અંધકારનો આછો પ્રકાશ પ્રકરણઃ ૨
અંધકારનો આછો પ્રકાશ પ્રકરણઃ ૨
શુષમા ઘરે પહોંચી ત્યારે ઘણું મોડું થઈ ગયું હતું... મમ્મીના અવસાન પછી સંભાળ રાખનાર કોઈ હોય તો તેના પપ્પા બારણાંમાં ક્યારના રાહ જોતાજ ઊભા હતા.
"મારી દીકરીને આજે મોડું કેમ થયું?" એ જ વિચાર સતાવતો હતો અને ત્યાં જ ઘરેરાટી કરતી અને ધૂળ ઉડાડતી કાર આવીને ઊભી રહી ત્યારે એ વિચારતંદ્રામાંથી જાગ્યા.
કારમાંથી શુષ્માને ઉતરતા જોઈને હૈયાંમાં હાશકારો થયો પણ તરતજ બાજુમાં બેઠેલા છોકરાને જોતાં જ હૈયામાં ધ્રાસ્કો પડ્યો. મન અને હૈયાંને શાંત કરવાનો ડોળ કરતા બોલ્યા, "આવી ગઈ બેટા... બહું મોડું થયું કેમ? જો ને તારl વગર ગમતું ન હતું... ક્યારની રાહ જોતો બેઠો છું."
"હા પપ્પા જોને આજે જરા મોડું થયું..." કહીશ તો પપ્પા શું કેહશે... ને દુઃખી થશે તો...? તે વિચારે જલ્દી જલ્દી પોતાના રૂમ તરફ ચાલવા લાગી... "પણ બેટા, શુષ્મા તારી સાથે કોણ હતું તે તો કહે..." પપ્પા એટલું બોલ્યા અને શુષ્માના પગ થંભી ગયા. કેહવા સિવાય હવે છુટકો જ નથી શું થાશે ને શું નહીં ખબર નથી.
"એ તો શિરીષ... મારી સાથે ભણે છે. પપ્પા અમે... અમે..." "બહાર ગયા હતા... ખરું ને? એમાં શું દીકરી મને તારા પર વિશ્વાસ છે." "પપ્પા..." કેહતાં જ એમને વળગી પડી એને ખબર ન હતી કે પપ્પા આવું કેહશે.
પપ્પાને પણ ખબર ન હતી કે એ પણ એવું બોલશે.
શુષ્મા બોલી, "ચાલો પીરસી દઉં તમને.." અને પછી ધીમેથી પપ્પl પાસેથી સરકીને તે રસોડામાં ચાલી ગઈ.
શેઠ શ્રી ધનપતરાય વિચારમાં પડી ગયા. મા વિનાની મારી દીકરી. એની મા અત્યારે હોત તો ક્યારનું કરી નાંખ્યુ હોત. હું પણ જોને, વિચારોમાં ને વિચારોમાં દીકરી ક્યારે આવડી મોટ થઈ ગઈ એનુંય ધ્યાન ના રહ્યં. ચાલો સારું થયું એની મેળે જ ગોતી કાઢે તો. આમ તો છોકરો સારો દેખાતો હતો. દેખાવડો તો લાગ્યો પછી ઘરબાર જોઈશ આમેય દીકરીની ખુશી એજ મારી ખુશી છે ને!
"ચલોને પપ્પા... જમવાનું તૈયાર છે!" શુષ્માનો અવાજ સાંભળી ધનપતરાયે ધીમે ધીમે રસોડા ભણી ચાલવા માંડ્યું. જમ્યા પછી પોતાના બેડરૂમ ભણી જતા પપ્પાને વિચારોમાં ખોવાયેલા જોઈ રહી. શિરીષ આવ્યો યાદ ને તેણે પણ પોતાના રૂમ તરફ પ્રયાણ આદર્યું. અંધારી રાતે શ્રી ધનપતરાયે ધ્રુજતા પગલે અને ધડકતા હ્રદયે બારણામાં પગ મુક્યો ત્યાં જ તેમની ધર્મપત્નીના કણસવાનો અવાજ આવ્યો. વર્ષોના દર્દથી પત્ની અને પોતે બંને કંટાળી ગયા હતા. ધનપતરાયે પોતાનાથી બનતી ધનની મદદ કરી ચુકેલા પણ જ્યાં દવા, દારૂ અને દુઆ કામ ન આવે તો ભગવાન જ કાંઈ કરી શકે. ધણા સમયથી તેમની પત્ની કહ્યા કરતી કે એનો જીવ બળ્યા કરે છે કઈક ભયંકર બનવાનું છે તેના એંધાણ દેખા દેતા હતા.
કારમી અંધારી રાતે કઈક ભયંકર થયું બહાર કુતરું જોર જોરથી રડી રહ્યું હતું...દુર..દુરથી શિયાળ અને ઘુવડના ડરામણા અવાજો આવી રહ્યા હતા. પોતાના પતિના હાથમાં લોહી વાળું ચપ્પું જોતા જ પત્ની ડરી... ને આછેરી ચિસ પાડી ઉઠેલ... પણ હ્રદયને જોરદાર આંચકો લાગતાં જ અચાનક તેનું અવસાન થયું... ધનપતરાયના કાળા-ધોળાથી તો તે વાકેફ હતીજ પણ ખુન કરવાની હદ સુધી પહોચી જશે એવી ન્હોતી ખબર... આ જોતા જ એમનું પ્રાણપંખેરૂ ઊડી ગયું. ધનપતરાય ફાટી આંખે બધું જોતા જ રહ્યા. શું કર્યું? શું થયું? ન્હોતું ધાર્યુ તેવું પોતે પણ કોઈના બાળકનું કાસળ કાઢીને પૈસા પત્નીના ઇલાજ માટે? અને પૈસાના બદલામાં તેને શું મળ્યું. પત્નીના ભોગે પૈસા મેળવીને શું મળ્યુ એમને? ઘનપતરાય હજુ પણ આગળ વિચાર કર્યા જ કરત પણ...
શુષ્માએ એમના રૂમમાં પ્રવેશ કર્યો ને બોલી, "પપ્પા... હજી સુધી જાગો છો? મને એમકે તમે લાઈટ ચાલુ રાખી ને જ સુઈ ગયા છો. તે થયું લાવ હું બંધ કરી આવું." "હા... સુઈ જ જાઉ છું... કરી દે બંધ..." જાણે સુવવા જ માંગતા હોય તેમ પપ્પા બીજી બાજુ પડખું ફરી ગયા. શુષ્મા પણ થાકી હતી... લાઈટ બંધ કરીને પોતાના રૂમ ભણી પાછી ફરી.
(ક્રમશઃ)
