Bhavna Bhatt

Comedy

3  

Bhavna Bhatt

Comedy

અલી - ટલી

અલી - ટલી

1 min
382


અલીબેનનું અરરરર ર... અરરરર ર...

ટલીબેન બોલે ટરરર ર... ટરરર ર....ટરરરર ર...

ને સેણી બેન બોલે સરરરર..ર...‌સરરર ર... સરરર ર.

ઝેણીબેન બોલે..ઝરરરર ર...‌ઝરરર... ઝરરર ર..

 અને..

પેણીબેન બોલે.. પરરરર ર... પરરરર ર...‌પરરરરરરર...

આમ ચાર ચોટલાનું ગૂસપૂસ...ગૂસપૂસ સાંકેતિક શબ્દ.

વેણીભાઈ ઘુઘવાટ કરતાં, ઘૂરકે હું..હું..હું.. હું હોશિયાર વેણીભાઈ... 

ફેણીભાઈ એક જ બોલી બોલે.. હું ફાવ્યો... હું ફાવ્યો... હું ફાવ્યો..

મારી આગળ કોઈની નાં ચાલે આરી...

આમ ચોકડી મંડળમાં શી કક્કાવારીની રમઝટ જામી..

સસલીબેન ઈશ્વરને પૂછે છે..

આ ચોટલા મંડળમાં આ શું ભાંજગડ માંડી રે..

ફૂલ્યા ફાલ્યા ફરતાં ફેણીભાઈ,

ફેણીભાઈ કહે જે હડફેટે ચઢ્યાં 

એ તો ગયાં હાથ ઘસતા રે..

થોભી જાતાં સસલાં પરિવાર આ જોઈને..

ડરતાં, ધ્રૂજતાં બોલતાં... હવે શું થશે... હવે શું થશે.. 

હવે શું કરવું... કેમ રહેવું..

માન વિના સંબધોમાં કેમ જવું 

ખોટા દેખાડા કરવા.. એમ.... ઓહોહો.... શું વાત કરો છો.

અલીબેનનું અરરર ર... અરરર ર.

આમ જ ખોદણી ખોદતાં લાખો કરોડોની ઉથલપાથલ કરતાં..

પણ સાચું ખોટું કળશું કેમ ?

કારણકે...

જૂઠી જમાતને...

જૂઠી ફોજ..

બૂમો પાડીને કરે પ્રચાર..

રાંક સસલાં રળશે શું ?

સમાનતાનો સમય ગયો.. જૂઠાં કરે લહેર.. સાચાં મો છૂપાવીને ફરે..

જ્યાં ને ત્યાં....

એકજ કામગીરી,

આ આવી ને આ તેવી છે;

આખો દિવસ એક જ કામ

ગે ગે ફેં ફેં કરતા પંચાત કૂટવી..

 હેં, શું કહ્યું..

હેં, હેં, શું..શું..શું.. આ સાંભળ્યું.

અલીબેન ટલીબેન કરે..

અરર ર... ટરરર ર... અરરર ર... 

અરે બાપ રે ભાગો ભાઈ...

ચોટલા પરિષદનો કાળો કકળાટ.


Rate this content
Log in

Similar gujarati story from Comedy