અનામી - ૧
અનામી - ૧


હોસ્પિટલના એક રુમમા આયુશીના મમ્મી એડમીટ હતા કોઇ બીમારીના કારણોસર. ડોક્ટરે કહી દીધેલું કે આ કેસમા પેશન્ટ બચે એમ નથી.
ઘરના સભ્યો બધા ચિંતામા હતા કે આયુશીને કેવી રીતે સમજાવીશુ... એ નહી સહી શકે આ આઘાતને એવુ બધાના મનમા વિચાર દોડતો હતો કારણ કે એના પપ્પા થોડા વર્ષ પૂર્વે જ મૃત્યુ પામ્યા હતા.
પપ્પા પછી આયુશીની એની મમ્મી જ એની દુનિયા હતી. અને આમ એ એને એકલા મુકી ને જતા રહેશે એવુ એણે કદી સપનામા પણ નહી વિચાર્યુ હોય.
આયુશીની એક્ઝામ ચાલી રહી હોવાથી એને કશી જાણ કરવામા નહોતી આવી કે ડોક્ટર એ આવુ કહ્યુ છે. આયુશીને જ્યારે ખબર પડે છે ત્યારે એ હોસ્પિટલ પહોંચે છે..
હોસ્પિટલની અંદર રિસેપ્શન પાસે કાન્હાજીનું મંદિર હતુ ત્યા ઉભી રહી ને આયુશી કહે છે કે "કાન્હા તુ સંભાળી લે જે " અને ઉતાવળે હોસ્પિટલના દાદરા ચડે છે.
અંદર રુમમા આયુશી દાખલ થાય છે અને એના મમ્મી સામુ નજર કરે છે. આયુશીના મમ્મી પણ આયુશીને જોઇ ને હળવુ સ્મિત કરે છે. એક દિવસ પછી જ આયુશીનો બર્થ ડે હોય છે અને આયુશીના મમ્મીને એની ગુડ્ડીનો બર્થ ડે સેલિબ્રેટ કરવુ ખુબ જ પસંદ હતુ.
હર વખતે એ આયુશી ને કોઇ ને કોઇ ગીફ્ટ આપતા હતા પણ આ વખતે એ પણ મુંઝવણમા હતા કે આયુશી આવી ને કહેશે જ કે
" મમ્મી શું ગીફ્ટ આપીશ ..? " તો હું શું જવાબ આપીશ .
આયુશી એની મમ્મીનો હાથ એના હાથમા લઈ ને સવાલ કરે છે કે...
" મમ્મી આવતીકાલે મારો બર્થ ડે છે..શું ગીફ્ટ આપીશ...? "
મમ્મી એ સ્મિત કરતા કહ્યુ કે
" બેટા ઘરે આવીને આપીશ.. અત્યારે આપી શકુ એમ નથી. "
મમ્મીની આ વાત માની લે છે આયુશી. થોડીવાર પછી ડોક્ટર આવે છે અને આયુશીના દાદા ને બોલાવે છે. આયુશીના દાદા ડોક્ટર પાસે જાય છે.
પણ ડોક્ટર જે વાત એમને કહે છે એ સાંભળીને દાદા પોતાને રોકી નથી શકતા છતા એ મક્કમ બની ને કહે છે કે..
" બેટા ચાલો હવે લીવ આપે છે ડોક્ટર.. ઘરે જવાનુ છે. "
આટલુ કહી દાદા બહાર જતા રહે છે રુમની .
બીજા દિવસે હોસ્પિટલથી બધા ઘરે આવે છે અને આયુશી એના મમ્મી સાથે ઘરમા આવે છે . અંદર આવીને આયુશી ફરી એજ સવાલ કરે છે મમ્મી ને કે...
" મમ્મી આજે મારો બર્થ ડે છે તો મારી ગીફ્ટ ક્યાં છે..? " .
થોડીવારમાં જ આયુશીના મમ્મી શ્વાસ છોડી દે છે અને મૃત્યુ પામે છે આ જોઇ આયુશી પોતાને સાચવી નથી શકતી.
દાદા અને બધા સમજાવે છે કે બેટા ઉભી થા...ચુપ થઈ જા..છતા આયુશીને અંદરથી અહેસાસ થાય છે કે...
" મમ્મી હજૂ જીવતી છે જ..... "
અંતિમ યાત્રા સમયે આયુશીના મનમા ચાલતો વિચાર :-
ધરાતળ શું?
નભ જ શૂન્ય ભાસે,
ઉર વિહિન.
To be continued