STORYMIRROR

Anand Gajjar

Inspirational Tragedy Abstract

3  

Anand Gajjar

Inspirational Tragedy Abstract

આત્મહત્યા

આત્મહત્યા

4 mins
28.3K


અમે ત્રણેય રીક્ષામાંથી નીચે ઉતર્યા. હું અને મારા બન્ને કોલેજના મિત્રો પિયુષ પટેલ અને નિકેતન મોદી. નંદેસરીથી હાઇવે સુધીનું ભાડું પિયુષે આપ્યું હતું એટલે એટલે હવે વાંસદ જંકશન સુધીનું ભાડું આપવાનો વારો મારો હતો. મેં મારા પેન્ટના પાછળના ખિસ્સામાં હાથ નાખ્યો અને પાકીટ કાઢીને ૫૦ રૂપિયા રીક્ષા વાળાને આપ્યા. પૈસા લઈને રીક્ષાવાળો ચાલતો થયો અને મેં મારા હાથમાં બાંધેલી ઘડિયાળ તરફ નજર કરી. ઘડિયાળમાં બરોબર સાંજના પાંચ ને પંચાવન થયા હતા અને અમારી ટ્રેન પોણાં સાતની હતી. અમદાવાદ જવા માટે એટલે હજી 50 મિનિટ સુધી અમારે રાહ જોવાની હતી.

"ચાલ નિક, હવે તારો વારો મારી ટ્રેનની ટિકિટ હવે તારે લેવાની છે. એવું મેં હસતા - હસતા નિકેતનને કહ્યું.

તેણે પણ મને સામે જવાબ આપ્યો, "હા, ભાઈ મને યાદ જ છે. તું ના બોલેત તો પણ હું તારી ટિકિટ લેવાનો જ હતો."

( પિયુષ અને નિકેતન મારા કોલેજના મિત્રો જે અહીંયા નંદેસરી જોબ કરતા હતા અને દરરોજ અમદાવાદથી અપડાઉન કરતા હતા. હું આજે તેમની સાથે તેમની કંપનીની મુલાકાત માટે ગયો હતો. )

નિકેતન ટિકિટ બારી પર ગયો અને અમદાવાદની ત્રણ ટિકિટ લીધી. હજી ટ્રેનને આવવાની ઘણી વાર હતી તેથી અમારે રાહ જોવાની હતી. અમારી ટ્રેન પ્લેટફોર્મ નંબર - ૨ પર આવવાની હતી તેથી અમે પ્લેટફોર્મ નંબર - ૧ પરની સિડી ચડીને પ્લેટફોર્મ નંબર - ૨ પર પહોંચ્યા.

મેં ફરીવાર ઘડિયાળ માં જોયું. હજી ૦૫ઃ૦૫ થયા હતા. "ચાલો, સામેનો બાંકડો ખાલી છે આપણે ત્યાં જઇને બેસીએ. આનંદ, અમે બંને દરરોજ આ જ બાંકડા પર બેસીને ટ્રેનની રાહ જોઈએ છીએ." પિયુષે મને બાંકડા તરફ આંગળી ચીંધીને બાંકડો દેખાડતા કહ્યું.

અમે લોકો બાંકડા પર જઇને બેઠા. અમને બહુ જ ભૂખ લાગી હતી એટલે અમે રસ્તામાંથી જ નાસ્તા ના પેકેટો લીધા હતા તે અમે તોડીને ખાવાનું ચાલુ કર્યું. અમે નાસ્તો કર્યા પછી પાણી પીધું અને શાંતિથી બેઠા. અચાનક મને થયું કે આ સમય યાદગાર રહેવો જોઈએ તેથી મેં અમારો ગ્રુપ ફોટો પાડવાનું વિચાર્યું. મેં પિયુષને મોબાઈલ આપી ગ્રુપ ફોટો પાડવા કહ્યું અને પિયુષ પણ મારી વાત સાથે સહમત થયો.

અમે લોકો ફોટા પાડવા લાગ્યા અને અચાનક જ ટ્રેનનો અવાજ આવ્યો. અમે જોયું તો પ્લેટફોર્મ નંબર - ૧ પર કોઈ ટ્રેન આવી રહી હતી જે દૂર થઈ દેખાઈ રહી હતી. 

થોડી જ વાર માં ટ્રેન નજીક આવીને ઊભી રહી અને તેમાંથી યાત્રીઓની અવર - જ્વર ચાલુ થઈ ગઈ. અચાનક જ અમારી નજર સામે જ રહેલા દરવાજા પર ગઈ. તેમાંથી એક ૫૦ વર્ષની ઉંમરના કાકા ઉતર્યા. દેખાવમાં એક મિડલકલાસ ફેમેલી ના જ લાગી રહ્યા હતા. ચહેરો સહેજ શ્યામ અને માથાના વાળ સફેદ હોવાથી એમની ઉંમર દેખાઈ રહી હતી. તેમના હાથમાં થેલી હતી. તેઓ પ્લેટફોર્મના બદલે રેલવે ટ્રેક પર નીચે ઉતર્યા. પોતાના હાથમાં રહેલી થેલી બાજુમાં મૂકી અને ત્યાં જ ઊભા રહ્યા. અચાનક જ એમને શું સૂઝ્યું કે તરત જ ટ્રેનની નીચે જઇ ને બેસી ગયા અને થેલીમાંથી પાઉં કાઢી ને ખાવા લાગ્યા. 

આ જોતાં જ અમે ત્રણેય મિત્રોએ બૂમ પાડી, "ઓ કાકા, શું કરો છો ? બહાર નીકળો... મરી જશો..."

આ જ સાથે ટ્રેનનો પાવો વાગ્યો અને ટ્રેન થોડી ચાલવા લાગી. પણ જાણે અમારી બૂમોની એમના પર કોઈ અસર જ નહોતી થતી. અમે ફરી બૂમો પાડવા લાગયા પણ કોઈ એ અમારી બૂમો સાંભળી નહિ અને ત્યાં જ કાકા એ અમારા તરફ હાથથી ઈશારો કરીને અમને કહી દીધું કે કોઈને કહેશો નહિ.

અમારી પાસે એટલો સમય પણ નહોતો કે ત્યાં સુધી પહોંચી શકીયે અને કાઈ પણ કારી શકીયે તેથી અમે પણ મજબૂર હતા અને જોઈ રહ્યા.

આ સાથે જ ટ્રેન આગળ વધી અને અમારી બૂમો પાડવા છતાં પણ તેની એમના પર કોઈ જ અસર થતી નહોતી. તેઓ તો જાણે બહેરા હોય એમ સાંભળતા જ નહોતા.

જેવું ટ્રેનનું ટાયર નજીક આવ્યું કે તરત જ તેમને પોતાનું ગળું ટ્રેક પર મૂકી દીધું અને ટ્રેન તેના પરથી પસાર થઈ ગઈ. તેમનું માથું ટ્રેકની એક બાજુ અને શરીર ટ્રેકની બીજી બાજુ. રહી ગયું તો ફક્ત લોહી જેને આખો ટ્રેક લાલ રંગનો કરી નાખ્યો...

મિત્રો, આજના યુગમાં આ વસ્તુ નોર્મલ થઇ ગઈ છે. ખાસ કરીને ટીનેજર્સ જે પ્રેમના આઘાતમાં, ઝઘડામાં, ડિપ્રેસનમાં કે કોઈ પણ કારણના લીધે આવું પગલું ભરી નાખે છે. તે એ નથી જોતા કે આપણે તો જતા રહીશું પણ આપણા ગયા પછી જે લોકો આપણા પર નભે છે અથવા પોતાના માતા - પિતા પર આની શું અસર થશે ? શું થશે એમનું તમારા પછી ?

ભગવાને આપણને આટલી સુંદર જિંદગી આપી છે, બીજ ને મદદરૂપ થવા, કોઈનો સહારો બનવા... તો પછી આપણે આવા નાના - નાના કારણોના લીધે પોતાની જિંદગી શું લેવા બગાડવી જોઈએ ?


Rate this content
Log in

Similar gujarati story from Inspirational