Hurry up! before its gone. Grab the BESTSELLERS now.
Hurry up! before its gone. Grab the BESTSELLERS now.

Vijay Ahir

Inspirational


0.8  

Vijay Ahir

Inspirational


સુરખાબના શહેરની સાંજ

સુરખાબના શહેરની સાંજ

3 mins 393 3 mins 393

કચ્છમાં શિયાળો એટલે થરથર ધ્રુજાવતી ઠંડીની મોસમ, ને એનો પોતાનો વળી આગવો મિજાજ. સ્થળાંતર કરીને આવતા યાયાવર પક્ષીઓને માફક આવે એવો સમય. કોઈને પૂછીએ કે રણમાં શુ હોય ? જવાબ મળે કે રેતી. આપણા કચ્છનું રણ તો અલગજ વિશેષતા ધરાવે છે એ પણ મીઠાનું રણ. ચોમાસા-શિયાળામાં એ "ગ્રેટ લેક ઓફ કચ્છ" તો ઉનાળામાં વળી "ગ્રેટ રણ ઓફ કચ્છ" કહેવાય...

ગયા શનિવારે નિલપર રાત્રી રોકાણ કરીને રવિવારના સવારે અમે નીકળ્યા ફતેહગઢ પાસે આવેલ સુરખાબ નગરી જોવા. રમજાનભાઇ,દેવેન્દ્રભાઈ,શૈલેષભાઇ, જ્યોતિબેન, હું અને અમારી કોલેજના વિદ્યાર્થી પિયુષ, હાર્દિક,જય,રાજેશ,મહેશ સૌ મનમાં પ્રવાસનો અનેરો અને અલગજ રોમાંચ લઈને નીકળ્યા. અમારી કોલેજના વિદ્યાર્થી અરવિંદ અને વિક્રમ ફતેહગઢથી અપડાઉન કરે. તેઓ પણ તેમના ગામ ફતેહગઢથી જોડાયા. તેઓ પણ દરરોજ ઘણા કિલોમીટર કાપીને કોલેજ ભણવા આવે, સફરની મોજ માણનારા.

રસ્તામાં હતા અને અરવિંદનો ફોન આવ્યો પહેલા ઘરે આવવું પડશે. પછી બીજે બધે જઈશું. એમના ઘરે મુલાકાત કરી, ગામડાનું આતિથ્ય હજુય અકબંધ છે એનો વિશેષ આનંદ છે. દેશી તળપદી ભાષાની પણ અલગજ મજા. ગામડું હજુ જીવે છે એવા બાંધાનું ઘર. અંદર પ્રવેશતા પહેલા તો ડેલી આવે પછી આંગણું ને પછી ઘર. ડેલીના દેશી નળીયાનો આગવો લુક હો બાકી. ઉભા ઉભા રસોઈ કરવાના કિચનના જમાનામાં લિપેલું અને બેઠા બેઠા રોટલા ઘડી શકાય એવું રાંધણીયું જોઇ બાળપણનું મારુ ઘર સાંભર્યું ને બાળપણ બેઠું થયું. વિક્રમનો પણ એટલો જ આગ્રહ કે ઘરે આવવું જ પડશે. ચા પાણી નાસ્તો કર્યો, મોજે મોજ હોય એમ સમય વીતતો ગયો.

ફતેહગઢથી નીકળીને મોમાઈમોરા દર્શન કર્યા. ત્યાંના તળાવમાં પણ ઘણા બધા કુંજ હતા, એમનો કલશોર (શોર તો માણસો કરે)સતત એમની હાજરી પુરાવે. પ્રવાસ આગળ વધ્યો ફતેહગઢ-મોવાણા રોડ પાસે આવેલ કચ્છના નાના રણ તરફ...

પાણીથી ભરેલું રણ આવ્યું, સુરખાબ એટલા બધા જાણે એમની મેટ્રોસીટી હોય. થોડીક ક્ષણો માટે ચૂપ થઈ જવાય એટલો સુંદર નઝારો. નજર પહોંચે ત્યાં સુધી સુરખાબજ સુરખાબ. ઉમાશંકર કહે તેમ "સુના સરવરિયાની સોનેરી પાળે, હંસોની હાર મારે ગણવી હતી". જેનું કચ્છી નામ"હંજ" છે. અન્ય પક્ષીઓ પણ હતા. સૌ પોતપોતાની ધૂનમાં "પછી બનું ઊડતી ફિરું મસ્ત ગગનમેં" જેમ વિહાર કરે છે. આ સુના સરવરિયાના કિનારે ઉભા ઉભા કુદરતની વિશાળતા આંખોમાં ભર્યા કરી. "વેરાયા બોલ મારા ફેલાયા આભમાં, એકલો અટૂલો ઝાંખો પડ્યો"મનોમન ગુંજાયા કર્યું. આકાશ અને ધરતીનું જ્યાં મિલન થાય એ ક્ષિતિજ રેખા આંખો સામે સ્પષ્ટ દેખાતી જોઈને "આ નભ ઝુક્યું તે કાનજી" સતત લાગ્યા કર્યું...rare is here એવું જ કાંઈક...

મોડર્ન યુગના માણસો સાઇકલ પંચર વાળાની દુકાન પણ જીપીઆરએસથી શોધે છે ત્યારે આ પક્ષીઓ કેટલે બધે દૂરથી પ્રવાસ ખેડીને કચ્છનું રણ શોધી લે છે. ગજબ એમનો આંખનો કેમેરો અને જોરદાર એમનું મગજનું સિસ્ટમ. પક્ષીવિદોએ પણ સુરખાબ પર ઘણા બધા સંશોધનો કર્યા છે. સુરખાબ કાદવ ભેગો કરી તેને ખૂંદી ખૂંદીને બનેલી જગ્યા પર ઈંડા મૂકે છે. એમનો સમય થાય ત્યારે પોતાને દેશ ચાલ્યા જાય. આ જોઈને સહજ બોલાઈ જાય "વાહ રે કુદરત" અને તેની સુંદર રચના.

કેટલા બધા દેશોની સરહદ પાર કરીને આવતા હશે આ પક્ષીઓ. જો કે સરહદ તો માણસો માટે હોય છે. "પંછી નદીયાં પવન કે જોંકે, કોઈ સરહદ ના ઇન્હે રોકે"ની જેમ આ પક્ષીઓ તો આઝાદ છે. ગુલાબી રંગના આ હંજ સુંદર પણ એટલા જ હોય છે. સૂર્યાસ્ત સમયનો તડકો એમના પગ પર પડતો હતો એ દ્રશ્ય રૂબરૂ જોવે એજ માણી શકે. સુરખાબ તેમના આટલા લાંબા પ્રવાસ દરમિયાન કેટલી બધી દુનિયાની સફર કરતાં હશે એ વાત પણ ખૂબ જ અચરજ પમાડે છે. ખરેખર "યે શામ ફિર ના લૌટેગી" એવા સંભારણા સાથે દિવસ ઢળતો ગયો...

સુરખાબ માટે 

"અનંત નભના રહેવાસી,

અમે નિલગગનના પ્રવાસી" 

કહી, 

અનંતના આશરે આવી મોજ સૌને મળો.


Rate this content
Log in

More gujarati story from Vijay Ahir

Similar gujarati story from Inspirational