અકલ્પનિય આનંદ
અકલ્પનિય આનંદ
1 min
125
મેરી યુદ્ધમાં લાપતા થયેલા સૈનિક પતિ જ્યોર્જને ટીવી તથા વર્તમાન પત્રોમાં દિવસ રાત જીત સાથે સ્વદેશ પરત ફરી રહેલા સૈનિકોની યાદીમાં, ન્યુઝમાં તથા તસવીરોમાં શોધ ભરી નજરે તપાસી રહી હતી. રોજ પોતાના બાળકો તથા પરિવારને દિવસભર જુઠા દિલાસાઓ આપીને રાત્રીના એકાંતમાં તકિયા પર આંસુ વહાવીને દિવસો પસાર કરી હતી, ત્યાં, અચાનક ! એક દિવસ વહેલી સવારે ઘરના દરવાજે એક ગાડી આવીને ઊભી રહી. ને દરવાજો ખોલીને બે જવાનોના સહારે ઈજાગ્રસ્ત પગે પોતના પતિ જ્યોર્જને આવતા જોઈને મેરી દોડીને જ્યોર્જને ભેટી પડી, ને કંઈક બોલવા જાય એ પહેલાં ગળામાં ડૂમો ભરાઈ ગયો ને આંખોમાંથી વહી નીકળ્યા આંસુઓ અકલ્પનિય આનંદના.