Vaishali Parmar

Crime Thriller

3  

Vaishali Parmar

Crime Thriller

મા તે મને રોકી કેમ નહિ..?"

મા તે મને રોકી કેમ નહિ..?"

4 mins
7.5K


ચોમાસાની એ વહેલી સવારે હું મારી મા જોડે વહેલી ઉઠી ગઈ હતી. મેં જોયું તો આ વહેલી સવાર ખુબજ અદ્ભૂત હતી. મારા ઘરના આંગણે જેટલા રોપા ને કુંડા હતા તેમાં વરસાદના ટીપા પડ્યા હતા. તે એટલા બધા સુંદર હીરા જેવા ચમકી રહ્યા હતા કે, તેના ઉપરથી મારી નજર હટતી જ ન હતી..!

મારા ઘરની અગાસી પર કોયલ એટલી બધી કુ...કુ..કુ..કરીને ગીતો ગાઈ રહી હતી કે હું મારી કાલી ભલી ભાષામાં બોલી કે..,

" બસ બસ હવે બન્ધ થઈ જા..!"

મારી મા ત્યારે ખુબજ હસી. હું ચોમાસાની એ સુંદર પ્રભાતે એટલે પણ ખુશ હતી કે આજે મારે દસમા ધોરણનો પ્રથમ દિવસ હતો. હવે હું નાની નહોતી રહી.! મારી નિશાળ પણ બદલી ગઈ હતી. છેક દૂર દૂર હતી મારી નિશાળ. પણ, મારી નિશાળનો એ ડ્રેસ મારા મનગમતા પિંક રંગનો હતો. અને મારા લાંબા વાળ હતા. માં મને બે ચોટલા ગુંથી દીધા હતા. કાલેજ હજી લારીમાંથી બે કાળી રીબીન લીધેલી જેને લગાવવાનો ભારે આંનદ હતો. પપ્પા એ મને નવું દફતર લઈ દીધું હતું. મારી વોટરબેગ પણ નવી ડાંગલા ની હતી. મારા પુસ્તકો નવા હતા.

પણ મારી કોઈ બહેનપણી ન હતી. મને ચિંતા ન હતી. કેમકે એ નવી નિશાળ અને નવા ધોરણમાં હું મારી જાજી બધી બેનપણી બનાવી લઈશ. નવી નિશાળે હું ખુશી ખુશી જાવ તેના માટે પપ્પા એ પિંક કલરની મારા માટે સાયકલ લઈ દીધી હતી. પણ પછી મેં વિચાર કર્યો કે આવું સરસ ચોમાસું બેસ્યું છે તો ભલે ને નિશાળ દૂર હોઈ ચાલીને જાવ એટલે મજા મજા પડી જાય.. !

ચારે કોર નજર ફરતી રહે વરસાદ ના છાંટા પડે હું થોડીક ભીંજાવ રસ્તામાં લીલાશ નજરે ચડે.. હું તો ભૈ દફતર ખભે લટકાવીને, મારી નવી કાળી મોજડી પહેરીને, ગળામાં વોટરબેગ લગાવીને, બે ચોટલા આગળ રાખી મલકાતી મલકાતી ઘરે થી માને ટાટા કરીને નીકળી ગઈ...!

"પણ માં તે મને રોકી કેમ નહિ??"

"તે કેમ મને એકલીને જવા દીધી?"

ચોમાસાની એ વહેલી સવાર જેને હું ખુબજ અદ્ભૂત સમજતી હતી તે ખુબજ ડરામણી હતી.

જે ચોમાસાના વરસાદના એ બુંદ બુંદ માં ભીંજાવવાનું મને ગમતું હતું એ ખુબજ પીડા આપી રહ્યું હતું. એટલી બધી પીડા કે તે વરસાદના છાંટા બધા ભેગા થાય તોય મારા આંખના આસું ને છુપાવી ના શકે.! જે ઓસ, જે ઝાકળ, જે પાંદડા પરના પાણીના એ ટપકાને હું હીરાજડિત રત્ન કહીને જોઈ રહી હતી. તે ખુબજ ડરામણા હતા. ખુબજ કદરૂપા હતા. મારી એ પિંક કલરની સાયકલ જેમાં મારો હરખ ન હતો સમાતો જે ખરીદતાં હું ખુશ હતી ઠેકડા મારતી હતી તે પિંક કલર અને તે સાયકલ બહુજ ખતરનાક હતી. મારો નવો નિશાળનો ડ્રેસ, મારી એ કાળી રીબીન, મારા બે લાંબા ચોટલા, બિલકુલ સારા નહતા.! તે સાપ કરતા પણ ઝેરીલા હતા.!

