Pravina Avinash

Inspirational

3  

Pravina Avinash

Inspirational

આન્યા

આન્યા

7 mins
7.4K


આજે ધમ ધમ કરતી આન્યા ચાલી રહી હતી. બિલ્લી પગે ચાલનારની ચાલમાં ફરક આંખે ઉડીને વળગે. બોલવે વહાલી તેમજ ચતુર આન્યાના દિમાગમાં વિચારોનું પૂર ઉમટ્યું હતું. તેના મોઢા પરની રેખામાં કોઈ ફરક ન જણાયો. વસંતી વિચારી રહી, ‘આ મારી લાડલીને ઓળખવા હું શક્તિમાન નથી.' કાંઈ બોલતી નથી. કોની તાકાત છે, સિંહની બોડમાં હાથ ઘાલે? આન્યા જેટલી સ્વભાવે સુંદર અને પ્રેમાળ હતી તેનાથી દસ ઘણી ગરમ તેલના તવા જેવી હતી. તેને ન બોલાવવામાં જ માલ સહુને જણાયો. એની મેળે દિમાગ ઠંડુ થશે એટલે બોલશે. ત્યાં સુધી કોઈ ચું કે ચા નહી કરે.

વિમલની ખૂબ લાડકી જે અત્યારે ઓફિસે હતો. રસોડામાં મહારાજ રાતની રસોઈની તૈયારી કરી રહ્યા હતા. મદદ કરવાને બહાને વસંતી રસોડામાં પહોંચી ગઈ.

'ગાગા, એક કપ આદુવાળી ચા મહારાજને કહે બનાવે. સાથે ગ્લુકૉઝ બિસ્કિટ પણ લાવજે.'

વસંતીને થયું દિમાગનો પારો નીચે ઉતરી રહ્યાની આ નિશાની છે.

‘મહારાજ, મારી પણ ચા બનાવજો. થોડી વધારે મૂકજો, શેઠ પણ કદાચ હવે આવતા જ હશે.’ આન્યાનું મૌન ટૂટશે અને વાણી વહાવશે ત્યારે ખબર પડશે આ ગુસ્સાનું કારણ, એવી આશા વસંતીને બંધાઈ. તેને ક્યાં ખબર હતી આ આશા ઠગારી છે?

પાણી માંગતા દુધ મળતું. ખૂબ સંસ્કારી આન્યા ગુસ્સે બહુ થતી નહી. તેનો પ્રેમાળ સ્વભાવ અને અન્ય પ્રત્યે હમદર્દી તેની સ્વભાવની ખાસિયત હતી. જેને કારણે મિત્ર મંડળ અને શિક્ષકોને તે ખૂબ વહાલી. ભણવામાં કુશળ હોવાથી બીજાને સમજાવવાની પ્રવીણતા તેને વરી હતી. જોવા જઈએ તો કશી કમી હતી નહી. નાનો ભાઈ અનુજ આન્યાને ખૂબ વહાલો. શાળાએથી આવે એટલે તેની સાથે રમવામાં મશગુલ. ઘણીવાર ભણવાનું પણ ભૂલી જાય. અનુજ અને આન્યાને એકબીજા સાથે રમતા અને મસ્તી તોફાન કરતાં નિહાળવાની વસંતી અને વિમલને ખૂબ મઝા પડતી.

રહેતાં ભલે અમેરિકામાં હોઈએ. ડૉલર ખર્ચો તો બધી સગવડ હવે અંહી પ્રાપ્ત થાય છે. વિમલ હીરાનો વેપારી. ઘરમાં ભારતની જેમ રસોઈઓ અને કામ કરવા માટે મેક્સિકન બાઈ દસેક વર્ષથી હતી. અડધી ઈંડિયન થઈ ગઈ હતી. વિમલ અને વસંતીનો આગ્રહ હતો ઘરમાં શુદ્ધ ગુજરાતી બોલવું. ગાગાને પણ થોડા ઘણા ગુજરાતી શબ્દો આવડતા. સમજી સારું એવું શકતી.

