CA AANAL GOSWAMI VARMA @dilki.batein30

Romance

4  

CA AANAL GOSWAMI VARMA @dilki.batein30

Romance

અધૂરો પ્રેમ -5

અધૂરો પ્રેમ -5

4 mins
298


આગળ જોયું તેમ, સિદ્ધાર્થ અને તારા બંને અધૂરી અધૂરી જિંદગી જીવી રહ્યા હતાં અને બંને એક બીજાની આ હકીકતથી અજાણ હતાં. તારા ને ફરિયાદ હતી કે સિદ્ધાર્થ પોતાની લાગણી કેમ તારાની સામે વ્યક્ત નથી કરી શકતો અને સિદ્ધાર્થ ને એવું હતું કે પોતાની અધૂરપની કિંમત તારા પાસેથી ના વસૂલ શકાય. એકલા, અધૂરા અને એકબીજાની લાગણીથી અજાણ બંને પોત પોતાની જિંદગી જીવી રહ્યા હતાં. .............હવે આગળ .

તારા ના ડેડીકેશન અને મહેનત થી કલોસિંગ નું કામ જે કમલેશ નો પોર્ટફોલિયો હતો અને તારા એ સંભાળ્યો હતો એ પૂરો થઈ ગયો હતો તારા ના ખૂબ વખાણ થયા હતાં. ગઈ કાલની લિફ્ટ પછી હવે સિદ્ધાર્થ અને તારા એક બીજા ની સાથે કેન્ટીનમાં કે ઓફિસેમાં જ્યાં પણ મળે ત્યાં હાઈ હેલો નો શિષ્ટાચાર કરી લેતા હતાં અને બસ માં ચડતા જ બંને ની નજર મળતી અને એક સ્માઈલ ની આપ લે થઈ જતી ,કહોને હાજરી પુરાઈ જતી પણ એનાથી વધારે કઈ નહિ. બંને પોત પોતાની લાચારી, મજબૂરી અને કંઈક અસ્પષ્ટતામાં કેદ હતાં અને એટલે અંદર થી બંને બેચેન હતાં. 

તારા જે સિદ્ધાર્થ ની આંખો માં પોતાના માટે ની વિશેષ લાગણી જોઈ હતી, જે અંદરથી બેબસ થઈ રહી હતી એ જાણવા માટે કે શું એને જે જોયું એ પ્રેમ છે ? એજ પ્રેમ જેના માટે એ આટલા વર્ષો સુધી ઝંખતી રહી શું સિદ્ધાર્થ જ એનો રાજકુમાર છે ? પણ સિદ્ધાર્થ, એને ક્યાં કશું કહ્યું હતું ? હા પોતે પરિણીત છે પણ પ્રેમ ને ક્યાં સ્ટેટસ સાથે લાગે વળગે છે. પ્રેમ થઈ જ ગયો છે તો સ્વીકાર કરવામાં શું વાંધો છે. મર્યાદામાં રહીને પણ હકીકત તો સ્વીકારી જ શકાય ને ! 

પછી વિચારતી કે સિદ્ધાર્થ તો ખુશ જ હશે ને એની જિંદગીમાં એટલે જ તો વાત આગળ નહીં વધારતો હોય ને ! આ હતાં તારાના વિચારો.

આ બાજુ સિદ્ધાર્થ એ રાત થી ખૂબ બેચેન રહેતો હતો. એનું મન તો કરતુ હતું કે તારા ને જઈને કહી દે કે એ તારા ને ખૂબ પ્રેમ કરે, સૌથી વધારે પ્રેમ કરે છે, જો એને કોઈ ને ચાહી હોય તો એ ફક્ત તારા છે પણ તારા નો સિંદૂર વાળો ચહેરો યાદ આવતા એ રોકાઈ જતો. પાછો વિચારતો કે શું તારા ખુશ હશે? શું એની આંખો માં પણ એવી તડપ નથી જે પોતે આટલા વર્ષોથી અનુભવતો હતો ? પરિણીત તો પોતે પણ છે. પ્રેમ ક્યાં વિચારીને થાય છે કરાય છે એ તો થઈ જાય છે. આવા કેટલાય સવાલો ના જવાબ સિદ્ધાર્થ પાસે ન હતાં.

“આંખો ની સંતાકૂકડી બહુ થઈ,

 મનની ગોષ્ઠી નો હવે વારો.”

આવી હાલત હતી તારા અને સિદ્ધાર્થની !

હજી તો એક અઠવાડિયું માંડ થયું હશે એ રાત ને જયારે સિદ્ધાર્થ એ તારા ને એના ઘેર ઉતારી હતી અને પાછો ફ્રાઇડે આવ્યો. કમલેશ જેનું કામ તારા એ થોડા સમય માટે કર્યું હતું એને તારા ને કહ્યું કે એ આજે મોડે સુધી બેસવાનો છે અને બોર્ડ મિટિંગ આવવાની છે તો તારા પણ બેસે જેથી એ લોકો કામ ડિસ્કસ કરી શકે. તારા એ પોતે કાર નથી લાવી એવું કહ્યું. સ્ટાફ બસ એક વાર ૬.૩૦ એ નીકળ્યા પછી લેટ સીટીંગની તરફેણ કરતી ન હતી પણ કમલેશ એ કહ્યું કે એ તારા ને ઉતારી દેશે. કંપની સેક્રેટરી તરીકે બોર્ડ મિટિંગ એ તારાની જ જવાબદારી હતી. એણે ઘરે પણ જણાવી દીધું કે પોતે લેટ થશે. 

બીજી બાજુ સિદ્ધાર્થ એ બસ માં તારા ને આવતી ના જોઈએ એટલે એને આશ્રય થયું.એ જાણતો હતો કે late રોકાવનાર પોતાની ગાડી લઈને આવતા કારણ કે બસ એક જ ફેરો કરતી. વળી સવારે તો તારા બસ માં જ આવી હતી એટલે એની પાસે જવાની વ્યવસ્થા નથી જ. તારા ને કલોસિંગ સિવાય મોડી રોકાતા પણ જોઈ ન હતી.

એ પોતાની રીતે કયો પુરુષ તારા ને કઈ રીતે જુવે છે એ ધ્યાન રાખતો હતો. એ તારા માટે કોન્સેર્ન અને પસેસીવ હતો. પોતે પોતાના પ્રેમનો સ્વીકાર તારા સામે ભલે ના કરી શક્યો હોય પણ તારા ને પ્રોટેક્ટ તો કરી જ શકતો હતો અને કરતો પણ હતો. કેટલીય વાર કેંટિન માં કે બસ માં કોઈ તારા ને ખરાબ રીતે જોતું ઝડપાય તો સિદ્ધાર્થ એ વ્યક્તિ પાસે જતો અને કોઈ વાત કાઢી ને એનું ધ્યાન તારા પરથી ખસેડતો. એ વ્યક્તિ સાથે કોઈ ને કોઈ વિષય પર વાત કરવા જતો જેથી એ વ્યક્તિ તારા ને જોવા નું બંધ કરે. એને તારાની ચિંતા થઈ. 

કોઈ અજાણી પ્રેરણા થી એને એવો વિચાર કર્યો કે હું પણ રોકાઈ જાઉં અને જો તારા હા પડે તો એના ઘરે ઉતારી દઈશ અથવા એ જેની પણ જોડે જાય, પોતે પાછળ જશે અને એ કાળજી પૂર્વક ઉતરે છે કે નહીં એ ખાતરી કરી ને પછી જ ઘરે જશે. આમ વિચારી એ બસ ને ઊભી રખાવી ને ઉતરી જાય છે. પોતાની પાસે પણ કાર નથી પણ કંઈક તો મેનેજ થશે એમ વિચારતો એ ઓફિસ બિલ્ડિંગ તરફ ચાલવા લાગ્યો. બસ મેઈન ગેટ ની બહાર નીકળી ચૂકી હોય છે એટલે સ્વાભાવિક ૭/૮ મિનિટ લાગે પાછા આવતા.

શું એની ચિંતા વ્યાજબી છે ? શું તારા કોઈ મુસીબત માં છે ? શું હવે એ પોતાના પ્રેમ નો સ્વીકાર કરશે તારા સમક્ષ ? વાંચો આવતા અંક માં.


Rate this content
Log in

Similar gujarati story from Romance