાર કહેવાયા. જો બન્નેના ખિસ્સામાં 100 રૂપિયાની નોટ હોય તો ખબર પડે સાચું સસ્તું કોણ ?

ડુંગરમાં રખડતાં રખડતાં એક આરપાર જોઈ શકાય એવા સુંદર કોતરાયેલ પત્થર પાસે આંખ અટકી. પંદર વીસ મિનિટ જેટલો સમય તો એ જ જગ્યાએ હજી નવું શું છે ? એમ કરીકરીને જોવામાં જ ખબર ન પડે તેમ થઈ ગઈ.

થોડે દુર બાવળ નીચે પડેલી કાંચની ખાલી બોટલોમાં પત્થરથી નિશાનેબાજી પણ કરી. વિવેકાનંદ પ્રથમ વખત જ નિશાન ચીંધી અને લક્ષ્યને વીંધી લેતા એ વાત પણ કરી પછી તો પૂછવું જ શું ? દે ધડાધડ ત્રણેય જણનું એક બે ઘામાં જ નિશાન લાગી ગયું. વિવેકાનંદની વાતો આ કારણથી જ એટોમ બૉમ્બ જેવી છે.

વળતી વખતે શાંત ડુંગર પર જોયું એક શાંત લહેરાતું તણખલું. આ વખતે એનો રંગ લીલામાંથી સોનેરી થઈ ગયો છે. કારણ ? તડકો વેઠીવેઠીને !(કાળા તો માણસો પડે, પ્રકૃતિ તો તડકાથી સોનેરી થાય છે.) આ તણખલું ઠંડી, ગરમી, વરસાદ બધું અહીં એમનેએમ ઊભું ઊભું જ જોયાં કરે. તેને આ બધું જ ગમતું હશે એટલે તો એ હંમેશા લેરમાં હોય એમ લટકા કરતું હોય. 

"કરે કોઈ તૃણ કેદ મને" એવા ફોટો પણ પાડયાં. સૂકા સોનેરી પ્રવાસમાં મોરપિચ્છ મળતાં રંગબેરંગી બન્યો ને એટલે જ "કાનુડો કામણગારો". ડુંગરમાં રખડવાની બહુ મોજ કરી પણ ખરો આનંદ તો "એ તણખલાનો તરવરાટ"જોવામાં આવી. 


Rate this content
Log in

Similar gujarati story from Inspirational