Neha Varsur

Romance Tragedy

4.5  

Neha Varsur

Romance Tragedy

અમાસનો ચાંદ - ૨

અમાસનો ચાંદ - ૨

4 mins
76


ડિસેમ્બરની ઠંડીવાળી રાત હવે વીતી ચૂકી હોય તેવું લાગી રહ્યું હતું. યુગ પોતાની ઝાકળથી ભીંજાયેલી વૉચમાં સમય જોવા માંગે છે પણ વૉચ બંધ છે.

યુગ એકલો જ આગળ વધે છે. ફરીથી વૉચમાં જુએ છે તો સવારનાં ચાર વાગ્યા છે. તે ખરેખર જંગલ જેવી જગ્યામાં ખોવાઈ ગયો છે. પણ થોડીવાર આમ તેમ મથ્યા પછી તેને રસ્તો મળી જ જાય છે.

તે પોતાના દાદાના ઘરે પાસે પહોંચે છે. હજી તો બધા સૂતા છે ઘરમાં, એટલે તે આંગણામાં પડેલા ખાટલા પર જ સૂઈ જાય છે.

સવારે આઠ-નવ વાગે નારાયણભાઈ આવે છે પણ યુગને ઉઠાડતા નથી. પણ યુગના દાદા જરૂર તેને ઉઠાડે છે.

યુગનો થાક હવે વધુ દેખાય છે. તે કોઈ પણ વાત કર્યા વગર રૂમમાં પહોંચે છે અને ફરી બેડ પર સૂઈ જાય છે.

તેને એ પછી કોઈ પણ ઉઠાડતું નથી.

થોડા સમય પછી તેને ફરી પાયલનો અવાજ સંભળાય છે અને તે ફરી જાગી જાય છે. યુગ જુએ છે કે પેલી છોકરી તેના ઘરમાં આંટા મારી રહી છે.

યુગ તેની પાસે જાય છે અને પૂછે છે, "તમે મારા ઘરે શું કરી રહ્યા છો?"

તેના દાદી કહે છે, "તારા માટે મેં પસંદ કરી છે આ છોકરીને. બોલ તને પસંદ છે ને?"

યુગ હા કહેવા જાય છે પણ તેની જીભ ઉપડતી નથી. તે છોકરી ધીમે ધીમે અદ્રશ્ય થઈ રહી છે. યુગ તેને રોકવા, પકડવા પ્રયત્ન કરે છે પણ નિષ્ફળ થાય છે.

અચાનક યુગને પસીનો વળે છે અને હાંફ ચડે છે. અને તે બેડ પરથી નીચે પડે છે.

આંખ ખુલતા જ યુગને સમજાય છે કે તે તો ફક્ત એક સપનું હતું. અને તેના દાદી પણ ત્યાં આવી પહોંચે છે. યુગ તેમને ખુશીથી વળગી પડે છે.

"ગ્રેની, તમે મારી માટે કોઈ છોકરી જોઈ છે?"

દાદી:-"બચ્ચા, હજી તારી કોઈ ઉંમર છે પરણવાની?"

યુગ:-"તમે તો અચાનક મોર્ડન થઈ ગયા"

દાદી:-"હવે વાતો ન કર, તને મહેલ જોવા લઈ જવો છે, ચાલ જલ્દી તૈયાર થઈ જા"

યુગ:-"આજ નહીં, કાલ જઈએ પ્લીઝ. હું બહુ જ થાકી ગયો છું"

દાદી:-"ઠીક છે, આરામ કર"

યુગ એ સાંજ સુધી આરામ કર્યો અને સાંજે ગામમાં ફરવા નીકળી ગયો. તેને ગામ જોવાના બહાને પેલી છોકરીને શોધવી હતી.

પણ અફસોસ યુગને એ છોકરી ક્યાંય પણ ન મળી. નિરાશ થઈને તે ઘરે આવ્યો.

બીજા દિવસે સવારે તે રાજમહેલ જોવા દાદા-દાદી સાથે ગયો. દાદા તેને બધી જૂની વાતો કહી રહ્યા હતા. રાજા મહારાજાના સમયની.

મહેલના એક વખાણવા લાયક રૂમમાં યુગ પ્રવેશે છે. તેને ત્યાં પેલી છોકરીએ જેવી શાલ ઓઢી હતી તેવી જ તેને દેખાય છે.

યુગ તે શાલને પોતાના હાથમાં લેવા જાય છે પણ તેના દાદી તેને રોકે છે.

દાદી:-"આ બધો સામાન છેલ્લા મહારાણીનો છે"

યુગ:-"કેટલા સમય પહેલાંનો?"

દાદી:-"લગભગ સિત્તેરના દાયકાનો"

યુગ વિચારમાં પડીને બોલે છે, "અજીબ વાત કહેવાય"

દાદી:-"કઈ?"

યુગ:-"કંઈ નહીં બસ એમ જ"

દાદી:-"તું ઠીક છેને?"

યુગ:-"હા, મહારાણીને કોઈ દીકરી ખરી?"

દાદી:-"ના, તેમને તો એક દીકરો જ થયો ને એ પછી ..."

યુગ:-"શું?"

દાદી:-"મહારાજા એ દિવસોમાં વિદેશ વધુ રહેતા હતા. અહીં મહારાણી એકલા પડી ગયા હતા, ઉપરથી તેમને સારા દિવસો પણ હતા."

યુગ એ ત્યાં પડેલા આભૂષણો તરફ ઈશારો કર્યો અને પૂછ્યું, "આ ઘરેણાં પણ તેમનાં જ છે?"

દાદી:-"હા, સાંભળ મહારાણી એ એક દીકરાને જન્મ આપ્યો પણ મહારાજા સમય પર ન પહોંચ્યા"

યુગ:-"શું નામ હતું મહારાણીનું?"

દાદી:-"રૂકમણીબા"

યુગ:-"સરસ નામ છે"

દાદી:-"એ પણ બહુ જ સુંદર હતા અને સંસ્કારી પણ, મહારાજા વિદેશ હતા છતાં ક્યારેક કોઈ પર પુરુષની સામે નજર પણ ન મેળવતા, ઉંમર પણ માત્ર વીશ વર્ષની હતી."

યુગને પેલી છોકરી યાદ આવી ગઈ.

દાદી:-"પણ સારા માણસો સાથે હમેંશા સારું જ ન થાય"

યુગ:-"એવું શુ થયું તેમની સાથે?"

દાદી:-"ખૂબ દયાળુ અને માયાળુ હતા એ, બધાની મદદ કરતા, કોઈની મદદ માટે મોં ન બગડતા, અને કોઈ આવે તો એને આવકારે અને હસતા મોઢે બધાને વિદાઇ પણ આપતા "

યુગને ફરી પેલી છોકરીની સ્માઈલ યાદ આવી ગઈ અને તેની પાણીદાર આંખો પણ.

દાદી:-"રાજકુમારના જન્મથી મહારાણી ઘણા ખુશ હતા પણ મહારાજા નહીં"

યુગ:-"કેમ?"

દાદી:-"લોકો કહેતા કે મહારાજાને વિદેશમાં જ કોઈ મળી ગયું હતું. અને તેઓ ત્યાં જ રહેવાના હતા"

યુગ ચૂપ થઈને બધું ધ્યાનથી સાંભળે છે.

દાદી:-"મહારાણી એ બહુ જ રાહ જોઈ મહારાજાની, તેઓ ઘણી વાર રાતે એકલા રસ્તા પર નીકળી પડતા મહારાજાની રાહમાં પણ..."

યુગ:-"શું?"

દાદી:-"મહારાજા ન આવ્યા"

યુગ:-"કેમ?"

દાદી:-"તેમણે ત્યાં બીજા લગ્ન કરી લીધા હતા"

યુગ:-"પછી શું થયું?"

દાદી:-"મહારાજાની યાદમાં મહારાણી ચિંતાતુર રહેવા લાગ્યા. તેમની તબિયત પણ લથડી. અને અંતે વિરહના દર્દમાં મૃત્યુ પામ્યા"

યુગ:-"એ પછી રાજકુમારનું શું થયું?"

દાદી:-"આ વાત સાંભળીને મહારાજા પાછા આવ્યા અને રાજકુમારને પણ પોતાની સાથે લઈ ગયા. બસ એ જ હતા એ રાજમહેલના છેલ્લા મહારાજા એ પછી કોઈ પણ રાજવંશી અહીં આવ્યું જ નથી."

યુગ:-"ખૂબ દુઃખદાયક વાત કહેવાય આ તો"

દાદી:-"તને ખબર છે એ રાજકુમાર કોણ છે એ?"

યુગ:-"રણદીપરાયજી?"

દાદી:-"હા, રૂકમણીબાનું એકમાત્ર સંતાન"

દાદીની આંખમાંથી આંસુઓ વહેલા લાગ્યા. યુગએ તેમને સંભાળ્યા. થોડીવાર પછી દાદી સ્વસ્થ થઈને બોલ્યા, "જોવા માંગીશ એ શોર્યથી અને સુંદરતાથી ભરપૂર મહારાણીને?"

યુગ:-"હા, કેમ નહિ?"

દાદીએ દીવાલ પર લાગેલો મોટો પડદો હટાવ્યો અને બહુ મોટું ચિત્ર કમ ફોટો દેખાયો. યુગના પગ નીચેથી જાણે જમીન નીકળી ગઈ હોય તેમ તેની દિલની ધડકનો વધી ગઈ.

તસ્વીર કોઈ બીજાની નહીં પણ રાતે જે રૂપવતી છોકરી મળી હતી તેની હતી.

યુગને તો કંઈ સમજાય ન હતું રહ્યું. એવું કંઈ રીતે બની શકે? દાયકાઓ પહેલા જે સ્ત્રી મરી ચૂકી હતી તે ગઈ રાતે કેમ દેખાઈ શકે?

દાદી:-"ગઈ કાલે તેમની વરસી હતી."

યુગ ત્યાં જ રૂમમાં જ બેશુદ્ધ થઈને નીચે બેસી ગયો. તેના દાદા અને નારાયણભાઈ ત્યાં આવ્યા અને તેને ઘરે લઈ ગયા.

ઘરે જઈને યુગ સૂતો સૂતો કંઈક વિચારી રહ્યો હતો પણ તેના મગજમાં પાયલનો અવાજ ગુંજી રહ્યો હતો.

અચાનક તેને રૂકમણીબાની સ્માઈલ અને અણીવાળી પાણીદાર આંખો યાદ આવે છે. એવી જ સેમ આંખો અને સ્માઈલ કરુણાના પણ છે.

યુગને હવે સમજાયું કે કેમ તેને રૂકમણીબાનો ચહેરો જાણીતો લાગતો હતો. કરુણા રૂકમણીબા જેવી જ તો છે કારણ કે તે એમની પૌત્રી છે.

યુગ તો તે રાતે મહારાણીનાં પ્રેમમાં જ પડી ગયો હતો. કુમળી ઉંમરના મહારાણી પતિ વિરહમાં મૃત્યુ પામ્યા એ જાણીને યુગને બહુ જ દુઃખ થયું અને વિચાર પણ થયો કે આટલી સરસ પત્નીને કોઈ છોડી કઈ રીતે શકે ?

(ક્રમશઃ)


Rate this content
Log in

Similar gujarati story from Romance