Vaishali Parmar

Romance Thriller Tragedy

3  

Vaishali Parmar

Romance Thriller Tragedy

'આપણા સૈનિકોને સલામ'

'આપણા સૈનિકોને સલામ'

2 mins
14.1K


"હું તમારી પત્ની, હું તમારી પ્રિયતમા..! અહીં જુઓ મને..! નિહાળો મને..! ભરપૂર ચાહો મને..! ઉઠો હવે!!

જુઓ, આ આપણાં લગ્નનું મંડપ. તેમાં કપડાથી ગૂંથાયેલું ગોળ ગુંબજ. આસપાસ આવતી સુંદર ફૂલોની સુગંધ અને તેમાં મારી સખીઓ અને તમારાં મિત્રો કરતાં હસી મજાક. હજી હમણાંજ તમે ઘોડાની સવારીમાં રજવાડી શેરવાની પહેરીને આવ્યા છો. તમારો આ સાફો જુઓને મારી સાડીનાં પાલવ સાથે એક રંગ થાય છે. જુઓ તો ખરા સામૈયું દ્વારા તમને કેટલાં લાડકોડથી પોખાય છે. અરે! આ શોર બકોર આ દેકારો તમને નથી સંભળાતો.? આ મારી ને તમારી સગી થતી બૈરીઓ સામસામે ખીજવીને ફટાણાં ગાય છે.! અને, મારી બહેનપણી સમાન ભાભીઓ જુઓને અણવર બનીને મારી દેખભાળ ઓછી ને મારી મજાક વધારે કરે છે.! હજી યજ્ઞકુંડ માં ઘી ખૂટયું નથી..! હજી અગ્નિ બુજાણી નથી.! હજી ગોર મહારાજનાં મંત્રો પુરાં નથી થયાં.! હજી મારૂં કન્યાદાન નથી થયું..! હસ્તમેળાપની વાર છે.! મારા માટે લાવેલું પાનેતર મારા માટે લાવેલો હાથનો ચુડલોને, મંગળસૂત્ર બાજોટમાંજ પડ્યા છે. ! હજી મારી માંગ નથી ભરી તમે? હજી સપ્તપદીનાં સાત ફેરા નથી ફર્યા.! મારાં સાહેબ ઉભાં થાવ આમ જુઓ તો ખરી! તમારી પરણેતર હજી તમારાં દ્વારે નથી પ્રવેશી.! કળશ પર પગ નથી મુક્યો.! ઉભાં થાવ હજી તાજી તાજી હું તમારી ધર્મપત્ની રૂપે તમને પગે લાગીને ઉઠાડું છું.! ઉભાં થાવ..! આ ઢોલ ને શરણાઈ જુઓ કેવું માદક ને મધુર સુર રેલાવે છે. મારી પીઠીનો રંગ જબરદસ્ત ઊંઘડયો છે. હું તમને કેટલી ચાહતી હોઈશ? મારા હાથની રંગેલી આ મહેંદી તો જુઓ હજી તેનો રંગ પાક્કો પકડાયો છે. ઉભાં થઈને જરાં તેમાંથી તમારું નામ તો શોધી બતાવો?

આ મહેમાનોનું ટોળું વળ્યું છે. જમણવારી ની તૈયારી છે. કોઈ જમતું નથી..! ઉભાં થાવ, સાંજ પડી છે. ઉઠી જાવ હવે સાહેબ ઉભાં તો થાવ..!!

" હે..! રામ! આ બાઈને, કોક છાની રાખો? અને તેને રોતી બન્ધ કરો! અને, હવે કર્નલ હરપાલસિંહની લાશને બહાર કાઢો. તેને જવાનો સલામી આપીને દફનાવાનાં છે. બધાં રાહ જુએ છે. વીર જવાનની શહીદી પર તેને સલામી આપવાં માટે..!

વીરગતિ પ્રાપ્ત કરનાર જવાનને રથમાં લઈ જાય છે. આગળ સૈન્યદળ પરેડ કરતાં કરતાં સલામી આપે છે!


Rate this content
Log in

Similar gujarati story from Romance