STORYMIRROR

ચૈતન્ય જોષી

Inspirational Others

4  

ચૈતન્ય જોષી

Inspirational Others

યાર.

યાર.

1 min
140

જિંદગીમાં સુખદુઃખ તો આવ્યા કરે યાર,

આવું ઘણું બધું અહીં તો ચાલ્યા કરે યાર !


ક્યારેક થાય વિજય આપણોને ખુશાલી,

તો કદી નિષ્ફળતા આવી હંફાવ્યા કરે યાર !


બધાને કૈં બધું મળતું નથી આ દુનિયામાં, 

ક્યાંક ખાલીપો સતત મૂંઝાવ્યા કરે યાર !


મહેનતને બુદ્ધિ બંને જરુરી છે જગતમાં, 

તોય પ્રારબ્ધ પોત વળી પ્રગટાવ્યા કરે યાર !


શું હોય ઉપાધિ મારે યાર તણો છે સંગાથ,

હારેલાંમાંય હિંમત પુનઃ સંચાર્યા કરે યાર !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational