પ્રેમની વાતો: ભાગ -૧
પ્રેમની વાતો: ભાગ -૧


આજે મે આ દુનિયાની ખુબ જ જરૂરી અને અદભૂત એવી એક લાગણી વિશે લખવાનું વિચાર્યું છે.
જે વિના આ દુનિયાનું કદાચ અસ્તિત્વ શક્ય નથી...પણ, આપણે હવે એ મૂળ સ્વરૂપ ના બદલે દરેક પોતાની કલ્પના અને ઇચ્છા મુજબ વ્યાખ્યા બનાવવા લાગ્યા છીએ..વધુ રમત ન કરતા કહી જ દઉં છું...એ સુંદર લાગણી...અનુભવ...સુખદ..એવો એ શબ્દ છે .."પ્રેમ"
શબ્દ સાંભળતાં ની સાથે જ ઘણાના મન માં ગલગલીયા થતાં હોય છે પણ, આ એવો નથી જેવો તમે સમજો છો કે જેવો તમે કલ્પના કરો છો... હા,વાત સાંભળવામાં અજીબ લાગે તો પણ એનો અર્થ તો એ જ રહેવાનો છે. કશું બદલાઈ નહિ જાય. આપણને જે અજીબ લાગે એ જલ્દી સ્વીકારી નથી શકતા એટલે કાં તો છોડી દઈએ છીએ કે ખરાબ કહી દઈએ છીએ..એ જવા દઈએ ચાલો પાછાં ટોપીક પર આવી જઈએ...
સૌથી પહેલી વાત એ કે જો પ્રેમ શબ્દ સાંભળતા ની સાથે જ તમને કોઈ ખાસ વ્યક્તિ કે પ્રેમી નું ચિત્ર મગજ માં કે કલ્પનાઓ માં આવે,(એ સ્ત્રી કે પુરુષ અન્ય કોઈ પણ હોઈ શકે)... તો તમે હજુ ખુબ ટૂંકી દુનિયા માં જીવો છો એવું પોતાની જાતને સમજાવી દે જો....કારણ કે પ્રેમ પર માત્ર પ્રેમીઓનો જ ઇજારો નથી...
ઘણાં લોકો એવી વાતો કરતા હોય છે કે પહેલો પ્રેમ ક્યારેય કોઈ ભૂલી શકતું નથી ...હા, વાત બિલકુલ સાચી છે પણ,એ પહેલો પ્રેમ તમારો કોણ હોય શકે. ..? બધાને કોઈ ને કોઈ નામ યાદ હશે જ... પણ એ ભૂલ છે તમારી કદાચ કારણકે આ દુનિયામાં એવી ૨ વ્યક્તિ છે ...કે જે તમને જોયા વિના
જ ...તમારા આ દુનિયા માં સારા કે ખરાબ તો ઠીક અસ્તિત્વ હોવા પહેલા થી જ પ્રેમ કરે છે ..
લોકો ને ઘણી વાર એવું થતું હોય છે કે સામેની વ્યક્તિ કે જે મારો પ્રેમ છે એમાં કંઇક ને કંઇ હજુ ઘટે છે ... તેણે આમ નહિ પણ તેમ કરવું જોઈએ ...જો તમને પણ એવું થતું હોય તો થોડી વાર રોકાઈ ને વિચાર કર જો કે તમે શું મેળવવા માંગો છો ?. એવું કે જે તમારા વિચારો માં છે ..તો એ પહેલા થી જ તમારા માં મનમાં છે તો બીજી વાર શું કામ મેળવવાની કોશિશ કરવી...સામે ની વ્યક્તિ પાસે જે તમારા મન સિવાય નું છે એ બીજું જો તમને કઈ મળે તો તમને શા માટે તકલીફ પડવી જોઈએ...??
જ્યારે કોઈ વ્યકિતને કોઈ વસ્તુ કે કિંમત આપ્યા પછી એ તમને કહે કે "હું તને પ્રેમ કરું છું..." તો એ પ્રેમ કદાચ બહુ સસ્તો હસે જે એ ચૂકવ્યા ના બદલા માં મળી ગયો..પણ, એનું આયુષ્ય કેટલું રહેશે...? જ્યાં સુધી કોઈ વધુ કિંમતી વસ્તુ ન મળી રહે ત્યાં સુધી..? કે જ્યાં સુધી તમે ઈચ્છા મુજબ ની અપેક્ષા પૂરી કરી શકશો ત્યાં સુધી...? શું તમે જિંદગી ભર ' પ્રેમ ' ખરીદી કરી શકશો...? વિચારી લેજો.....
પ્રેમ ની આશા કે અનુમાન કેમ આપણે દરેક વખતે એક જ કોઈ વ્યક્તિ પાસે રાખીએ કે કોઈ ખાસ ને આપણે વધુ પ્રેમ આપશું એવું મન માં ધારી લઈએ છીએ...? પ્રેમ ને શું આપણે ઘણી વ્યકિતઓ વચ્ચે વહેચી ના શકીએ...?
(ક્રમશઃ)