આત્મહત્યા શા માટે ?
આત્મહત્યા શા માટે ?
ના ક્યારેય નહિ, જગત પર કોઈ એવી સમસ્યા નથી કે જેનો ઉકેલ ન હોય. અમુક સમસ્યા દુઃખો માનવસર્જિત હોય છે. પોતે જ પોતાના માટે દુઃખ વહોરનાર હોય છે. દુઃખમાં માનવી નાસીપાસ થઈ જાય છે. અને હિંમત હારી જાય છે. ડિપ્રેશન હતાશામાં ગરકાવ થઈ જાય છે ત્યારે કઈ નથી સૂઝતું બસ એ આત્મહત્યા માટે નિર્ણય લે છે. બસ બધા દુઃખો નો મલમ સમય છે. સમય જતાં બધું યોગ્ય થઈ જાય છે. પણ એટલી હિંમત કે ધીરજ નથી હોતી એટલે આ અંતિમ પગલું ભરે છે. આમ જોઈએ તો પ્રકૃતિનાં દરેક તત્વો આપણ ને સમજ આપે છે. શું પાનખર આવતા કોઈ વૃક્ષે આત્મહત્યા કરી ? નદીના માર્ગમાં પથ્થર આવે તો શું એ વહેવાનું બંધ કરી દે છે ? દરિયામાં સુનામી આવે તો શું દરિયો રડે છે. વૃક્ષો પરથી પર્ણો ખરે છે શું વૃક્ષ ઈશ્વર ને ફરિયાદ કરે છે ? સૂર્ય એ ક્યારેય અસ્ત થતી વખતે રોયો છે ? શું અમાસ ના ચંદ્ર એ ક્યારેય ઈશ્વર ને ફરિયાદ કરી છે ? પ્રકૃતિ ના હરેક તત્વો સાબિત કરે છે દુઃખ પછી સુખ અવશ્ય આવે જ છે. બસ ધીરજ જરૂરી છે જીવન પણ એક જંગ જેવું છે. આત્મવિશ્વાસની તલવારથી સામનો કરવો પાડે. ઈશ્વર હંમેશા આપણી ઢાલ છે. બસ ઈશ્વરમાં આસ્થા અને આત્મવિશ્વાસ દરેક સમસ્યાનું નિવારણ આપે છે.
એક નાનકડી વાર્તા છે. એક યુવક દરિયા માં આત્મહત્યા માટે તૈયારી કરતો હોય છે. સંત પહોંચે છે અને એનો હાથ પકડી લે છે. પૂછે છે તારે શા માટે આત્મહત્યા કરાવી છે ? યુવક જવાબ આપે છે,મને ધાંધમાં બહુ ખોટ ગઈ છે અને હું ભરપાઈ કરી શકું તેમ નથી.
ત્યારે સંત કહે એક કામ કર તારા બે હાથ મને દઈ દે. હું એક લાખ રૂપિયા આપીશ. તો એ યુવક ઇન્કાર કરે છે ત્યારે સંત કહે છે તારી આંખો મને આપી દે હું વીસ લાખ આપીશ. ત્યારે પણ યુવક ને થયું હો જોઈશ કેમ ? તે સંત ને ઇન્કાર કરે છે. ત્યારે સંત કહે છે તું ગરીબ ક્યાં છો ! તારી પાસે ઈશ્વરનું આપેલું સુંદર તંદુરસ્તીભર્યું શરીર છે. બુદ્ધિ છે. તારા પોતાના સ્વજનો છે. શું આ દોલત નથી ? શું આનાથી કિંમતી દોલત હોય શકે ? ત્યારે યુવક ને જીવન નું મૂલ્ય સમજાય છે. જીવન તો કિંમતી હીરા જેવું છે. જેમ કિંમતી વસ્તુઓની સંભાળ રાખીએ છીએ એમ જીવનની પણ સંભાળ રાખવી જોઈએ. અને યુવક સમજી જાય છે. પોતાનો નિર્ણય બદલી નાખે છે.
જીવન કઈ અધમ કે પામર વસ્તુ નથી કે જેમ તેમ જીવી નખાય એ તો ઉચ્ચ કિંમતી છે. એની કદર કરો.
સમસ્યાઓને પણ બતાવો કે મારો ખુદા તારાથી તાકાતવર છે. બસ આ જીવન મુશ્કેલીઓથી ભરેલું છે. પણ મુશ્કેલી માં માણસ પોતાની અંદર છૂપાયેલા શક્તિના ભંડારની ચાવી મેળવી શકે છે.
ઈશ્વર સૌને સુખી રાખે. સૌની દરેક ઈચ્છા પરિપૂર્ણ કરે. અને દરેકની આસ્થા તેમજ આત્મવિશ્વાસમાં વધારો કરે એવી અંત:કરણપૂર્વક ઈશ્વરને આરાધના કરું છું.
