Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

ચૈતન્ય જોષી

Inspirational

4  

ચૈતન્ય જોષી

Inspirational

યાચના મારી

યાચના મારી

1 min
306


અંતકાળે રહે સ્મરણ તમારું હરિવર એ યાચના મારી,

પછી ના રહે માયા તારું મારું હરિવર એ યાચના મારી,


દીનબંધુ, દયાનિધિ, ભક્તવત્સલ ભગવંત રીઝો આજે,

શાંતિ મનોમન રહે આવકારું હરિવર એ યાચના મારી,


ના રહે કશોય ઉચાટ, ભય કે લાલસા લેશમાત્ર સતાવે,

આગમન તમારું પ્રભુજી ધારું હરિવર એ યાચના મારી,


ઝાંખી થાય જગત્પતિ રઘુનંદન પંચાયતન સમેત રામ,

દેહ છૂટતાં તમને સતત સંભારું હરિવર એ યાચના મારી,


રઘુનંદન તમારાં ચરિત્રો મનમાં રહે અવિરત રમતાં પ્રભુ,

સતત સતાવતી ઈચ્છાને વિદારું હરિવર એ યાચના મારી.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational