Sapana Vijapura

Inspirational Thriller

2  

Sapana Vijapura

Inspirational Thriller

અમેરિકામાં કોરેન્ટાઇન 15

અમેરિકામાં કોરેન્ટાઇન 15

1 min
2.8K


દેવયાનીની જેઠાણી શીલાબેન ફેક્ટરીમાં કામ કરે છે. આજ જયારે એ ઘરે આવ્યાં તો એમને માથું દુખતું હતું. એમણે એક મોટ્રીન લીધી અને સુઈ ગયાં. બીજે દિવસે માથું ઉતર્યું નહિ તો સવારે નાસ્તા સાથે ફરી એક મોટ્રીન લઈને જોબ પર ગયાં. ત્યાં પણ દિલ લાગતું ના હતું. એટલે ઘરે આવવા નીકળ્યાં રસ્તામાં કરોના નો ટેસ્ટ કરવાની ક્લિનિક આવતી હતી ત્યાં રોકાયા એમને જણાવ્યું કે મારું માથું ચડેલું છે બે દિવસથી અને ખાવાનું ભાવતું નથી મોઢામાં પેટ્રોલ જેવો ટેસ્ટ આવે છે. એ લોકો એ ટેસ્ટ કર્યો અને કહયું 24 કલાક પછી રિઝલ્ટ જણાવીશું. બીજા દિવસે હોસ્પિટલમાંથી કોલ આવ્યો કે રિઝલ્ટ પોઝિટિવ છે. એમને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડામાં આવ્યાં અને એમના પતિનો ટેસ્ટ કરવામાં આવ્યો. જે નેગેટિવ હતો. સાત દિવસ શીલાબેનને હોસ્પિટલમાં આઇસોલેશનમાં મૂકવામાં આવ્યા. હવે એ સાજા સારા ઘરે છે. ઘરે પણ 14 દિવસ આઇસોલેશનમાં રહ્યાં. પણ આ પ્રસંગ લખવાનો એટલો હેતુ છે કે બધા લોકો કરોનાથી મરી નથી જતા કેટલાક નસીબદાર હોય અને તાત્કાલિક ટ્રીટમેન્ટ મળી જાય તો જીવી પણ જાય છે. ટનલ પૂરી થાય એટલે સામે છેડે પ્રકાશ છે. દરેક રાત પછી સવાર છે.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational