Sandhya Solanki

Drama Romance

3  

Sandhya Solanki

Drama Romance

અધુરો પ્રેમ

અધુરો પ્રેમ

11 mins
1K


ગુજરાતનું એક રંગબેરંગી શહેર એટલે રંગુલ રાજકોટ કયાંના લોકોના જીવનમાં રંગ આપોઆપ છલકી ઉઠે છે. દરેક પળોને અનેક રંગોમાં રંગી જીવી લેવાની અહીંના લોકોની આદત કહી શકાય. મોજ શોખને પુરા કરવાં જ જાણે જન્મ લીધો હોય એવાં શોખીન છે. જ્યાં માત્ર ઘટે તો જીંદગી ઘટે, બીજું કાંઇનો ઘટે.. ના ગીતો પર મહત્ત થઇને જુમવાની સાથે જીવી બતાવે. આવા રંગલા શહેરમાં વસતી એક મોજીલી છોકરી જેનું નામ છે સમીરા, તે દેખાવમાં સુંદર, માપસરની ઉંચાઇ અને સમતોલ શરીર, ભીડમાં તે થોડી અલગ રીતે ઉપસી આવે એવો થોડો આકર્ષિક ચહેરો ભગવાને તેને ભેટમાં આપ્યો હતો. ઘરમાં તે માતા પિતાનું પહેલું સંતાન એટલે ખુબ લાડકોડ અને પ્રેમથી તેઅનો ઉછેર થયો હતો. સમીરાના વિચારો આધુનિક, સ્વભાવ વિશે કંઇ ચોક્કસ કહી ન શકાય એનું કારણએ દેખાય ખુબ જ શાંત અને સરળ પણ કયારેક ગુસ્સો કરે તો ખબર જ ન પડે કે આ એ જ વ્યકિત છે કે અલગ તેનાં શોખમાં હરવું - ફરવું, કપડાં - જવેલરીની શોપિંગ અને ચિત્રકલા - કૃતિમશાં પણ થોડો રસ છતાં માતા - પિતાએ વ્યવસ્થિત સામાન્ય હોવા છતાં પણ માતા - પિતાએ વ્યવસ્થિત તેની ઇચ્છા મુજબ અજવાસ કરાવ્યો હતો. સમીરાના કોલેજ કાળ દરમિયાન કોલેજના તથા ઘરની આસપાસના ઘણાં છોકરાઓએ મોહ - પ્રેમ માળાજાળ બિછાવવાની કોશિસો કરેલી, પરંતુ તે એમાં સપડાઇ જાય એવી તો કોઇ શકયતા નહ તી. કારણ કે તેને લફરાબાજ કે બોયફ્રેન્ડ બનાવવામાં જરાપણ રસ ન હતો. સમીરા બિન્દાસ્ત અને ખુશ મિજાજી હોવાથી પોતાની આસપાસ હંમેરા ભીડ જેવો માહોલ બનાવી રહેતી તેને વાતો કરવા કરતા બીજાની વાતો સાંભળવાની ખુબ વધુ મજા આવી. આવી તકની જ લોકો લગભગ રાહ જોતા હોય છે. (પોતાની વાતો કોઇને સંભળાવવાની) સમીરાની કોલેજમાં, ઘરની આસપાસ કુટુંબમાં ઘણી હસ્તિ હતી. મિત્રો અને કુટુંબ સાથે તેની ખુશહાલ જીંદગી પુરપાટ ઝડપે દોડી રહી હતી. સમીરાએ નાનપણથીજ એક સ્વપ્ન જોયેલુ હતું કે તે પોતે નોકરી કરશે અને સ્વનિર્ભર બનશે, પણ તેના પિતાને તે નોકરી કરે એ પસંદ ન હતું. તેથી તે ઘણી વખત થોડી દુ:ખી થઇ જતી, પણ પછી જેમ તેમ પપ્પાની સમજાવટ પછી ફરીથી મસ્ત મૌલા બની જતી.


એક દિવસ અચાનક જ કુટુંબના કોઇ સગાએ તેમની સાથે જ નોકરીમાં જગ્યા હોવાની જાણ કરતાં પપ્તાએ કોઇપણ આના કાની કર્યા વગર એ માટે તેને દકટ આપી. સમીરાની ખુશીતો જાણે સ્વર્ગ મળ્યા સમાન હતી. તેણે તરતજ મળીને જ‚રી કાગળો તૈયાર કરાવી નોકરી ચાલુ કરી દીધી. હવે તો તે ખૂબ જ વ્યસ્ત થઇ ગઇ હતી અને નવા નવા વધુ મિત્ર મળ્યા હતા. અહીં પણ તેના માટે ઘણાએ મોહમાયા જાળ બિાછાવવાની કોશિશ કરી પણ સમીરાતો પર્વત જેવી અડગ હતી. તેણીએ ચાર - પાંચ વરસ સુધી નોકરી કરી અને સરસ રીતે લાઇફને અન્જોય કરતી હતી. સમય જતાં તેના માતા - પિતાએ સા‚ કુટુંબ જોઇને લગ્ન કરાવી સુખી જીવન મો આર્શીવાદ આપી સાસરે વળાવી દીધી.


જિંદગી દરેકને એક સરખુ ક્યારેય આપતી નથી, કે કોઇને ઇચ્છેલું બધુ જ જીંદગીમાં પણ એક તુફાનથી હલચલ મચી ગઇ અને સુખી એવો સંજોગો વસાત તે એકલી બની ગઇ હતી. તેનાં બધા જ સ્વપ્નો, ખુશીઓ, વિશ્ર્વાસ, આત્મવિશ્ર્વાસ એ સંબંધની સાથે તૂટી ચુક્યા હતા.

સમીરા જાણે પોતાનું ર્સ્વચ્વ આ ઘટના બાદ ભૂલી ગઇ હતી. તેના શોખ - કલા ત્યાં સુધી કે તેના બધા જ મિત્રો સાથેના સંપર્કો પણ ધીમે ધીમે ઘટાડા બાદ સાવ છુટી ગયા. તેણે ઘરની બહાર નીકળવાનું તો સાવ બંધ જ કરી દિધેલું અને દરેક વ્યકિત સાથે માત્ર કામ પુરતી જ વાતચીત કરતી હતી. તચેના આ બદલાયેલા વર્તનને લીધે ઘરના લોકોને હવે ચિંતા થવા લાગી, પરંતુ કોઇ કંશુ કરી શકે એમ ન હતું. કારણ કે ઘણી વખત અમુક સંબંધની સાથે વ્યકિત પણ અંદરથી સાવ ભાંગી પડતી હોય છે. આવું જ કંઇક સમીરાને પણ થયું હતું.


એક દિવસ તેના દુરના સંબંધી એમ જ સામાન્ય મુલાકાત માટે આવેલા ત્યારે તમેનું ફેમીલી સાપુતારા ફરવા જવાનું છે એવી વાત થઇ અને સમીરાને પણ તેમની દિકરીઓની કંપનીમાં ફાવશે તો સાથે મોકલવા વાત કરી. સમીરાની ખાસ કયાંય પણ જવાની ઇચ્છા ન હતી પણ માતા - પિતાનો વિચાર કરતાં તેણે જવા માટે હા પાડી. ૪ થી ૫ દિવસનાં નાનકડા એવા પ્રવાસે જવાના હતા. સામાન્ય પરિવાર હોવાથી સુરત ટ્રેનમાં અને પછી ત્યાંથી સાપુતારા જવાનું નક્કી કરાયું બીજા દિવસે રાત્રે સમીરા નાસ્તો - કપડા અને જ‚રી સામાન ભરીને ટ્રેકિંગ જેવું બેગ તૈયાર કર્યુ. જેથી તેને ઉંચકવામાં સરળતા રહે. સમીરા જવા માટે એકદમ તૈયાર ઉત્સાહિત ન હતી પણ માનસિક રીતે સમજ્જ હતી.


તહેવારોનો સમય હોવાથી ટ્રેનમાં ખાસ્સી એવી ભીડ હતી. ખૂબ સમય ઉભા ઉભા જ મુસાફરી બાદ અડધા અંતરેથી બેસવા માટે સીટ મળી ચુકી હતી. ટ્રેનમાં સાથે સમય પસાર કર્યો સમીરા પેલા સંબંધી અને તેમની દિકરીઓ સાથેની ઓળખાણ થોડી વધુ ગાઢ કરી શકી. ઘણાં દિવસોથી ઉદાસ અને તૂટેલી સમીરાને આહલાદ, રીતે મંદ વહેતા પવન સાથે તે થોડી સામાન્ય બની ચૂકી હોય એવું મુસાફરી લાંબી હતી પણ વાતોમાં સમય વિત્યો એની જાણ ન થઇ. સુરત સ્ટેશન પર પહોંચતાં જ જાણે માણસોની ભડીમાં સમીરા પોતે ક્યાંક ખોવાઇ જશે એવું મહેસુસ થયું. સુરતથી સાપુતારા બધાએ બસ દ્વારા જવાનું નક્કી કર્યુ. બસમાં સમીરા હવે પેલી છોકરીઓની સાથે જ બેસી ગોઠવાઇ બારીની બહાર જતાં જ તેને કંઇક મહેસુસ થયું જે ઉદાસી તેણે ઓઢી રાખી હતી. એ હવે સુંદર, રણિયામણાં એવા કુદરતનો રંગો જોઇને ખીલી ઉઠેલા વન વગડા, ફુલો, ડુંગરે તો જાણે લીલી ચાદર બિછાવી હોય તેવો ભ્રમ થયો હતો. સમીરાના મન પર હવે અચરજ અને અજાયબી જોવાનું સુકુન એવું ન હતું કે તે પહેલીવાર કોઇ હિલ સ્ટેશને ફરવા નીકળી હતી. તેણે માઉન્ટ આબુ, સિમલા - મનાલી મુન્નાર, ઠેકકડી વગેરે સ્થળોએ ફરી ચુકી હતી. પરંતુ આ વખતનો અહેસાસ કંઇક અલગ જ હોય એવું લાગતું હતું. દરેક ફુલો અને ખિલતી હરિયાળી પ્રકૃતિની સાથે સમીરાના ઉદાસ મનમાં પણ એક નાનકડી નિરાંતની કંપળ કરી હોય એવું લાગતું હતું. સાપુતારા હિલ સ્ટેશન હોવાથી પર્યટકોની ભીડ ઉમટી પડી હતી. જેમાં ભારતનાં દરેક ખુણાથી લોકો આવ્યા હતા. આબોહવા અનુકુળ હોવાથી વિદેશીઓ પણ થોડા ઘણાં છુટા - છવાયા જોવા મળ્યા હતા. સાપુતારાના લીલાછમ ડુંગરોની પર્વતમાળા, તળાવો, રોઝ ગાર્ડન અન્ય બાગ બગીચા, મ્યુઝિયમ, વિવિધ પોઇન્ટ વગેરેથી આકર્ષણ થયા વિના રહે નહીં. એમાંય ખાસ કરીને ત્યાંના રહેવાસી અને સરકારના સહયોગથી ડેવલ્પ કરેલું રોઝ ગાર્ડન એ મુખ્ય આકર્ષણનું કેન્દ્ર છે. એ સિવાય સનસટ અને સનસાઇન પોઇન્ટ જોવની તો મજા જ અલગ છે. ત્યાંથી થોડે દુર આવલા ગિરાના ધોધ એ સાપુતારાની શાન કહી શકાય એ રાત્રે આરમ બાદ સવારે સમીરા બધા લોકો સાથે તૈયાર થઇ નાસ્તો કરી ફરવા નીકળ્યા. વહેલી સવારનાં સમય હોવાથી બધા સનસાઇઝ પોઇન્ટ પર જવા રવાના થયા ત્યાં પહોંચીને બધા ગોઠવાઇ ગયા અને સોના જેવો સુરજને ઉગતો જોવોએ જીંદગીના સુખથી કમ નથી. એવી કંઇક લાગણી સમીરાને મહેસુસ થઇ એ સાથે જ તેની નજર એક ફેમેલી પર પડી જેની પાસે બહુ બધો સામાન હતો. એક છોરો અને છોકરી યુવાન વયના મળીને સામાન ઉંચકી રહ્યાં હતા. સાથે વડિલ સ્ત્રી - પુરૂ‚ષ કદાચ તેના માતા - પિતા જ હશે સમીરાનું ધ્યાને પેલા કપલ જેવા લાગતા બંને છોકરા - છોકરી પર જ અટકી રહ્યું હતુ. તે તેનું વર્તન અને હિલચાલ દુરથી જ જોઇ રહી હતી. ત્યાં સુધીમાં તો સુરજ દાદા ઉપર ચઢી આવ્યા હતા. તેથી બધા ત્યાંથી આગળ જવા નિકળ્યા ત્યારે સમીરાએ નોંધ્યુ કે પેલા કપલ જેવા દેખાતા અને વડિલ લોકો એની પાછળ જ ચાલ્યા આવતા હતા.

પછીના સ્થળે દુર હોવાથી બધાએ સામાન પોતાની સાથે લઇને ફરવા જવાનું નક્કી કર્યુ સમીરાએ એટલે જ અગાઉથી ટ્રેકિંગ જેવું બેગ પસંદ કર્યુ હતું. જેથી સરળતાથી ઉંચકી હરી ફરી શકાય. તેણી ખભે બેગ લઇ હાથમાં બકરણ બેલ્ટ ઝલાવતી ચાલ્યે જતી હતી.


આજના સુરજની સાથે સમીરામાં પણ કંઇક નવું ઉગ્યાનું નજરે જોઇ શકાતું તળાવોની મુલાકાત સૌ એ લીધી અને બધાએ સાથે મળીને બોટીંગ પણ કર્યુ ખૂબ જ મજા કરી અને તસ્વીરો પાડી હતી. ત્યાં બોટમાંથી ઉતરતી વખતે સમીરાની નજર પેલા કપલ પર પડી, જે સનરાઇઝ વખતે જોયેલું તેઓ સમીરાની આગળ ચાલતા હતા ને સમીરા પાછળ હતી. તેઓ સામાન ગોઠવવા અટકયાને સમીરા આગળ નીકળી ગઇ. પણ તેઓ એકબીજાની નજીક જ ચાલતા હોવાથી સમીરા તેની અમૂક વાતો સાંભળી શકી અને તે પરથી તેને ખ્યાલ આવ્યો કે તે ંને કપલ નથી પરંતુ ભાઇ - બહેન હતા. જે હિંદી ભાષામાં વાતો કરતા ચાલ્યા આવતા હતા. પછી ત્યાંથી થોડે દુર રોઝ ગાર્ડન પહોંચ્યા જ્યાં પહોંચતાની સાથે જ સ્વર્ગમાં હોવાનો અહેસાસ, મનમાં અપર આનંદ, ફુલની જેમ ખીલવાનો અને હળવાસની ક્ષણોમાં જીવીત હોવાનો અનુભવ અવિસ્તમરણીય કહી શકાય. સમીરા હજુ આ નજારો જોઇને ખીલી જ હતી ત્યાં પેલી છોકરાની નજર તેની સામે હતી એ જાણી ને તે ફરીથી લજમણીના છોડની જેમ પોતાની જાતને સંકોચીને આગળ ચાલી નીકળી પછી તે રાત સુધીમાં બે - ત્રણ સ્થળે તેણે તે છોકરાની હાજરી નોંધી હતી. રાત્રે બધા આરામ સ્થતાને પહોંચ્યા ચાલીને થાકી ગયા હોવાથી બધા તુરત જ સુઇ ગયેલાં પણ સમીરાને આંખોમાં ઉંધ ન હતી, તે પણ મોડી રાત જાગી ને અંતે સુઇ ગઇ હતી.


વહેલી સવારે બધા નાસ્તો કર્યા વિના જ નીકળી ગયેલા. રસ્તામાં ગરમાગરમ ચા સાથે બિસ્કીટસ અને સુકો નાસ્તો હતો. ટીકીટો લઇને બધાં પોતાની રીતે રસ મુજબની વિવિધ જુનવાણી વસ્તુઓ, વાસણો હથિયાર, કલા - કૃતિના નમુનાઓ, આદિવાસી દ્વારા કરાયેલાં વરલી ડ્રોઇંગ પર સમીરાની નજર અટકીને તે રસપૂર્વક જોતી હતી. જે કાચની અંદર સુંદર કાપડ પર વરલીલના નમૂનાઓ લગાવેલા હતા એ કાચમાં તેણે પેલા છોકરાનો આછો એવો પડછાયો જોયો જે અગાઉ રસ્તામાં અવાર નવાર જોયેલો હતો. હવે તે કંઇક અજીબ આશ્ર્ચર્ય અને ઉત્કંડાથી એ છોકરા સામે જોઇ રહી હતી એ જ સમયે પેલા છોકરાની નજર સાથે તેની નજર મળી જતાં તે નીચુ જોઇ આગળ ચાલી. પછી તો સાપુતારામાં અન્ય ૨ થી ૩ દિવસ સુધી આ ક્રમ ચાલ્યો તેઓ બંને પર્યટક હોવાથી એક જ કોઇને કોઇ સ્થળે ફરતાં - ફરતાં સામે જોઇને થોડું મલકાઇ પણ લેતા હતા.


હવે સમીરાનો પ્રવાસ પુરો થતાં તેેણે બપોરે ટ્રેનથી નીકળવાનું હતું. તેઓ સાથે મળી સ્ટેશને પહોંચ્યા, બધા ટ્રેનની રાહ જોઇ રહ્યાં હતા, પરંતુ હજુ ઘણીવાર હોવાથી બધી છોકરીઓ વેઇટીંગ ‚રૂમમાં બેસવા ગયા અને ત્યાં જ નાસ્તો કર્યો. ત્યારબાદ ટ્રેનનો સમય થતાં ફ્રેશ થઇને બહાર નીકળ્યા તો સમીરાને થોડીવાર માટે પોતાની આંખો પર વિશ્ર્વાસ ન થયો તે અચરજથી જોતી જ રહી ગઇ. સ્ટેશન પર પેલો છોકરો જે પ્રવસામાં મળી જતો હતો તે હાલમાં પણ તેની સામે જોઇને હસતો હતો. સમીરાને હવે સમજાતું ન હતું કે પોતે શું અનુભવી રહી છે ? એ વિચારમાં જ સમીરાની ટ્રેન આવી પહોંચી અને બધાં વારા ફરતી ચડી ગોઠવાઇ ગયા. સમીરા પણ એક જગ્યા શોધી સીટ પર ગોઠવાઇ પણ હવે પેલો છોકરો ક્યાં ગયો હશે ? એ વિચાર સમીરાના મનમાં ઉઠયાં તે શા માટે કોઇ અજાણ્યા સામે હસી હતી કે તેને જોઇને ખુશી અનુભવતી હતી. ? એ બંને વચ્ચે આટલા દિવસોમાં માત્રનો સંબંધ જન હતો. એ જે કંઇ પણ હતું સમીરાને અચાનક જ ફરીથી ઉદાસી અનુભવાય રહી હતી. તે ઘરે પહોંચતાં સુધી ટ્રેનમાં ગુમસુમ બેઠી હતી. મોડી રાત્રે પહોંચવાથી તરત જ ‚રૂમમાં જઇ સુઇ ગઇ.


સમીરાના માતા - પિતાએ બીજા દિવસે સવારે તેને પ્રવાસ વિશે પૂછતાં તે પેલા છોકરાની યાદમાં ફરીથી સરી ગઇ અને તેની સુંદર મોહક એવી સ્માઇલ યાદ આવતાં જ તે પણ ફરીથી ખીલી ઉડી મમ્મીને વળગી પડતા કહ્યું બહુ જ સરસ આ સાંભળીને તેનાં માતા - પિતા ખુબ જ ખુશ હતાં કે સમીરા હવે થોડી બદલાઇ ગયેલી લાગી .

સમીરા પણ હવે જાણે નવી ઉર્જા સાપુતારથી લાવી હોય એમ એકટીવ બની ગઇ તેને નવાં મિત્રો બનાવ્યા, નવા શોખે જગાડ્યા, તેણે પેલી યાદોમાં ઉદાસ થવાને બદલે નવો જ રંગ ધારણ કર્યો જાણે કે એ છોકરાની મુસ્કાન અને યાદના પ્રેમમાં પડી ચુકી હોય તે દિવસેને દિવસે વધુ ખિલતી જતી હતી. તેણે તેનાં શોખને જીવનમાં ઉતાર્યા અને કમાણીનો સ્ત્રોત કરી તેણે પોતાનાં વિચારો, યાદો અને અધુરા પ્રેમને કવિતા ‚પે લખવાનું ચાલુ કર્યુ અને સોશીયલ સાઇટ પર એકટીવ બની, સમીરા તેની જીંદગીની નવી સફરમાં વ્યસ્ત થવા લાગી પણ પેલો છોકરો તેને વારંવાર યાદ આવી જતો.


એક દિવસ તેણે તેના મનની એ જુની બધી જ વાતો એક લખાણ‚ ડાયરીમાં લખી નાખી, ત્યારબાદ તેને થોડી શાંતિ લાગી, પણ એ કયાં સુધી ટકશે એ નક્કી નહી. તેને પેલા છોકરાને શોધવાનો વિચાર આવતાં પણ તે તો તેનું નામ પણ જાણતી ન હતી કે જેથી તે સોશીયલ સાઇટ દ્વારા તેનો સંપર્ક કરી શીકે. આજે તેને પેલા છોકરા સાથે વાત ન કર્યાનો અફસોસ થયો. હવે એને કંઇ સુઝતુ ન હતું અને તે યાદોના પ્રેમમાં વધુ લપસતી રહી. આ સમય દરમિયાન તેણે ઘણાં ફિલોસોકી જેવા લેખો લખેલા અને અખબારમાં છપાઇ ચુકયા હોવાથી તેણી એ થોડી નામના મેળવી લીધી હતી. સમરીાએ પેલી યાદોની ડાયરીને કાલ્પનિક નામો સાથે એ બધી જ ઘટનાઓ જે પોતાની સાથે ઘટી હીત તે એમ જ એક વાર્તા ‚પે દિલથી ટાઇટલ હેઠળ પ્રકાશિત કરી. તેની રજૂઆત એકદમ સરળ અને જીંવત હોવાથી લોકોને તે ખૂબ જ પસંદ આવી. આ વાર્તાની અનેક નકલો વેચાઇ રહી હતી. પછીથી ગુજરાત બહાર પણ થોડી બુકની કોપી મોકલાવેલી હતી. આમ જ આશરે ૪ - ૫ વર્ષો વીતી ગયા. નવી છેલ્લી આવૃતિ પછી અનેક ફોન અને ચેટીંગ કાર્ડ દ્વારા અભિનંદન સમીરાને મળતા હતા. જેમાં હરિયાણાની ભાષામાં એક વાચકનો કોલ સમીરાના આસ્ટિન્ટને આવેલો કે‚ મેડમને મળવાં માંગે છે ખૂબ જ અગત્યનું કામ છે. આસ્ટિન્ટે લાંબી એપોઇમેન્ટ લીસ્ટ વાંચી પંદર દિવસ પછીની તારીખ, સમય અને એડ્રેસ આપ્યા.


પંદર દિવસ પછી એક છોકરો આધુનિક વસ્ત્રોમાં સજજ થઇને વેઇટીંગ રૂ‚મમાં બેઠો હોત. સમીરાની એન્ટ્રી થતાં જ તે તેની પાછળ ચાલ્યો. સિક્યુરીટી એ તેને અટકાવ્યો અને ક્રમ આવે ત્યારે જવા સચુના આપી. કલાક પછી તેને ઓફિસમાં જવા દેવામા આવ્યો મે આઇ કમ ઇન મેડમ બોલતાં તે દરવાજે જ અટકયો. અંદરથી ઉંચુ જોયા વિના જ પોતાના કામમાં વ્યસ્ત સમીરાએ યસ કમ ઇન જવાબ આપ્યો, છોકરો ટેબલ સામેની ચેરમાં બેસી ગયો. સમીરા યસ બલો સામે જોઇને બોલી ત્યારે એ છોકરો બધાની જેમ અકીટશે તેની સામે જોતો હતો. બીજીવાર બોલતા તે નિંદ્રામાંથી જાગ્યો હોય એમ બોલ્યો ખોટું ન લગાડતા હું વિનંતી સહ આપને એક સવાલ પુછુ છુ કે આપની સ્ટોરી આપે જાતે લખી છે ? સમીરા થોડુ અટકી પછી નોર્મલ થઇ બોલી હા પણ તમે કેમ આવો સવાલ પુછો છો ? તેણે સામે પ્રશ્ર્ન કર્યો ત્યારે પેલા છોકરાએ કહ્યું કે આ વાતોએ કલ્પાના નહીં પરંતુ મારી પોતાની જીંદગી હોય એવું લાગે છે. આ સાંભળી હવે સમીરાને જબદસ્ત ઝાટકો લાગ્યો તે બોલી શું વાત કરો છો ? આવું કઇ રીતે શકય બને ? પછી પેલા છોકરાએ સાપુતારાવાળી છોકરી અને પોતાના વિશે વિગતે વાત કહી સંભળાવી અને ફરીથી સવાલ કર્યો કે આવી કલ્પના અને જીંદગી એક સરખા ‚હું કેવી રીતે સંભવ બને ? (બંને એકબીજાને ઓળખી શકયા ન હતા.)

ત્યારે સમીરા બધુ સમજી ચૂકી હતીને તેણે જવાબ આપ્યો કે, જો દિલથી કોઇનો અધુરો પ્રેમ આ દુનિયાની સાચી હક્કિત બને તો એ જીંદગીની સાચી ઘટનાની કોઇ કહાની કેમ ન બને ?

આટલું સાંભળ્યા પછી હવે કોઇ કશું બોલયા પુછવાની જ‚રૂર ન હતી. બંને એકબીજાને અવલક નીહાળ્યા પછી વર્ષો પહેલાનું સ્મિત ફરીથી એક સાથે સામ સામે છલકાવી અને થોડો સંકોચ સાથે ભેટી પડયા..!


Rate this content
Log in

Similar gujarati story from Drama