STORYMIRROR

Neha Varsur

Romance Tragedy Fantasy

3  

Neha Varsur

Romance Tragedy Fantasy

અમાસનો ચાંદ - 1

અમાસનો ચાંદ - 1

7 mins
126

એરપોર્ટ પર આજે કંઈક વધુ જ ભીડ હતી. કેમ ન હોય ? ક્રિસમસની રજાઓમાં ઈન્ટરનેશનલ એરપોર્ટની આવી સ્થિતિ સામાન્ય છે.

એમાં પણ આ તો ન્યૂયોર્ક સિટી.

આપણી સ્ટોરીનો હીરો યુગ પણ ભારત આવી રહ્યો છે. તેને આવી ભીડભાડ જરા પણ પસંદ નથી. પણ દાદા-દાદીને મળવા જવું પણ ફરજીયાત છે.

યુગ ભારતમાં જ જન્મ્યો હતો. પણ જ્યારે બે વર્ષનો હતો ત્યારથી જ તેના માતા પિતા અમેરિકામાં સેટલ થઈ ગયા હતાં. દર બે-પાંચ વર્ષે યુગ મમ્મી પપ્પા સાથે દાદા-દાદી અને બીજા રિલેટિવ્ઝને મળવા આવતો.

આ વખતે યુગ પોતાના દાદા-દાદીને સરપ્રાઈઝ દેવા માટે આવી રહ્યો છે એ પણ એકલો. આમ પણ તે છેલ્લા છ વર્ષથી ભારત આવ્યો જ નથી.

યુગનો પ્લાન પહેલેથી જ ફિક્સ હતો. દિવાળીની રજાઓ તો વધુ મળે તેમ ન હતી એટલે તેને ક્રિસમસની રજાઓમાં જવાનું નક્કી કર્યું હતું.

એડવાન્સમાં એર ટિકિટ પણ બુક કરાવી હતી નહીં તો ક્રિસમસમાં ફ્લાઈટ મળી જ ન શકે.

ફ્લાઈટમાં બેઠો બેઠો યુગ વિચારી રહ્યો હતો કે ગામમાં ઘણું બધું બદલાઈ ગયું હશે. ઘણા વર્ષો થઈ ગયા તેને ગામમાં ફરે. આમ પણ તે ગામમાં તો બે દિવસ જ રોકાતોને એમાં પણ ઘરની બહાર ન નીકળતો.

તેને દાદા-દાદીને સાથે લઈ જવા હતાં પણ તે લોકોની ઈચ્છા ન હતી વિદેશ રહેવાની એ પણ પોતાનું ઘર બાર છોડીને.

યુગના દાદાના પર દાદા રાજાના વજીર હતાં અને એ રીતે પેઢી દર પેઢી જેમ રાજાનો દીકરો રાજા તેમ વજીરનો દીકરો વજીર એવી પ્રથા હતી આ ગામની.

પણ હવે તો રાજા પ્રથા પણ બંધ થઈ ચૂકી છે અને ઘણા રાજવંશના લોકો પણ વિદેશ સ્થાયી થયા છે. અહીં પણ હવે કોઈ વધ્યું નથી રાજવંશી. છતાં ગામમાં યુગના દાદાનો સારો એવો મોભો છે. ગામમાં બીજા ઘણા જુનવાણી રાજવંશના જાણીતાઓ રહે છે.

યુગના દાદા-દાદી તેમની પુરખોની હવેલીમાં રહે છે. અને રાજમહેલનો કારભાર પણ સંભાળે છે. આમ તો રાજમહેલની સ્થિતિ બહુ સારી નથી. ત્યાં કોઈ પણ રહેતું નથી. પણ તેને ખરીદવાવાળા ગ્રાહકો ઓછા નથી.

ઘણા લોકો આવે છે અને રાજમહેલને હોટેલમાં ફેરવવા માટેની વાત કરે છે તો ઘણા મ્યુઝિયમ બનાવવાની. યુગના દાદા આ બાબત માટે રાજવંશના છેલ્લા મહારાજાને વાત કરી કરીને થાકી ગયા છે પણ તેઓ કોઈ ઉત્તર જ નથી આપી રહ્યા.

છેલ્લા રાજવંશી રણદીપરાયજી પણ અમેરિકામાં જ રહે છે. યુગના પિતા પણ તેમને સમજાવી ચૂક્યા છે પણ તેઓ કોઈ તૈયારી નથી બતાવી રહ્યા.

રણદીપરાયજીની હાલની ઉંમર ૪૮ વર્ષ છે. તેમને જન્મ બાદ તરત જ અમેરિકા લઈ જવામાં આવ્યા હતાં. ત્યારબાદ ફક્ત એકવાર જ તેઓ પાછા આવ્યા હતાં.

તેમની દીકરી કરુણા પણ યુગની સાથે જ ભણતી અમેરિકામાં અને બંનેની ઉંમર પણ સરખી જ ૨૨ વર્ષ કરુણા અને યુગ ખૂબ સારા મિત્રો.

કરુણા દેખાવે બહુ જ સુંદર પણ યુગ ક્યારેય તેને એવી નજરથી જુએ જ નહીં. યુગની નજરમાં કરુણા એક રાજવંશી કુળની વ્યક્તિ હતી જેની સાર સંભાળ લેવાની જવાબદારી તેના પરિવારની હતી પણ કરુણાને તો યુગ બહુ જ પસંદ હતો તેના આવા વિચારોના લીધે જ.

કરુણાને પણ આવવું હતું ભારત પોતાનો રાજમહેલ જોવા પણ રણદીપરાયજીની ના હતી. છતાં તે ઘરે કહ્યા વગર યુગને સી ઓફ કરવા એરપોર્ટ પર આવી હતી.

યુગ:-"તમારે અહીં આવવાની જરૂર ન હતી."

કરુણા-"તને સારું ન લાગ્યું ને હું આવી એ?"

યુગ:-"નહીં એમ વાત નથી તમે ખોટી તકલીફ ઉઠાવો છો એટલે."

કરુણા:-"એ મારી મરજી છે"

યુગ:-"રાયજીને ખબર પડશે તો એમને આ યોગ્ય નહીં લાગે"

કરુણા:-"અરે યાર ! તને કેટલીવાર કહેવું પડશે મારા ડેડી કોઈ રાજા મહારાજા નથી. તું ક્યાં જમાનામાં જીવે છે?"

યુગ:-"મારી ફ્લાઈટનો ટેક ઓફનો ટાઈમ થઈ ગયો છે, તમે પણ હવે સંભાળીને ઘરે જતા રહો"

કરુણા:-"હા બાબા, બટ તું મને ત્યાં જઈને ભૂલી ન જતો, આઈ વિલ વેઈટિંગ ફોર યુ"

કરુણા આજના જમાનાની મોર્ડન છોકરી હતી. જે પોતાના દિલની વાત કહેવામાં જરા પણ ખચકાટ અનુભવતી ન હતી. આમ જોવા જઈએ તો તે એક રાજકુમારી હતી પણ તેનો અમેરિકામાં ઉછેર એ રીતે થયો હતો કે તેને એ વાતનો ખ્યાલ પણ ન રહેતો.

યુગની ફલાઈટ મુંબઈમાં લૅન્ડ થઈ. ત્યાંથી ગુજરાતને વાયા વાયા પોતાના ગામ પહોંચવાનો હતો. તેના પિતાના જુના મિત્ર નારાયણભાઈ જે તેના દાદાના ડ્રાઈવર પણ હતાં, ફક્ત તેમને જ ખબર હતી કે યુગ આવી રહ્યો છે.

નારાયણ ભાઈ કાર લઈને શહેર પહોંચ્યા યુગને જોઈને તેઓ ઘણા ખુશ થયા અને તેને લઈને ગામ તરફ જઈ રહ્યા હતાં. ઘણી રાત વીતી ચુકી હતી ગામ પણ નજીક આવી રહ્યું હતું પણ અચાનક કાર બંધ થઈ ગઈ. યુગ તો થાકીને સુઈ ગયો હતો પણ કાર ઊભી રહી તેના લીધે તેની નીંદર ઊડી ગઈ.

યુગ:-"શુ થયું કાકા?"

નારાયણભાઈ:-"ગાડી બંધ થઈ ગઈ છે."

યુગ:-"કેમ?"

નારાયણભાઈ:-"ખબર નહીં"

યુગ:-"હવે?"

નારાયણભાઈ:-"હું જોઈ લઉં. શું વાંધો છે ઈ."

યુગ પણ કારની બહાર આવ્યો અને નારાયણ ભાઈની પાસે ગયો.

નારાયણભાઈ:-"બેટરી ગઈ કે પછી વાયરમાં કંઈક લોચા હશે"

યુગ:-"અહીં નજીકમાં કોઈ ગેરેજ ખરું?"

નારાયણ ભાઈ:-"હા, પણ થોડું દૂર છે"

યુગ:-"કારને અહીં છોડીને સાથે જઈએ?"

નારાયણ ભાઈ:-"નહીં તમે અહીંયા ઊભા રહો હું જઈ આવું."

યુગ:-"ઠીક છે"

નારાયણભાઈ ગેરેજ તરફ આગળ ગયા ડિસેમ્બર મહિનાની કાતિલ ઠંડી હતી અને યુગ કારમાં ફરી સુવા ગયો. પણ તેને નીંદર ન આવી છતાં તેણે આંખો બંધ કરી.

થોડીવારમાં તેને પાયલનો અવાજ સંભળાયો. તેનાથી તેની આંખ ખુલી ગઈ. તે ફરી કારની બહાર આવ્યો અને તે આમ તેમ જોવા લાગ્યો.

તેને રોડની સાઈડમાં જંગલ જેવા રસ્તા પર કોઈ છોકરી દેખાઈ. યુગ તેની તરફ આગળ વધ્યો અને ત્યાં જ તેને નારાયણભાઈનો અવાજ સંભળાયો અને તે તરત જ ત્યાં ઉભો રહી ગયો.

યુગ:-"ગેરેજવાળા કોઈ મળ્યા?"

નારાયણભાઈ:-"હા, એ ભાઈ એમની સામગ્રી લેવા ગયા છે હમણાં આવશે."

યુગ:-"સારું કાર જલ્દી રીપેર થઈ જાય તો"

નારાયણભાઈ:-"પણ એમણે કહ્યું એક બે કલાક થશે"

યુગ:-"અરે એટલી વારમાં તો હું ખુદ ચાલીને પણ ઘરે પહોંચી જઈશ."

નારાયણ ભાઈ:-"તમે ગાડીમાં આરામ કરો હમણાં થઈ જશે કંઈક"

યુગ:-"ઓહ! કમ ઓન કાકા, હું સવારનો થાક્યો છું"

નારાયણભાઈ:-"ખબર છે પણ હવે શું કરી શકીએ?"

યુગ:-"મને ભૂખ પણ બહુ લાગી છે."

નારાયણભાઈ:-"હું સમજુ છું પણ."

યુગ:-"એક કામ કરો, આપ કાર પાસે રહો અને તેને ઠીક કરાવીને ઘરે લઈ આવો."

નારાયણભાઈ:-"અને તમે?"

યુગ:-"મને થોડા રસ્તાઓ યાદ છે, હું ઘર તરફ જાવ છું."

નારાયણભાઈ:-"ના, અત્યારે રાતે અંધારામાં તમારું આમ એકલું જવું ઠીક નથી."

યુગ:-"અરે મને કંઈ નઈ થાય, આવી નાઈટ આઉટ અને એડવેન્ચરસ ટ્રીપ તો ઘણી કરી છે."

નારાયણ ભાઈની વાત ન માનીને યુગ તો નીકળી પડ્યો ફરી એક એડવેન્ચરસ ટ્રીપ પર પેલી છોકરીને શોધવા.

યુગ જંગલ જેવા રસ્તાઓમાં પહોંચ્યો જ્યાં ઝાડી ઝાંખરાઓ હતાં. યુગને ચાલવામાં થોડી તકલીફ પડી પણ તે બધું ભૂલીને પેલી છોકરીને શોધતો હતો પણ તેને ન મળી.

આગળ જતાં એક તળાવ આવ્યું. યુગને થયું નીંદર ઉડાવવા માટે જરા પાણીની છાલક મોં પર લઈ લઉં. 

તે તળાવ પાસે ગયો. તળાવ સાવ નાનું હતું પણ પાણી સારું હતું. ઠંડીના લીધે પાણી પણ બરફ જેવું હતું. છતાં યુગએ હિંમત કરીને મોં ધોયું.

તેને સામેની તરફ બેઠેલી પેલી છોકરી દેખાઈ. તે પોતાની ફરતે શાલ ઓઢીને બેઠી હતી. રાત તો અમાસની હતી પણ તેમાં ચાંદની કમી ન હતી. 

તે છોકરીના રૂપથી જાણે સમગ્ર જગ્યા અંજાઈને ચમકતી હોઈ એવું લાગી રહ્યું હતું.

યુગ મોં ધોઈને તે છોકરી તરફ આગળ વધ્યો. છોકરી બીજી તરફ મોં રાખીને બેઠી હતી. યુગને તેનો ચહેરો જોવો હતો. કારણ કે તેનું રૂમ ઘણું ચમકતું હતું. છોકરી ઊભી થઈને ત્યાંથી ચાલવા લાગી.

યુગ તેની પાછળ ગયો પણ તે ઊભી ન રહી. પોતાની ધૂનમાં આગળ જતી રહી. યુગ તેને બોલાવતો હોય તેમ તેની સાથે પાછળથી જ વાતો કરવા લાગ્યો.

યુગ:-"આપ આટલી રાતે અહીં એકલા કેમ ફરો છો?"

છોકરીએ કોઈ જવાબ ન આપ્યો. એ તો પોતાની દિશા તરફ આગળ વધવા લાગી. તે જેટલી સુંદર હતી એટલા જ સુંદર તેના આભૂષણો અને વસ્ત્રો હતાં. તે કોઈ રાજકુમારીથી કમ ન હતી.

યુગ તેની પાસે ગયો. તેને જોઈને છોકરી ફરી ગઈ અને ફરી આગળ ચાલવા લાગી. પણ તેની પાયલ પગમાંથી નીકળી ગઈ અને તે ઊભી રહી ગઈ.

યુગ પાયલ લેવા માટે નીચે ઝૂક્યો પણ તે છોકરીની મર્યાદા સમજીને તે થોડો પાછળ આવ્યો.

છોકરીએ પાછળ ફરીને પોતાની પાયલ લીધી.

યુગ તો તેને જોતો જ રહી ગયો. તે કેટલી મોહક હતી. જાણે સ્વર્ગની કોઈ અપ્સરા હોય. તેની નજર પણ ઘણી માસૂમ હતી.

છોકરીએ યુગ સાથે જરા પણ નજર ન મેળવી. પણ યુગ એ તેનો ચહેરો જોઈ લીધો. યુગને લાગ્યું આ ચહેરો થોડો જાણીતો છે.

તે વિચારમાં પડી ગયો. એવું કોઈ તો હતું જેણે તે ઓળખતો હતો. તે છોકરીનો ચહેરો કોઈ સાથે મળતો આવતો હતો. પણ યુગ અત્યારે તેના રૂપથી એટલો મોહિત હતો કે તે બધું ભૂલી ગયો હતો.

છોકરી ફરી આગળ ચાલવા લાગી અને યુગ તેની પાછળ પાછળ. યુગ એ ઘણા પ્રયત્ન કર્યા તેની સાથે વાતો કરવાના પણ તેને કોઈ ભાવ ન મળ્યો.

યુગ:-"આ તો રાત વધુ છે એટલે"

"તમને એકલાને ડર લાગતો હશેને?"

"ચિંતા ન કરો. હું આપની સાથે ચાલીશ."

"તમારું ઘર ક્યાં છે?"

"અમાસ છે છતાં જુઓ ને કેટલું અજવાળું છે."

"અડધી રાતે રસ્તો ભૂલી ગયા છો કે કોઈની રાહ જુઓ છો?"

યુગની બકબક ચાલુ રહીને છોકરીનું મોં બંધ રહ્યું. બંને કયારના ચાલી રહ્યા હતાં. યુગ બહુ થાક્યો હતો પણ તેને પેલી છોકરીની ચિંતા હતી એટલે ચાલતો રહ્યો.

કાર પાસે રહ્યો હોત તો અત્યારે ઘરે પહોંચી સૂઈ પણ ગયો હોત. હવે તો સવાર થવા આવ્યું છે પણ રસ્તો ખતમ નથી થતો.

અચાનક છોકરી ઊભી રહી જાય છે અને યુગ સામે હળવું હાસ્ય કરે છે. જાણે તે યુગને કહી રહી હોઈ કે હવે તે જઈ શકે છે.

યુગ ફરી મુંજાય છે કે તેને એવી સ્માઈલ અને એવી જ અણીવાળી પાણીદાર આંખો પહેલાં ક્યાં જોઈ હતી?

યુગ તે છોકરી પાછળ જવા ઈચ્છે છે પણ છોકરી વધુ જલ્દી આગળ જાય છે અને ધૂમ્મસમાં ખોવાઈ જાય છે.

આગળ શું થાય છે જાણવા માટે વાંચતા રહો "અમાસનો ચાંદ"

(ક્રમશઃ)


Rate this content
Log in

Similar gujarati story from Romance