ડિયર જિંદગી
ડિયર જિંદગી


ડિયર જિંદગી...
તને આમ શબ્દોમાં તોલવું ફાવશે તો નહીં,
પણ, હારીને બેસવાનું તે શીખવ્યું જ નથી...
તારા વિશે હું શું લખી શકીશ એ વિચાર્યા વિના જ શરૂઆત કરું છું. તને આમ લખવાની કોશિશ કરવી એ પણ તને થોડું ગુમાવવા જેવું જ છે ...કારણકે જે તને ઓળખતા નથી એ આ દુનિયા જીવિત જ નથી એવું કહી શકાય..પણ,એ એમનો વિષય છે મારે તો આપણી વાતો કરવાની છે તારી ને મારી ...
આમ તો છે ને તું મને વ્હાલી છો યાર ...હા હું તને કંઇ પણ કહી શકું છું મને ખબર છે એટલે જ મારા માટે તું દરેક વખતે રૂપ..રંગ...સ્વરૂપ. બદલ્યા કરે છે .જે મને ખૂબ જ ગમે છે. ક્યારેક તો તું મને ના ગમે એવું પણ બની જાય છે ત્યારે મને બહુ અઘરી લાગે છે ..તું જ્યારે હસતી રમતી મજાની હોય ત્યારે તો હું જાણે અલગ જ દુનિયામાં હોય એવું લાગતું હતું ...ત્યારે એમ થાય કે હું આસમાન ઊડું છું.. પણ, હવે મને થોડું તારા વિશે વધુ સમજાવા લાગ્યું છે...કે હું ઉપર જઈ ને ઊડું તો તને એકલું લાગે ને ..? માટે હંમેશા જમીન પર બધાની સાથે જે લોકો તને માને છે...એમની સાથે ખુશી વહેંચવાની મજા જ સાચી છે. પણ,તું જ્યારે ભયંકર રૂપ લઈ લે કાં તો આફત નું રૂપ લઈ લે ત્યારે મને બહુ ડર લાગે છે અને ક્યારેક તો એકલું પણ લાગે છે કારણકે લોકો ખુશીમાં તો મળી જાય .. બહુ ઓછાં હોય જે મદદ કે મુશ્કેલીમાં પણ હાજર રહેતા હોય.
પહેલા જ્યારે આપણી વચ્ચે એટલી સારી દોસ્તી કે પ્રેમ ન હતો ત્યારે મને તારાથી હજારો ફરિયાદો હતી. કે એવું બધું શું થતું હશે ? તું એવું શા માટે કરતી હશે ..? તું બધાને હેરાન શા માટે કરતી હસે..? કે કોઈને તકલીફ શા માટે આપતી હશે..? પણ,હવે ખબર પડી છે કે તું તો એક વરદાન છે ...અને સાવ કોરી પાટી જેવી હોય છે. તેમાં કોણ શું લખે છે.તું એવું આપે છે...એવું બની જાય છે...તેમાં તારો તો કોઈ વાંક નથી...જ
ાતે કરેલી ભૂલની સજા મેળવે છે. તું વિચારોમાં કોઈ વિચારી લે એવી બની જાય છે. ક્યારેક કોઈ અશકય કામ પણ,તું સરળતાથી કરી દે છે. ને કોઈ નું સરળ કામ જાણે એ તને ગુમાવી દે ત્યાં સુધી ક્યારેક નથી થતું.
હું શું કહું છું...તારી સાથે હસવાની ...રમવાની ...અને રોઈ લેવાની મજા છે. જે બધાને ખબર નથી હોતી...અરે, ક્યારેક તો તારી સાથે ઝગડા પણ કરવા પડે છે ...ગુસ્સો પણ બહુ એવી જાય છે..કે હવે તો હદ થઈ ગઈ ...પણ,પછી સમય જતા સમજાય જાય છે કે તું સાથે છો બધું જ છે તારા વિના આ દુનિયા માં કંઇ જ નથી.તું હરાવે છે ...ક્યારેક જીતાડે છે...ક્યારેક હંફાવે છે...તો ક્યારેક ખુબ થકવે છે...પણ, પછી સમજાય જાય કે આ બધું કરી ને તું મને જ કંઇક શીખવે છે.. તું મને મજબૂત બનાવે છે. કે જેથી તું મને સમજાઈ નહીં ત્યારે હું ગૂંચવાઈ ના જઉં...જ્યારે હું તને મહેસૂસ ના કરી શકું ...જ્યારે હું તારા થી ખુબ જ નારાજ હોય ...જ્યારે મને તારા પર પણ,આશંકા થઈ આવે કે તારો હોવાનો કે ના હોવાનો કોઈ મતલબ નથી ... આ બધા માં પણ,મન મારું સ્થિર રહે માટે તું પોતાના જ સવાલો બદલાતી રહે છે.
તું મારા માટે દરેક જગ્યા એ છો. તું જ મારા પોતાના લોકોનો પ્રેમ છો...તું જ મારા માટે સુંદર પ્રકૃતિ છો...તું જ એક સુંદર ખીલતું ગુલાબ ...તું આંખો નું એકાદ આંસુ ...ગુસ્સાની કોઈ નાની ગાળ કે કોઈ એ આપેલો તિરસ્કાર .. મારી થાકેલી રાત નો ઉજાગરો કે નવી સવાર નું સુકુંન ...કોઈ ને રજૂ કરેલી લાગણી કે અણગમતો તિરસ્કાર ...નાના મોટા પક્ષીનો અવાજ કે પ્રાણી નો અવાજ ...મને આ દુનિયામાં કઈ પણ મળી જાય ..જો તારા હોવાનો અહેસાસ ના હોય તો જીવતા હોય કે ના હોય કોઈ ફરક ના પડે ...
એ જિંદગી...
સાંભળી લે જે
તું મારી એ વાત કે
ભલે ને હોય તારા નખરા હજાર
તો પણ, હું છોડીશ નહીં
છેક સુધી તારો હાથ કે સાથ.