Goswami Bharat

Horror

3.5  

Goswami Bharat

Horror

આવી ગયો

આવી ગયો

1 min
92


વર્ષો પછી સંજય ગામના પાદરે ઉતર્યો, રોડથી એકાદ કિલોમીટર ગામ દૂર હોતાં, હાઈવે પર અકસ્માત હોતા રોડ બ્લોક થઈ થતાં ઘણું મોડું થઇ ગયુંં હતું. રાત્રી સાડાબાર નો સમય થવા આવ્યો હતો. કોઈની ઊંઘ બગડે એના કરતાંં એણે પગે ચાલવાનું શરૂ કર્યું,

વરસાદ થોડો સમય પહેલાં બંધ થયો હતો, રાત જાણે અમાસનો કાળો સાડલો ઓઢીને સાથેે ચાલતી હોય એમ વધારે બિહામણી લાગતી હતી. દૂર થી આવતા તમરા ને કુતરાના અવાજો, આકાશમાં ઉડતી ચીબરીઓના ભયાનક ડરામણાં કલબલાટ, શાંંત સુુુમસાન સડક પર પવન ના સુસવાટા કાનમાં ચીરી ને ઉતરતા હતાં,

નિશાળ, તળાવ,નગર શેેેઠનું બંધ ભૂતિયા મહેલ જેેેવુ મોટું મકાન,ગામ, ડુંગર ને ઝાડપાનમાં બાળપણમાં રઝળપાટ કર્યો, એ બધા સામે દેખાય છે, પરંતુ અંતર કાપવામાં પસીનાથી શર્ટ ભીંંજાઈ ગયો, 

ગામના પાદરે કૂવા પાસે પહોંચતા...

"આવી ગયો.....!

ઓચિંંતો ..! કાનમાં ધીરેથી કોઈ સ્ત્રી એ કહ્યું હોય 

આભાસ થવા લાગ્યો, 

ફરીથી એ ચિત્રો ફિલ્મની જેેમ સામે આવવા લાગ્યા,

"તારી નહીંં તો કોઈ ની નહીં" નાના છોકરા સાથે આવેલો પત્ર વાંંચી ને મળવા જાઉંં,

 એ પહેલાં મિત્રોએ સમાચાર દીધાં કે મનજી મોચી ની સરલા એ કૂવામાં આપધાત કર્યો,

બસ થોડા દિવસ રખડતો રહ્યો ને એક દિવસે ઓચિંતો કોઈને કહ્યા વગર ગામ છોડીને મુંબઈ ભાગી ગયો આજે દાયકાઓ પછી પણ આજે પણ ગામમાં પગ ઉપડતા નથી.


Rate this content
Log in

Similar gujarati story from Horror