અમીરી ગરીબી
અમીરી ગરીબી
રાધનપુર નામનું એક ગામ હતું. તે ગામમાં પ્રાથમિક શાળામાં આજ એક સ્પર્ધાનું આયોજન હતું. તેમાં રાહુલ નામનો એક વિદ્યાર્થી આજની સમાજની એક પરિસ્થિતિ "અમીરી ગરીબી" પર એક પ્રકાશ પાડવાનો છે તો ચાલો આ વાર્તાની થોડી માહિતી મેળવીએ.
"ડાળ ડાળ પર સોને કી ચીડિયા કરતી હે બસેરા યે ભારત દેશ હે મેરા "
આ પંક્તિથી એટલું અનુમાન આવે કે આમાં દેશની સમૃધ્ધિની વાત છે કે દેશ કેટલો અમીર હશે.
પરંતુ દેશમાં વસવાટ કરતા લોકો શું અમીર છે ?
તો જવાબ આવશે 'ના ' દેશ તો અમીર છે પણ લોકો એક આવક ની અસમાનતા મા બટાઈ ગયા છે.
કોઈ એક વર્ગ અતિ ધનવાન છે તો એક વર્ગ અતિ ગરીબ જેને ત્રણ ટાઇમનું ભોજન પણ ભાગમાં નથી. એક વર્ગ પાસે બધી સુખ સગવડ છે. જ્યારે બીજા પાસે માત્ર સપના રૂપી જોઈ શકે પરંતુ તે પૂરા કરવાની ઓકાત નથી આ જન્મમા.
આવી અસમાનતાનું કારણ શું હોઈ શકે ? સરકાર, શિક્ષણ, આવડત કે નસીબ ? કોઈ એક કારણને આપણે દોષ ના આપી શકીએ. ઘણું બધું ભેગુ થાય ત્યારે આ અસમાનતા જન્મ લે છે. પણ આને દૂર કરવા એક પરિબળ બહુ જ મહત્વનું છે શિક્ષણ. તમે કોઈપણને શિક્ષિત બનાવો ત્યારે તે પોતાની સામાજિક, આર્થિક સ્થિતિને બદલશે. પરંતું આજ આ બે વર્ગની વચ્ચે એક નવો વર્ગ જન્મી આવેલ છે."મિડલ ક્લાસ" હા સાચું કઈએ તો આનું કઈ સ્થાન જ નથી.
ના તે ગરીબ છે. ના તે અમીર છે.
ના કોઈ સામે હાથ લાંબો કરી માગી શકે કે ના કોઈ સામેથી આવીને આપે. સુડી વચ્ચે સોપારી જેવી હાલત થઈ જાય છે. જીવનમાં સૌથી વધુ સંઘર્ષનો સામનો કરવાનો. પણ તમે જતાવી ના શકો કોઈ ને. બસ તમારા દિલ સુધી જ ક્ષિમિત હોય. સરકાર ગરીબને સુવિધા આપે. અમીર ને તો કઈ જરૂર નથી. સમસ્યા મિડલ ક્લાસ વાળાની છે. પુરી જિંદગી ઘરની જવાબદારી સાથે સાથે એક સરકારી નોકરીની તલાશ કરતા કરતા બસ પોતાનું જીવન ગુજારી દે છે. ત્યારે ના તો સરકારી નોકરી નસીબમાં હોય કે ના બીજે ઢંગની નોકરીનો મેળ ખાય.
સારી ગાડીમાં ફરવું, દેશ વિદેશ ફરવું, સારી હોટેલમાં જમવું, સારા કપડા પહેરવા જેવા ઘણા સપના બસ એક સપના બનીને રહી જાય છે. આજ સમાજમાંથી આવી અસમાનતા દૂર કરવાની જરૂર છે. લોકોને મોકો આપવાની જરૂર છે કે તે પણ પોતાનું જીવન સારી રીતે જીવી શકે, તેના સપના પૂરા કરી શકે. બસ આટલું બોલી રાહુલ પોતાની વાતને વિરામ આપે છે.