તેનો ડંખ ઘણો પીડા દાયક હતો. મારી એ નવી બહેનપણી બનાવવાનો આંનદને ચાલીને જવાનો ઉમંગ ભેદ ને યાતના વાળો હતો..! મારી એ દૂરની નિશાળ ને પહેલો દિવસ યાદગાર તો નહીં પણ ભયંકર ડરામણા સપના જેવો હતો..!

મારે તને છેલ્લે ટાટા.. કેવું હમેશા માટે મા તારાથી, પપ્પાથી, પરિવારથી ને, મારી જાતથી દૂર કરી નાખવા જેવું સાચેજ ટાટા હતું..!

મને એ વહેલી સવાર ભરખી ગઈ હતી. મા હું અણસમજુ હતી પણ તે મને રોકી કેમ નહિ.?? હું હજી સમજી નથી શકતી! હજી મારી જાતને સંભાળી નથી શકતી.! હું જીવી નથી શકતી! મારી જાત સામે નજર મળાવી નથી શકતી!

જાજી બધી છોકરીઓ સાથે બેસીને હસી નથી શકતી! વાતો નથી કરી શકતી! ડર લાગે છે. બહુજ જબરી બીક લાગે છે.

વહેલી સવારની એ નિશાળના પહેલા દિવસની બીક એ સુમસામ રસ્તાની અને હસતા હસતા કૂદતાં કૂદતાં ધોધમાર આંબેલ એ મારા પગને વરસાદની સુમસામ સડક ની બીક.

ઉભેલી સામે એક ગાડીની બીક.. તેમાં બેઠેલા અજાણ્યા ડરામણા ને મૂછ વાળા પુરુષની બીક લાગે છે.

મને એ હવસની, મારી રાડ ની, મારા અંગો પર પડતા નિશાનોની બીક લાગે છે..

એ ચૂપ..ચૂપ બોલીની.. એ અડપલાની.. એ ભૂખ્યા કૂતરાની.. મારા મોઢા પર દાબી દીધેલા તેના કઠોર હાથની.. મારી કોમળ ચામડી પર પડતા ઉજરડાની.. મારા રૂંધાતા શ્વાસની.. મને બહુંજ બીક લાગે છે..

ભણવું આટલું બધું પીડા આપે તો મા તે મને રોકી કેમ નહિ??

મારુ સાવ નાનકડું શરીર હતું. મારા નાનકડા હાથ પગ હતા. પણ આ ઘાવ તો મારા મગજમાં વીજળીના તડકાની જેમ પડ્યા છે.. મારુ મગજ એકડા.. કક્કો પણ યાદ રાખી શકતું નહતું. પણ એ સહેલું હતું. પણ આ ઉંમરે આ ડરામણી ઘટનાં પાક્કી જ કરવી પડતી નથી. ભૂંસાતી જ નથી મારા મગજને. મારા નિશાળનો પ્રથમ દિવસ તો બાળપણ વિખી નાખનાર હતો..મા તે મને રોકી કેમ નહિ??

નિશાળના પ્રથમ દિવસ પર નિબંધ લખવાનો હતો. કોઈ દિવસ સમયસર નિશાળે ના આવવનારી ક્યારેય લેશન પૂરું ના કરનારી ને ક્યારેય કોઈ સાથે વાતો ના કરનારી છેલ્લે બાંકડે બેસતી હિરવા નો નિબંધ વાંચી ને એ શિક્ષક રડી પડ્યા. અને તે હિરવાના વર્તન પાછળનું કારણ સમજી ગયા...!


Rate this content
Log in

Similar gujarati story from Crime