STORYMIRROR

Gijubhai Badheka

Classics Crime

2  

Gijubhai Badheka

Classics Crime

આ તે શી માથાફોડ ! - ૧૩

આ તે શી માથાફોડ ! - ૧૩

1 min
15.3K


સંધ્યા ટાણે

બાપા ગામમાંથી આવે છે. નાનાં બાળકો તેની ફરતાં વીંટળાઈ વળે છે.

"બાપા, શું લાવ્યા? બાપા, શેરડી તો લાવ્યા છો ને ? બાપા, મારા સારુ ગરિયો લાવ્યા કે ?"

બાપા છત્રી-જોડા કોરે મૂકી પાઘડી ઉતારી ખેસને છેડે બાંધેલું પોટકું છોડે છે. જમરૂખ ખાતાં ખાતાં છોકરાંનાં મોં મલકાય છે. નાનો રમુ ગરિયો લઈ રમવા દોડ્યો જાય છે. મોટો વિનુ નવી બાળપોથી ઝટપટ ઉઘાડી વાંચવા બેસે છે ને નાની બેન બાપાએ આણેલી ચોળી બાને બતાવવા રસોડામાં દોડે છે.

વાળુપાણી થયા પછી બા કહે છે: "ચાલો એલાં, વાર્તા કહીએ."

નાની બેન વચ્ચે બેસે છે; બીજાં બધાં ફરતાં બેસે છે. બા વાર્તા શરૂ કરે છે :-

"એક હતો રાજા,

રોટલા તાજા,

ઘી થોડું,

માટલી ફોડું."

બધાં ખડખડ હસી પડે છે.

રસીલા કહે છે: "બા ! ઓલી 'કીસ્કી ડોશી'ની વાર્તા કહોને ?"

બા ધીરેથી વાર્તા ઉપાડે છે :-

"એક હતી ડોશી."

બધાં ઘડીકમાં ચૂપચાપ; બાની સામે બધાં એકીટસે જોઈ રહ્યાં છે. કોઈને મટકું ય મારવું ગમતું નથી. ડોશીનું શું થયું તે સૌ વિચાર કરે છે ત્ત્યાં તો ડોશી ઢમ કરીને અવાજ કરી રાખ ઉડાડી ભાગે છે, ને છોકરાં બધાં ખડખડાટ હસી પડે છે. માને ખોળે આળોટે છે, ગળે બાઝે છે, ખભે ચડે છે વાર્તાના મીઠા ઘેનમાં બાળકોની આંખો ઘેરાય છે ને એક પછી એક સૌ નિદ્રાને ખોળે ઢળે છે. ઊંઘતા ચહેરાઓ ઉપર પેલી વાર્તાની ગમ્મતના નિશાનો ચોખ્ખેચોખ્ખાં નજરે પડે છે.


Rate this content
Log in

Similar gujarati story from Classics