ચા તૈયાર થઈને ટેબલ પર આવી. સાથે બિસ્કિટ પણ આવ્યા. આન્યા ગોઠવાઈ એકદમ, ‘મહારાજ યુ આર ટેરિબલ. નો સુગર ઈન ટી.’ પગ પછાડતી ઉભી થઈ ગઈ. મહારાજ રડવા જેવા થઈ ગયા. કાયમ આન્યાની પસંદગીની બધી વસ્તુ બનાવતા. સૉરી કહીને કરગર્યા અને આન્યાને પ્રેમથી પાછી ટેબલ પર બેસાડી. સાથે મસાલાની બે ગરમા ગરમ પૂરી આપી. આન્યાની નબળાઈ મહારાજ જાણતા. મસાલાની ગરમ પૂરી ખૂબ ભાવે. મમ્મીએ તેની સામે આંખ મિલાવવાનો પ્રયત્ન કર્યો પણ નિષ્ફળતા મળી.

આન્યા બેટા, ‘હાઉ આર યુ?’ પાપાને આન્યાનો મિજાજ સાતમે આસમાને છે તેની ખબર ન હતી. આન્યા એ પપ્પા પર ગુસ્સો તો ન કર્યો પણ  છણકો જરૂર કર્યો. પપ્પા માટે આટલું પુરતું હતું. કાંઈ પણ બોલ્યા વગર ચા પીવા લાગ્યા.

ગરમ ચા અંદર ગઈ અને દિમાગને શાતા વળી. ભૂખનું દુઃખ ભલભલાને ગાંડા કરી મૂકે છે. આન્યાને કૉલેજ દરમ્યાન ડૉર્મમાં રહેવા જવું હતું. જુવાન છોકરાં કે છોકરી હાઈ સ્કૂલ ગ્રેડ્યુએટ થાય એટલે ઘરમાં રહેવું ન ગમે. પપ્પએ કહ્યું ઘરે રહે તો બ્રાન્ડ ન્યુ બી. એમ. ડબલ્યુ. અપાવીશ. આન્યા ગાડીના લોભે ઘરે રહી. સુંદરતા અને સરળતાનો મેળ હોવાથી ઘણા મિત્રો મધમાખી માફક બણબણતા. કૉલેજના ત્રીજા વર્ષ દરમ્યાન આન્યાને અમોલ ગમી ગયો હતો. એને મેડિકલમાં જવું હતું. આન્યાને ફારમસિસ્ટ થવું હતું. બન્ને પાસે ધીરજ અને સમય હતા. સ્લો એન્ડ સ્ટેડી વિન્સ ધ રેસની જેમ મૈત્રી ચાલતી હતી. ફર્સ્ટ પ્રાયોરિટી સ્ટડિઝ હોય તેમાં નવાઈ નથી. હા, નવી બ્યુટીફુલ કાર ને કારણે આન્યા ઘરમાં રહીને કૉલેજ જતી હતી. શું એ તેની સમઝણ નહી તો બીજું શું ? તેને ખબર હતી કૉલેજમાંછોકરીઓ ભણવા જાય છે તે માતા અને પિતાની ઉંઘ હરામ થઈ જાય છે. રોજ શુટીંગના બનતા કિસ્સા સાંભળી માતા અને પિતા ચિંતિત રહે તેમાં શી નવાઈ. ઉમર અને શિક્ષાના સુંદર સંગમ પર વર્તન નિર્ભર છે. માત્ર પોતાના બાળકો પર વિશ્વાસ હોવો આવશ્યક છે.

આન્યાનો મિજાજ ઠેકાણે ન હતો તેના અનેક કારણ હતા. આજે તેનો લવર બૉય કૉલેજ આવ્યો ન હતો. આન્યાને ફૉન કરી જણાવ્યું ન હતું. તેનું મન લેક્ચરમાં ન લાગ્યું. ઘરે આવતા રસ્તામાં બંપ ન જોયો તેથી ગાડી ઉછળી અને ટાયરમાં પંક્ચર થયું. ‘ટ્રીપલ એ ‘વાળાને આવતાં કલાક થઈ ગયો. આવો દિવસ જાય ત્યારે સામાન્ય રીતે કોઈ પણ અપસેટ થાય. તેમા જુવાન લોહી. હજુ આ બધી વાત કોઈને કરવાની તેને જરૂર ન જણાઈ. અમોલનો ફૉન આવ્યો હોત તો જરા નરમ થાત. હવે આ અમોલ પણ એક નમૂનો છે એમ આન્યાને લાગતું. હમેશા મધ્ય બિંદુ પોતે હોવી જોઈએ એવી જુવાન છોકરીઓની માન્યતા બદલવી લગભગ અશક્ય છે.આખા દિવસના બે બેકાર એક્સપિરિયન્સ અને ઉપરથી લંચમાં કાંઈ ખાધું ન હતું. ગુસ્સો ન આવે તો શું પ્યાર આવે? એમાં આન્યાનો શું વાંક ? આમ પણ યુવાનોના વાંક જોવા નહી. જો પાગલ કુતરાએ કરડી ખાધું હોય તો તેમનો વાંક બતાવવો. બેચાર સામે સાંભળવાની તૈયારી રાખવી. માની લીધું ‘જનરેશન ગેપ’ રહેવાનો. પણ સામે કોણ છે તેની જરા પણ પરવા નહી !

અમોલનો ફોન ન આવ્યો તે ન જ આવ્યો. આન્યા પણ જીદે ચડી હતી. તેણે ફૉન કરી જાણવાનો પ્રયત્ન પણ ન કર્યો. વિમલ આજે વિચારે ચડી ગયો. તેણે અને વસંતીએ ઉછેરમાં ક્યાં ભૂલ કરી ? તેના લાડ પોષ્યા એ શું ગુન્હો હતો ? બાળકોને જીવવાની સ્વતંત્રતા આપી તે શું યોગ્ય ન હતું ? આને સ્વતંત્રતા કહેવી કે સ્વચ્છંદતા તે નક્કી ન કરી શક્યો. વસંતી તેના મુખભાવ કળી ગઈ. છોકરું છે કહી મન મનાવ્યું. દિલમાં જાણતી હતી, માતા અને પિતા તેમના બાલકોથી ગભરાય! એક પળ વિચાર ઝબકી ગયો,’આ દીકરી પરણશે ત્યારે સાસરીમાં કેવું વર્તન કરશે?’ તે જાણતી ‘સોનાની કટારી કેડે શોભે, પેટમાં ન ખોસાય.'

આજે પૂનમની રાત ખીલી હતી. આન્યાને અણગમતી લાગી. બેડ પર પડખાં ઘસતી હતી. ઉભી થઈ બધી વિન્ડોઝ બંધ કરી પડદા ખોલી નાખ્યા. રૂમમાં અમાસનું અંધારું છઈ ગયું. રાતના જમી પણ ન હતી. સારું હતું કે ચા સાથે ગરમ પૂરી ખાધી હતી. અનુજ સ્કૂલેથી આવ્યો. દીદી સાથે વાત કરવી હતી આજે દીદીને કારણે મેથમાં ૧૦૦/૧૦૦ મળ્યા હતા. બધી વાત મમ્મી અને પપ્પાને કરી. ગુપચૂપ રૂમમાં જઈ હોમવર્ક કરવા લાગ્યો. દીદીને શું થયું તેની તેને ખબર ન હતી. ’કાલે વાત’ કહી સૂઈ ગયો.

સવારે આન્યા જરા શાંત લાગી. મમ્મીએ પ્રેમથી બોલાવી. ત્યાં ફૉન રણક્યો. મમ્મી એક મિનિટમાં આવું છું. કહી ભાગી. ફોન ના બીજે છેડે અમોલનો અવાજ સંભળાયો.

‘આન્યા, તું કાંઈ પણ બોલે તે પહેલાં મને ધીરજથી સાંભળ.'

‘અવાક થઈ ગઈ.'

‘અમોલનો અવાજ ખૂબ ધીરો અને દર્દથી ભરપૂર જણાયો.'

‘વૉટ હેપન્ડ.'

‘માય મૉમ ઈઝ ઈનવોલ્વડ ઈન ધ અક્સિડન્ટ. આઈ એમ વિથ હર.'

‘વેર ઈઝ યોર ડેડ, યુ નીડ અની હેલ્પ?'

‘માય ડેડ ઈઝ ઓન ધ બિઝનેસ ટ્રિપ.'

‘ટેલ મી વ્હેર યુ આર, આઈ એમ ઓન માય વે.'

વસંતી અને વિમલે આન્યામાં થયેલો ધરખમ ફેર નોંધ્યો ! ક્યાં ગઈકાલની બે જવાબદાર આન્યા. ક્યાં અત્યારે વાત કરી રહેલી પ્રેમ છલકતી તેની વાણી. બન્ને જણા એક પણ અક્ષર બોલ્યા નહી. કોઈ પ્રશ્ન નહી. કાન અને આંખ કામ કરતા હતા. જબાન જાણે સિવાઈ ન ગઈ હોય.

‘અમોલ, તું જરાય ચિંતા ન કર. હું છું ને?’

‘આન્યા, મને ખબર છે.'

‘સાંભળ જરૂર હશે તો મારા મામ્મી અને પાપા પણ ત્યાં આવી તને હેલ્પ કરશે.'

‘સારું હું ફોન મુકું છું. આઈ એમ ઓન માય વે.'

આન્યા નીકળતા બોલી,’ પાપા, હું અમોલ પાસે જાંઉ છું. તેના મમ્માનો એક્સિડન્ટ થયો છે. અમોલના પપ્પા લંડન કામે ગયા છે.

જરૂર પડે તમને ફૉન કરીશ’. બોલીને પગમાં સેંડલ પહેરી નિકળી ગઈ. ઉઠીને હજુ ચા કે બ્રેકફાસ્ટ કર્યા ન હતા. સારું હતું કે આજે

શનિવાર હતો. કૉલેજ જવાની ચિંતા ન હતી.

જે રીતે આન્યાએ પરિસ્થિતિ સંભાળી. અમોલને ધીરજ બંધાવી. ચિંતા ન કરવાની સલાહ આપી. તે બન્ને જણાએ નિહાળ્યું. વિમલ ચા પીતા બોલ્યો, ‘હની તું અને હું આન્યાની ચિંતા કતા હતા કે આ છોકરીના ગુસ્સાનું શું કરીશું.’

‘હા પણ તેણે કેવી સરસ રીતે અમોલને સમજાવી હિમત આપી.' મમ્મીએ ટાપશી પૂરી.

વિમલ હીરાનો વેપારી હતો. હીરા તરાશવામાં એક્કો. જેને કારણે હીરાના માર્કેટમાં તેની શાખ હતી. આજે હીરા જેવી પોતાની દીકરી જોઈને તેનું મસ્તક ગર્વથી ઉન્નત થયું. વસંતીના મુખ પર મલકાટ છવાયો કે દીકરી સાસરે વળાવશે ત્યારે સંસ્કાર ઉજાળશે. ભલે ને ૨૧મી સદી હોય બાળકોનું સાચું શિક્ષણ કદી વ્યર્થ જતું નથી. સહુએ પોતાના લોહી પર ભરોસો રાખવો જરૂરી છે. જુવાનીમાં માતા અને પિતાની શીળી છાયામાં બાળકો ભલે લાડ કરે. જ્યારે પગભર થાય ત્યારે તેમનો અંદાઝ અનેરો હોય છે.

આન્યા અને અમોલ બન્ને કુટુંબની એરણ પર ઘડાઈ આકાર પામ્યા છે. ‘માતાની કાળજી, પ્રિય પાત્રની પડખે’, આજના જુવાનિયાઓ પોતાની જવાબદારી સમજતા હોય છે. ખાસ કરીને અમેરિકામાં જ્યાં દરેકને પોતાની કાબેલિયત પ્રમાણે આગળ આવવાની તક છે. તેમની આવડતની કદર થાય છે. પરિણામ મનભાવન મળે છે.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational