STORYMIRROR

Varun Shah

Abstract Others

4  

Varun Shah

Abstract Others

વ્યક્ત કેમ કરાય

વ્યક્ત કેમ કરાય

1 min
186

વ્યક્ત કેમ કરાય, સ્પંદન શબ્દોથી,

જ્યાં અક્ષરે અક્ષરમાં, વસે તું ‌છે.


કેમ‌ કોરા રહેવાય, સ્નેહ વરસાદમાં,

જ્યાં પ્રત્યેક બુંદમાં, વહે તું છે.


કેમ દૂર રહેવાય, આ જગમાં તુજથી,

જ્યાં રોમેરોમમાં, તું સમાય છે.


ન ભરી શકે જ્યાં પેટ, વ્યંજનો અનેક,

તારી એક મુસ્કાનથી, તૃપ્ત થવાય છે.


મૃત્યુ પછીનાં, લેખા જોખા કોણે જોયા,

જીવતેજીવ 'મા', ખોળામાં સ્વર્ગ દેખાય છે.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract