આયેશાની ઈબાદત કબૂલ થઈ ગઈ
આયેશાની ઈબાદત કબૂલ થઈ ગઈ
આયેશાનો આજે ૨૭ મો રોઝો હતો. આયેશા એક નેકદિલ સ્ત્રી હતી. આડોશ પડોશમાં બધાને મદદ કરતી હતી. ગરીબ હોય એને ઘરનો સામાન પણ લઈ આપતી હતી. આજુ બાજુ ના નાના બાળકો ને કપડા અને ખાવાનો સમાન પૂરો પાડતી હતી. અલ્લાહની બંદગી અને નમાઝમાં દિવસ ગુજારતી હતી. અલ્લાહમાં ખૂબ શ્રદ્ધા અને યકીન હતા.
આજે ૨૭ મો રોઝો હતો.સાંજની નમાઝની તૈયારી કરતી હતી. એવામાં બાજુમાં રહેતા અસમાં બેનની તબિયત ખરાબ થઈ ગઈ અને તાત્કાલિક લોહીની જરૂર હતી. અસમા બેનની દીકરી આયેશા બેન પાસે આવે છે અને પરિસ્થિતિનું વર્ણન કરે છે. નમાઝની તૈયારી કરતા આયેશા બેન દોડી ને હોસ્પિટલ જાય છે. અને અસમાં બેનને લોહી આપે છે. આસમાં બેન હોશમાં આવે છે.
અને આયેશા બેન માટે દુઆ કરે છે. હું હૃદયની ભીતરથી પરવરદિગાર દુઆ કરું છું. મારી ભીતરનો ધબકાર સાંભળજે. આયેશા બેન અને એના પરિવારની રક્ષા કરજે. એની ઈબાદત કબૂલ કરજે. બહાર મસ્જિદની અજાનનો અવાજ સંભળાઈ રહ્યો છે. જાણે અલ્લાહની સાબિતી મળી ગઈ અસમાં બેનની દુઆ કબૂલ થઈ ગઈ અને આયેશા બેનની ઈબાદત કબૂલ થઈ ગઈ.
ભીતરથી કરેલી, સાચા દિલથી કરેલી સેવા, મદદ, ક્યારેય નિષ્ફળ નથી જતી. આયેશા બેનને પણ દિલમાં બીજાની જિંદગી બચાવવાનો એવો આનંદ થયો. કઈક એ અવર્ણનીય હતો. બસ આંખોમાં અશ્રુઓ હતા બસ પરવરદિગાર મને આવી જ મહોબત લોકો પ્રત્યે આપજે. અને બધાના દુઃખની ભાગીદાર બની શકું. બધાના ચહેરા પર સ્માઈલ લાવી શકું એવું પરમ વ્યકિતત્વ દે મને
બસ આ હૃદયનો ધબકાર અલ્લાહે સાંભળી લીધો અને આયેશાની ઈબાદત કબૂલ થઈ ગઈ.
