Mahatma Gandhi ji

Classics

2  

Mahatma Gandhi ji

Classics

૧૧. હોલબર્ન હોટેલમાં વિદાય

૧૧. હોલબર્ન હોટેલમાં વિદાય

1 min
7.8K


જૂન ૧૧, ૧૮૯૧

આ એક રીતે વિદાયનો ભોજન સમારંભ હોવા છતાં ક્યાંયે ગમગીનીની નિશાની સરખી દેખાતી નહોતી કેમ કે સૌ કોઈને લાગતું હતું કે મિ. ગાંધી હિંદુસ્તાન પાછા ફરે છે ખરા પણ શાકાહારના સિદ્ધાંતને માટે વધારે વ્યાપક કાર્ય કરવાને જાય છે અને પોતાની કાયદાના અભ્યાસની કારકિર્દી પૂરી કરી સફળ થઈ વિદાય થતા હોવાથી તેમને ખુશીથી અભિનંદન આ૫વાં જોઈએ. . . .

સભારંભને અંતે ગાંધીએ કંઈક સભાક્ષોભ અનુભવતા છતાં ઘણા આકર્ષક ભાષણમાં હાજર રહેલાં સૌને આવકાર આપ્યો, ઇંગ્લંડમાં માંસાહાર છોડવાની ટેવ વધતી જાય છે તે જોઈને પોતાને થયેલા આનંદની વાત કરી, લંડનની 'વેજિટેરિયન સોસાયટી' [શાકાહારી મંડળી] સાથે પોતાને કેવી રીતે સંબંધ બંધાયો તેનું વર્ણન કર્યું, અને તેમાં પોતે ડૉ. ઓલ્ડફીલ્ડના કેટલા ઋણી છે તેની હૃદયને પિગળાવે તેવી ઢબે વાત કરવાની તક લીધી. . . .


Rate this content
Log in

Similar gujarati story from Classics