STORYMIRROR

Bhanuben Prajapati

Inspirational

3  

Bhanuben Prajapati

Inspirational

આત્મવિશ્વાસ

આત્મવિશ્વાસ

2 mins
190

આત્મવિશ્વાસ જીવનને સફળ બનાવવા જરૂરી છે. તમારો આત્મવિશ્વાસ જ તમે ગુમાવી દેશો તો તમારી જિંદગીની પ્રગતિમાં તમે કંઈ પણ કરી શકશો નહીં. હંમેશા પોતાની અંદરનો આત્મવિશ્વાસને જીવંત રાખવો જોઈએ. ક્યારે પણ એવું ન વિચારવું જોઈએ કે આ કામ હું કરી નહિ શકું કારણ કે, આપણી અંદર કુદરતે મુકેલી અપાર શક્તિ ભરેલી છે જેના થકી આપણે અશક્યને શક્ય બનાવી શકીએ છીએ. એટલા પ્રગતિશીલ ગુણો આપણને કુદરતે આપ્યા છે કે આપણે જીવન સફળ કરી શકીએ તેમ છીએ, પરંતુ જ્યારે આપણો આત્મવિશ્વાસ ગુમાવી દઈએ છીએ ત્યારે આપણા અંદરની શક્તિ મરી જાય છે,ત્યારે જીવન સફળ થવાના બદલે મરી જાય છે. આપણી અનેક ઈચ્છાઓ હોવા છતાં આપણે કંઈ પણ કરી શકતા નથી. ક્યારેક કોઈ કામ કરવાની સફળતા ન મળી હોય ત્યારે આપણે આપણા આત્મવિશ્વાસને ગુમાવી દઈએ છીએ કે, મારાથી તો આ શક્ય નહિ બને. હવે હું જિંદગીમાં કંઈ પણ કરી શકીશ નહિ, પરંતુ શા માટે હિંમત હરાવી જોઈએ ! દરેક નિષ્ફળતામાં સફળતા છૂપાયેલી હોય છે. તમારા આત્મવિશ્વાસને ક્યારેય નિરાશ ન થવા દેશો તેને જીવંત રાખો. અને સૂર્ય પ્રકાશની જેમ પ્રકાશમય બનાવો, કારણ કે આપણું જીવન પ્રકાશમય બનાવવા માટે આત્મવિશ્વાસ મહામૂલી મૂડીનું રોકાણ છે. અને તેનું રોકાણ આપોઆપ જીવનની પ્રગતિના દ્વાર ખૂલી દેશે.

હંમેશા કોઈ એમ કહે કે, તું આ કામ કરી શકીશ નહિ. તારું કામ નથી. તને તો તારી ધારણા મુજબ કોઈ મળી ન શકે! શું એ કહે ;એટલે આપણે તે માની લેવાનું ? બિલકુલ નહિ ત્યારે આપણો આત્મા શું કહે છે; એને વિચારવાનું . ક્યારે જિંદગીની સફરમાં નેગેટિવ વિચારો ન કરવા દેવા. હંમેશા આત્માને અંદર એક પોઝિટિવ વિચારસરણી રાખવાની .લોકો ગમે તે કહે ;પરંતુ આપણે કંઈ પણ કામ હોય એને સફળતાપૂર્વક પાર કરીશું એવો દૃઢ વિશ્વાસ રાખવાનો, કારણ કે આપણો આત્મવિશ્વાસ આપણી સાથે હોય ત્યારે ડરવાની જરૂર નથી, કારણ કે આપણે જેવું વિચારીએ એવા જ આપણી અંદર સંવેદના પેદા થતી હોય છે જો તમે સારું વિચાર કરશો તો આપણી અંદર છૂપાયેલી સંવેદનાઓ પોઝિટિવ રૂપે બહાર આવશે આપને એક નવી ઊર્જા આપશે અને આપણે કોઈ પણ આપણી જરૂરિયાત મુજબનું કામ કરી શકીશું જીવને માટે અશક્ય વસ્તુઓને શક્ય બનાવવાનું કામ કરતો હોય તો આપણી અંદર રહેલો આત્મવિશ્વાસ. એ આત્મવિશ્વાસથી જ કુટુંબમાં આપણે આપણું સ્થાન બનાવી શકીએ છીએ. સમાજમાં એક અલગ વ્યક્તિત્વ નિખારી શકીએ અને દુનિયામાં એક નવી મહેક ફેલાવી શકીએ, એટલે ફક્ત આપણી અંદર રહેલા આત્મવિશ્વાસને સૂર્યની માફક પ્રકાશતો રહેવા દેવાનો અને આપણે આત્મવિશ્વાસને સાથે રાખીને આપણે પ્રગતિના સોપાનો પાર કરતા રહેવાનું પછી તો કોઈની પણ તાકાત નથી કે આપણી સફળતા ત્યાં કોઈ રોકી શકે નહીં ,કારણ કે અડગ મનના માનવીને હિમાલય નડતો નથી પરંતુ એ અલગ મનુષ્યની પાછળ એક આત્મવિશ્વાસ છૂપાયેલો છે જે હંમેશા યાદ રાખો.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational