આશીર્વાદ
આશીર્વાદ
જય અને ઈશાની…
આશીર્વાદ…….
હતા એ તેનાં……
છે આજે અને દરરોજ…..
વરસાવી તેણે અપરંપાર…
ચાલે તે આગળ અને અમે પાછળ તેનાં…..
આપણીજીવનયાત્રામાં પરીવાર મોભી બને છે તેનાં અને હજાર હાથ વાળાના આશીર્વાદ વગર કાંઈ પણ આપણે કરી શક્તા નથી.
ઉલ્લાસના વાઘા ને મંત્રોચારની મધુર વાંસળી સાથે પૂરાપરીવાર જોડે આવિયા એ છોગાળા નારાયણ અમારા આંગણે અને દીધા આશીર્વાદ આ નવયુગલને.
કોરોના સંપૂર્ણ રીતે નાબૂદ થઈ ગયો છે, એવું તો ન કહી શકાય પરંતુ હવે ઘણું બધું સુધરી ગયું છે, એવું આપણે ચોક્કસપણે કહી શકીએ છીએ. સમયની એ સાવળી ગતિ હતી અને વિપરીત દિશાની આપણી સૌનીગતિ હતી ત્રણવર્ષ પહેલાંનો સમય દરેક વ્યક્તિ માટે
અત્યંત દુઃખદાયક હતો, અને તેમાંથી ઘણા પરિવાર પણ બાકાત નોતા રહ્યા ઘરમાંથી બહાર ન નીકળવું એ જ સૌથી મોટું સુરક્ષાકવચ હતું અને એજ સમયે અમારે ત્યાં લગ્ન લેવાણા જય અને ઈશાનીના..
ઘણાં બધાને આમંત્રણ ના આપી સકાણું સમય સંજોગોને અનુસરીને ,
પરંતુ કોરોનાની પરિસ્થિતિ તે સમયે વધુ ગંભીર હતી. વેક્સિન પણ આવી ન હતી તેથી સુરક્ષાકવચ જેવું તો કંઈ જ ન હતું. ઘરમાંથી બહાર ન નીકળવું એ જ સૌથી મોટું કવચ હતું
હવે, પ્રશ્ન એ હતો કે જીવનાં જોખમે Cancun જવું કે પછી કથળતી પરિસ્થિતિ સાથે ઘરમાં જ લગ્ન કરવાં ! ઘરનાં સભ્યોની મૂંઝવણ વધતી ગઈ પણ જે નસીબમાં હશે તે થાશે, હજાર હાથવાળો આપણી જોડે છેએ વિચારી ને તેમનું લગ્ન ખુબ ધામ ધૂમ થી કરવાનું નક્કી કર્યું, અમે સહુ હરખના હિલોળે ચડ્યા અને આનંદની એ ઘડી નજીક આવી ગઈ ને કરી તૈયારી આવકારવા એ સોહામણાં નવયુગલને પૂર્ણિમાના ચાંદને જોઇને મન ઝૂમી ઉઠે તેમ અમે પણ ઝૂમી ઊઠીયા અને લગાવીયા દરવાજે તોરણ,ડેલીયે કર્યા દીવા ,આંગણે અબીલ ગુલાલ નેકંકુના કર્યા સાથિયા, વગાડીયા રૂડા ઢોલ..અને ગાયારૂડાં મંગલગીત
“આંગણિયા સજાવો આજ તોરણ બાંધવો …”
કોરોના કાળમાં જ્યારે કોઈને છીંક પણ આવે તો તે કોરોના નીકળતો એ સમયે પંદર દિવસની લાંબી નહીં પરંતુ ટૂંકી પણ ન કહી શકાય તેવી માંદગીમાં કોરોના ન હોવું એ ચમત્કારથી ઓછું ન હતું. લગ્ન મા આવેલ દરેક પરિવાર તેમના જીવનાં જોખમે આપણી બધાની લાગણી ને ધ્યામનાં લઇ ને ત્યાં આવિયા હતા,
તેમના ઘરનાં કોઈપણ સદસ્યને કંઈ ન થાય અને તેઓ હેમખેમ રહે તેની પ્રાર્થના સતત કરતી અને આવેલ દરેકપરિવાર પર ભગવાનનો ચમત્કાર હતો કોરોના કાળમાં છીંક પણ આવી નહીં. કોઇને કંઈ પણ થયું નહીં. તેમનું લગ્ન ખુબ ધામ ધૂમ થી કરીયું અને બધાં હેમખેમ પાછા આવિયા, દિવ્ય અલંકારોથી સજી-ધજીને દરેક આવેલ વ્યક્તિ એ ખુબજ આનંદ કિલ્લોલ કર્યો અને ના પૂછો એટલા જલસા કર્યા .
અને અમારા એ દ્રઢ નિશ્ચયે અમને આ મુસીબતનાં સમયમાં ટકી રહેવાની હિંમત આપી, આનાથી વધુ કોઈ પરિવાર પર ભગવાનની કૃપા શું હોઈ શકે .અને હું સાંભળી રહી હતી Palak Muchhal નું ભજન
Banenge Bigde Kaam
Jai Shree Ram
Sabse Sundar Naam
Jai Shree Ram
Haan Jai Shree Ram “
હતો એ સમય અમારા જેવા દરેક માટે પણ જે થયું તે યાદ કરી ને થોડી આંખો થઈ ભીની મારી
ને જોતી હતી હું ફોટા ને યાદી થઈ તાજી …
આજે યાદ કરી ને મન થાય છે રાજી..
તેથી તો
છીએ પૂરા આ પરિવારથી.
હતા ચરણો એ અમારા માથે,
થયાં એ પુણ્ય ના ફળથી,
થઈ કસોટી અમારી,
પણ થયાં પાસ એમાંથી,
થયાં તે બે માથી ♥️♥️♥️
અને થયાં તેને પણ 💙💙💙
છે કૃપા એ હજાર હાથ વાળાની …
છે આજે અને દરરોજ…..
Love …
from mom and dad 💕💕♥️♥️
રીટા શીરીષ હીરપરા🙏🙏💕💕
