અનામી - 2
અનામી - 2


આયુશી જે જોયુ એ બધુ એણે પહેલા જ મહેસૂસ કરી લીધું હતુ. કારણ કે આયુશીના કોલેજમા એના ત્રણ મિત્રો હતા જે આયુશી ના મમ્મી ને એડમીટ કર્યા ત્યારે અને જ્યારે એના મમ્મીને હોસ્પિટલથી ઘરે લઈ જવાના હતા એ સમયે એની સાથે જ હતા.
આયુશીના મિત્ર મોહન, વાસુ અને કેશવ એ બધા હેરાન હતા કે આયુશી હવે કેવી રીતે બધુ હેન્ડલ કરશે...શું કરશે...આગળ શું થશે...
એ બધી હેરાનગતિમા હતા એનુ કારણ એજ હતુ કે જ્યારે આયુશીના મમ્મીને હોસ્પિટલમા એડમીટ કર્યા એના થોડા મહિના ઓ પહેલા જ વાસુના પપ્પા મૃત્યુ પામ્યા હતા.
એ સમયે વાસુ ભાંગી પડ્યો હતો..એને કશી વાતનો ખ્યાલ જ નહોતો કે હવે શું કરીશ હું.. ત્યારે એ સમયે આયુશી, મોહન અને કેશવે વાસુ ને ખુબ સમજાવ્યો એને સાંત્વના આપી કેર કરી અને વાસુને હિંમત આપી આગળના રસ્તે એ એકલો નથી એવી હમદર્દી દાખવી. આ બધુ જ્યારે વાસુ સાથે થયુ ત્યારે એ સમયે આયુશીના મનમા પણ એજ સવાલ હતો કે..
" મારે પણ પપ્પા નથી અને હવે જે છે એ બધુ મારી મમ્મી છે જો એને કંઈ થશે તો હું શું કરીશ..!! "
આ સવાલ સાથે આયુશી ખુબ જ ઝઝૂમી પણ એણે કદી વાસુને એ અહેસાસ ના થવા દિધુ કે એના પપ્પા નથી તો એ એકલો નથી એવી કાળજી રાખી એના મિત્રો એ પણ આયુશીનો સાથ આપ્યો.
જ્યારે આ બધુ આયુશી સાથે થયુ ત્યારે વાસુ, મોહન અને કેશવ સતત ચિંતામાં હતા કે વાસુને તો સમજાવીને એ સમયે આયુશીએ એને હિંમત આપી અને આગળ વધવા હિંમત આપી પણ હવે આયુશી શું કરશે એ વાતની ચિંતા એમને સતાવતી રહી.
આયુશીના મમ્મીની અંતિમવિધિ પત્યા બાદ એક દિવસ એ ત્રણે ફોનમા કોન્ફરન્સ કોલ પર વાત કરતા હતા અને આયુશી સાથે વાત કરી ને એને હિંમત આપવા માટે ચર્ચા કરતા હતા અને થોડીવાર પછી એ લોકો એ આયુશીને ફોન કર્યો.
આયુશી ફોન રિસીવ કરે છે અને એના મિત્રો આયુશીનો નોર્મલ અવાજ સાંભળીને સ્તબ્ધ થઈ જાય છે અને ફોન કટ કરી નાખે છે.
ફોન કોલ કટ કરીને ત્રણે મિત્ર ખુબ રડે છે ને કહે છે કે...
" આયુશી જેટલી હિંમત આપણામાં નથી... આપણે એને સમજાવવાની જરુર નથી એ સમજી ચુકી છે અને એના રસ્તા પર મન મક્કમ કરીને ચાલે છે. "
આયુશી એટલી મક્કમ મનની હતી કે એણે એના નાના નાના ભાઇ બહેનને પણ મમ્મીની ગેરહાજરીનો અહેસાસ જ ન થવા દીધો.
હવે આયુશી પર એની અને એના નાના ભાઇ બહેનની જવાબદારી હતી. આ જવાબદારી સાથે આયુશીએ આગળ વધવાનું હતુ.. આયુશી નાના ભાઇ બહેન જયશ્રી અને હેત સાથોસાથ હવે એણે પોતાને પણ આગળ બધુ વીતેલી કાલ સમજી ને આગળ વધવાનું હતુ.
આયુશી, જયશ્રી અને હેત એના નાના-નાનીને ત્યાં રહેવા જતા રહે છે.
To be continued....